વનડેમાં નવા બે બોલના ઉપયોગથી નારાજ સચિન, કહ્યું કંઈક આવું

News18 Gujarati
Updated: June 22, 2018, 4:11 PM IST
વનડેમાં નવા  બે બોલના ઉપયોગથી નારાજ સચિન, કહ્યું કંઈક આવું

  • Share this:
વનડે મેચોમાં હાલમાં જ થયેલ રનોના ઢગલાથી ચિંતિત ચેમ્પિયન ક્રિકેટર સચિન તેંડૂલકરે આ ફોર્મેટમાં બે નવા બોલના ઉપયોગની આલોચના કરતાં કહ્યું કે, આ નિષ્ફળતાને આમંત્રણ આપવા જેવું છે.

ઈંગ્લેન્ડે હાલમાં જ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વનડેમાં સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. તેંડૂલકરે ટ્વિટર પર લખ્યું, "વનડેમાં બે નવા બોલનો ઉપયોગ નિષ્ફળતાને આમંત્રણ આપવા જેવું છે. બોલને એટલો સમય જ મળતો નથી કે, રિવર્સ સ્વિંગ મળી શકે. અમે ડેથ ઓવરોમાં લાંબા સમયથી રિવર્સ સ્વિંગ જોઈ નથી."

ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી વનડેમાં છ વિકેટ પર 481 રન બનાવ્યા. બીજી વનડેમાં 312 રનના ટાર્ગેટને 45 ઓવરોમાં જ મેળવી લીધો.

રિવર્સ સ્વિંગના મહારથી પાકિસ્તાનના વકાર યૂનુસે તેંડૂલકરનું સમર્થન કરતાં કહ્યું કે, "આ કારણ જ છે કે, હાલ આક્રમક ફાસ્ટ બોલર બહાર આવતા નથી. બધા ડિફેન્સિવ રમે છે. સચિનથી બધી જ રીતે સહમત છૂં. રિવર્સ સ્વિંગ લુપ્ત થઈ રહી છે." આઈસીસીએ ઓક્ટોબર 2011માં વનડેમાં બે નવા બોલનો પ્રયોગ શરૂ કર્યો હતો.
First published: June 22, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading