ભારતને વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટર ફસાયો, પોલીસે ફાઇલ કરી ચાર્જશીટ

News18 Gujarati
Updated: June 13, 2019, 6:43 PM IST
ભારતને વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટર ફસાયો, પોલીસે ફાઇલ કરી ચાર્જશીટ
કાલરાએ ફાઇનલમાં અણનમ સદી ફટકારી હતી

પોલીસે મનજોત કાલરાના સ્થાને તેના પિતા પરવીન કુમાર અને માતા રંજીત કૌરનું નામ ચાર્જશીટમાં રાખ્યું છે

  • Share this:
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમના સભ્ય અને ફાઇનલમાં મેન ઓફ ધ મેચ રહેલા ખેલાડી મનજોત કાલરા ઉંમરના નામે ગરબડી કરવાના મામલામાં ફસાયો છે. દિલ્હી પોલીસ તરફથી દાખલ કરેલી ચાર્જશીટમાં બતાવ્યું છે કે તેણે પોતાની ઉંમર એક વર્ષ ઓછી બતાવી છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ જૂનિયર ક્રિકેટમાં ઉંમરમાં ગરબડ કરવાના ઘણા મામલાની તપાસ કરી રહી છે. ચાર્જશીટમાં કહેવાયું છે કે કાલરાની અસલી જન્મ તારીખ 15 જાન્યુઆરી 1998 છે પણ તેણે 15 જાન્યુઆરી 1999 બતાવી હતી. પોલીસે ત્રીસ હજારી કોર્ટમાં ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સામે આ ચાર્જશીટ દાખલ કરાવી છે. પોલીસે મનજોત કાલરાના સ્થાને તેના પિતા પરવીન કુમાર અને માતા રંજીત કૌરનું નામ ચાર્જશીટમાં રાખવામાં આવ્યું છે. આ સિવાય બીજા 11 બાળકોના માતા-પિતાના નામ પણ સામેલ છે.

ચાર્જશીટમાં કહેવાયું છે કે એ સ્પષ્ટ છે કે મનજોત કાલરાની જન્મ તારીખ તેના માતા-પિતાએ દિલ્હી માટે રમવાનો ફાયદો મળે તે માટે બદલી છે. એ વાત પર કોઈ શંકા નથી કે મનજોત કાલરાના પરિવારજનોએ તેના બર્થ સર્ટિફિકેટમાં ફેરફાર કર્યો છે.આ પણ વાંચો - હાર્દિક પંડ્યાએ ખોલ્યું ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રુમનું રહસ્ય, સામે આવ્યો Video

મનજોત કાલરાના પિતાએ પોલીસના આરોપથી ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે જ્યારે તે પ્રથમ વખત સ્કૂલમાં દાખલ થયો તો એક સંબંધીએ ખોટી જન્મ તારીખ લખાવી દીધી હતી. બાદમાં તેને ઠીક કરાવી હતી. તેના જન્મનું અસલી વર્ષ 1999 જ છે.

કાલરા સાથે દિલ્હી રણજી ક્રિકેટર નીતિશ રાણા ઉપર પણ જન્મ તારીખમાં છેડછાડ કરવાનો આરોપ છે. પોલીસનો દાવો છે કે અંડર-15 ટીમમાં સ્થાન બનાવવા માટે જન્મ તારીખમાં ફેરફાર કરાયો છે. રાણા આઈપીએલનાં કોલકાતા નાઇટરાઇડર્સ તરફથી રમે છે.ઉલ્લેખનીય છે કે પૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદે ઉંમરમાં ગરબડી કરવાના ઘણા મામલામાં 2014 અને 2015માં એફઆરઆઈ નોંધાવી હતી.

 
First published: June 13, 2019, 6:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading