Home /News /sport /UAE T20 લીગ: MI અમીરાતનો મુખ્ય કોચ શેન બોન્ડ, 3 ભારતીય દિગ્ગજોની પણ કોચિંગ સ્ટાફમાં એન્ટ્રી

UAE T20 લીગ: MI અમીરાતનો મુખ્ય કોચ શેન બોન્ડ, 3 ભારતીય દિગ્ગજોની પણ કોચિંગ સ્ટાફમાં એન્ટ્રી

શેન બોન્ડને MI અમીરાત ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો

UAE T20 International League : શેન બોન્ડ ઉપરાંત, પાર્થિવ પટેલ, વિનય કુમાર, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને UAE ક્રિકેટ ટીમના કોચ રોબિન સિંહ પણ MI અમીરાતનો ભાગ હશે. તેને આ ફ્રેન્ચાઈઝીનો જનરલ મેનેજર ક્રિકેટ બનાવવામાં આવ્યો છે. બોન્ડ 2015માં મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો હતો અને ત્યારથી ટીમે 4 ટાઈટલ જીત્યા છે

વધુ જુઓ ...
    નવી દિલ્હી: IPL અને અન્ય લીગની સફળતા બાદ હવે UAE અને દક્ષિણ આફ્રિકામાં પણ આવી જ T20 લીગ શરૂ થવા જઈ રહી છે. MI એમિરેટ્સ (અમીરાત) ટીમ UAEમાં યોજાનારી T20 લીગમાં પણ ભાગ લેશે. મુંબઈ ઈન્ડિયન્સના વર્તમાન અને ભૂતપૂર્વ ખેલાડીઓને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હવે આ ટીમના કોચિંગ સ્ટાફની પણ જાહેરાત કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શેન બોન્ડને અમીરાતના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે હાલમાં મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ છે, આ જવાબદારી સાથે તે MI અમીરાતના મુખ્ય કોચની ભૂમિકા પણ નિભાવશે. મુંબઈ ઈન્ડિયન્સ માટે નવી પ્રતિભા શોધનાર પાર્થિવ પટેલ અને વિનય કુમારને પણ આ કોચિંગ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. પાર્થિવ મુંબઈ અમીરાત ટીમનો બેટિંગ કોચ હશે જ્યારે વિનય બોલિંગ કોચની ભૂમિકા ભજવશે. મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર જેમ્સ ફ્રેન્કલિનને ફિલ્ડિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે.

    શેન બોન્ડ ઉપરાંત, પાર્થિવ પટેલ, વિનય કુમાર, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને UAE ક્રિકેટ ટીમના કોચ રોબિન સિંહ પણ MI અમીરાતનો ભાગ હશે. તેને આ ફ્રેન્ચાઈઝીનો જનરલ મેનેજર ક્રિકેટ બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે બોન્ડ 2015માં મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો હતો અને ત્યારથી ટીમે 4 ટાઈટલ જીત્યા છે અને વર્ષોથી બોલરોને એવી રીતે તૈયાર કર્યા છે કે તેમને વૈશ્વિક સ્તરે તેમની ક્ષમતાનો અહેસાસ થયો છે. રોબિન સિંહ 2010માં મુંબઈ ઈન્ડિયન્સની કોચિંગ ટીમમાં જોડાયો હતો અને ત્યારથી તે 5 આઈપીએલ અને 2 ચેમ્પિયન્સ લીગ ટાઈટલ ઝુંબેશનો ભાગ રહ્યો છે. તેણે શેન બોન્ડ સાથે પણ કામ કર્યું છે.

    રોબિન સિંઘની એન્ટ્રીથી MI અમીરાતને થશે ફાયદો

    રોબિન સિંહ લાંબા સમયથી UAEની ક્રિકેટ સિસ્ટમનો હિસ્સો છે. તેમના જોડાવાથી અમીરાતની ટીમને ઘણો ફાયદો થશે અને મુંબઈ ઈન્ડિયન્સને UAEમાં તેમની ક્રિકેટની પોતાવી વિચારસરણીનો વિસ્તાર કરવામાં સક્ષમ બનાવશે. પાર્થિવ પટેલ ભૂતકાળમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે અને 2020થી ફ્રેન્ચાઈઝી માટે ટેલેન્ટ સ્કાઉટિંગ ટીમનો ભાગ છે. તો બીજી તરફ પાર્થિવની જેમ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી ચુકેલા વિનય કુમાર એક વર્ષ પહેલા ટેલેન્ટ સર્ચ ટીમનો ભાગ બની ગયા છે. પાર્થિવ અને વિનય 2015 અને 2017માં IPL જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતા. મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર જેમ્સ ફ્રેન્કલિન પણ MI અમીરાત સાથે ફિલ્ડિંગ કોચ તરીકે જોડાયેલા છે.

    આ પણ વાંચો: 10 બોલમાં 56 રન, પઠાણ બંધુઓએ બોલરોના ગાભા કાઢીને ઈન્ડિયા મહારાજાને અપાવી જીત

    MI અમીરાત માટે સારી વાત એ છે કે કોચિંગ સ્ટાફ સાથે સંકળાયેલા મોટાભાગના અનુભવીઓ લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલા છે. આવી સ્થિતિમાં આ કોચિંગ ટીમ અમીરાત ટીમ માટે મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી મેળવેલા અનુભવનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે.

    MI અમીરાત પણ આકાશને આંબશે: આકાશ અંબાણી

    મુંબઈ અમીરાત કોચિંગ સ્ટાફ ફાઈનલ પર રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ એમ અંબાણીએ કહ્યું, “હું શેન, રોબિન, પાર્થિવ, વિનય અને જેમ્સને મુંબઈ અમીરાતમાં તેમની નવી ભૂમિકાઓ માટે સ્વાગત કરૂ છું. તે બધા છેલ્લા કેટલાક વર્ષોમાં જુદા જુદા સમયગાળા માટે મુંબઈ ઈન્ડિયન્સનો અભિન્ન ભાગ રહ્યાં છે. આવી સ્થિતિમાં આ કોચિંગ ટીમ તે મૂલ્યોથી સારી રીતે વાકેફ છે, જેના આધારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ સ્થાન સુધી પહોંચી છે. મને ખાતરી છે કે તે બધા MI અમીરાતને એવી ટીમ બનાવવામાં સક્ષમ હશે જે મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોના પ્રેમને આકર્ષિત કરી શકશે.

    હેડ કોચ બનતા બોન્ડ થયો ભાવૂક

    MI અમીરાતના મુખ્ય કોચ શેન બોન્ડે જણાવ્યું હતું કે, "આ ફ્રેન્ચાઈઝીના મુખ્ય કોચ તરીકે નિયુક્ત થવું એ એક સૌભાગ્યની વાત છે. હું મુંબઈ ઈન્ડિયન્સના વારસાને આગળ ધપાવવા અને ખેલાડીઓને રમતને નવી ઊંચાઈએ લઈ જવા માટે પ્રેરિત કરવા આતુર છું."
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Parthiv patel, ક્રિકેટ, સ્પોર્ટસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन