Home /News /sport /U19 Women T20 World Cup: શેફાલી વર્માએ રચ્યો મહેન્દ્ર સિંહ ધોની જેવો ઈતિહાસ, 16 વર્ષ પછી એ જ સંયોગ
U19 Women T20 World Cup: શેફાલી વર્માએ રચ્યો મહેન્દ્ર સિંહ ધોની જેવો ઈતિહાસ, 16 વર્ષ પછી એ જ સંયોગ
U19 Women T20 World cup: શેફાલી વર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે અંડર-19 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જીત મેળવી છે. (BCCI Women Twitter)
ICC Women's Under 19 T20 World Cup final India vs England: ભારત પ્રથમ વખત ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું અને 1983 પછી ભારતીય ટીમે પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો. 29 જાન્યુઆરી રવિવારે શેફાલી વર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે મહિલા અંડર-19 વર્લ્ડ કપ પણ જીત્યો છે
નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોનીએ 16 વર્ષ પહેલા જે કર્યું હતું, શેફાલી વર્માએ એ જ ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. ધોનીએ 16 વર્ષ પહેલા શું કર્યું હતું. આ માટે કોઈ પણ ક્રિકેટ ચાહકે ભાગ્યે જ મન પર વધારે ભાર મૂકવાની જરૂર પડશે. કારણ કે બધાને યાદ છે કે ધોનીએ 16 વર્ષ પહેલા 2007માં શું કર્યું હતું. તેમની કપ્તાની હેઠળ ભારત પ્રથમ વખત ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું અને 1983 પછી ભારતીય ટીમે પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો. 29 જાન્યુઆરી રવિવારે શેફાલી વર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે મહિલા અંડર-19 વર્લ્ડ કપ પણ જીત્યો છે.
દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા મહિલા અંડર-19 ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ રવિવારે પોચેફસ્ટ્રુમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. બંને ટીમ ઈતિહાસ રચવા પર નજર રાખી રહી હતી. કારણ કે પ્રથમ વખત અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો. ફાઇનલમાં જીતવાનો અર્થ એ પણ છે કે આ કેટેગરીમાં પ્રથમ વિશ્વ ચેમ્પિયન બનવું. આવી સ્થિતિમાં શેફાલીની નજર પણ ધોનીના 2007ના કરિશ્મા પર હતી.
શેફાલીની આગેવાની હેઠળની ભારતીય અંડર-19 મહિલા ટીમે ફાઇનલમાં ઇંગ્લેન્ડને માત્ર 68 રનમાં સમેટી લીધુ હતું. ત્યારબાદ માત્ર 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. જ્યારે ભારતે મેચ જીતી ત્યારે ઇનિંગમાં 38 બોલ નાખવાના બાકી હતા. તેના પરથી તેની શાનદાર જીતનો અંદાજ લગાવી શકાય છે.
2007માં પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપ યોજાયો હતો
મેન્સ ટી-20 વર્લ્ડ કપ પ્રથમ વખત 2007માં રમાયો હતો. આ પહેલો પ્રસંગ હતો જ્યારે ટી-20 ફોર્મેટમાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે વર્તમાન મહિલા અંડર-19 ટી-20 વર્લ્ડ કપ પણ પ્રથમ વખત રમાયો હતો. આ પહેલા પુરૂષ ક્રિકેટમાં માત્ર અંડર-19 વર્લ્ડ કપ હતો અને તે પણ વન-ડે ફોર્મેટમાં. આ પ્રથમ વખત છે જ્યારે મહિલા અન્ડર-19 વર્લ્ડ કપ યોજાયો હતો.
2007 નો ટી-20 વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં રમાયો હતો. ત્યારબાદ ધોનીએ ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવી હતી. ત્યાં જ આ વખતે દક્ષિણ આફ્રિકામાં મહિલા અંડર -19 ટી-20 વર્લ્ડ કપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યોગાનુયોગ એ પણ ભારતે જીત્યો હતો.
ધોનીએ 2007માં પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળી હતી અને કેપ્ટન તરીકે આ તેનો પહેલો વર્લ્ડ કપ હતો અને તે પહેલી જ ટુર્નામેન્ટમાં જ ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં સફળ રહ્યો હતો. શેફાલી પણ પ્રથમ વખત ભારતની કેપ્ટનશીપ કરી રહી હતી અને તે પણ વર્લ્ડ કપમાં. આવી સ્થિતિમાં તેની પાસેથી ધોનીની જેમ કમાલ કરવાની અપેક્ષા હતી, જે તેણે પૂરી કરી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર