Home /News /sport /IND vs BAN: ટીમ ઇન્ડિયા માટે બાંગ્લાદેશના બે ખેલાડીઓ બન્યા વિલન, ભારતના ઝડબામાંથી મેચ છીનવી લીધી
IND vs BAN: ટીમ ઇન્ડિયા માટે બાંગ્લાદેશના બે ખેલાડીઓ બન્યા વિલન, ભારતના ઝડબામાંથી મેચ છીનવી લીધી
મહેદી હસન મિરાજે એવી ઈનિંગ રમી કે મેચ રસપ્રદ બની ગઈ હતી.
IND vs BAN: અનુભવી શાકિબ અલ હસને એક પછી એક પાંચ મોટી વિકેટ લઈને ભારતને બેક ફૂટ પર ધકેલી દીધું હતું. ઓપનર શિખર ધવન અને રોહિત શર્મા વહેલા આઉટ થયા બાદ પરત ફર્યા હતા.
બાંગ્લાદેશમાં ટીમ ઇન્ડિયાને ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ટીમ ઇન્ડિયા માટે મેહદી હસન મિરાજ કાળ બન્યો હતો અને ટીમ ઇન્ડિયાની જીતની આશા પર પાણી ફેરવી દીધુ હતું. ત્યાં જ બાંગ્લાદેશના અનુભવી બોલર શાકિબ અલ હસને એક પછી એક પાંચ મોટી વિકેટ લઈને ભારતને બેક ફૂટ પર ધકેલી દીધું હતું.
ટીમ ઇન્ડિયા માટે કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી છતા બાકીના ખેલાડીઓ કોઇ ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં. પ્રથમ બેટિંગ કરતા ભારતે કેએલ રાહુલની અડધી સદીના આધારે 41.2 ઓવરમાં ભારે મુશ્કેલી સાથે 186 રન બનાવ્યા હતા. મિરાજની 38 રનની ઇનિંગે 46મી ઓવરમાં બાંગ્લાદેશને જીત અપાવી હતી.
લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમ કોઇ ખાસ કમાલ કરી શકી ન હતી પરંતુ મહેંદી હસને આજની મેચમાં સારૂ પ્રદર્શન કર્યું હતું અને પોતાની ટીમને જીત અપાવવામાં સારૂ એવું યોગદાન આપ્યું હતું. આ સાથે જ છેલ્લી વિકેટ તરીકે બેટિંગ કરવા આવેલા મુસ્તફિઝુર રહેમાને 11 બોલમાં બે ચોગ્ગાની મદદથી અણનમ 10 રનનું યોગદાન આપ્યું હતું.
136 રનના સ્કોર પર 9મી વિકેટ ગુમાવ્યા બાદ બાંગ્લાદેશની ટીમની જીતની આશા લગભગ છોડી દીધી હતી ત્યારે મહેદી હસન મિરાજે એવી ઈનિંગ રમી કે મેચ રસપ્રદ બની ગઈ. આ બેટ્સમેને મુસ્તાફિઝુર રહેમાન સાથે મળીને મેચનો માર્ગ બદલી નાખ્યો હતો. એક છેડે તેણે પહેલા શોટ લગાવીને મેચને નજીક લાવ્યો અને પછી મેચ બાંગ્લાદેશની ઝોળીમાં નાખી દીધી હતી. 39 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાના આધારે મિરાજની 38 રનની ઇનિંગે ટીમને યાદગાર જીત અપાવી હતી.
શાકિબ અલ હસને પાંચ મોટી વિકેટ લીધી
રવિવાર 4 ડિસેમ્બરે રમાયેલી પ્રથમ વન-ડેમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અનુભવી શાકિબ અલ હસને એક પછી એક પાંચ મોટી વિકેટ લઈને ભારતને બેક ફૂટ પર ધકેલી દીધું હતું. ઓપનર શિખર ધવન અને રોહિત શર્મા વહેલા આઉટ થયા બાદ પરત ફર્યા હતા. આ પછી વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે પણ પોતાની વિકેટ ગુમાવી હતી. 92 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ રાહુલે ટીમમાંથી લડાયક ઇનિંગ ખેંચી હતી. તેણે 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 73 રનની ઈનિંગ્સને 70 બોલમાં 186 સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર