ઉપરવાળો ઈચ્છતો નહતો કે ચોથી વનડે ભારત જીતે, તેથી જ ઘટી આવી ઘટનાઓ

News18 Gujarati
Updated: February 11, 2018, 10:31 PM IST
ઉપરવાળો ઈચ્છતો નહતો કે ચોથી વનડે ભારત જીતે, તેથી જ ઘટી આવી ઘટનાઓ
News18 Gujarati
Updated: February 11, 2018, 10:31 PM IST
દક્ષિણ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાની શાનદાર જીતની લયને તોડીને ચોથી વનડેમાં જીત મેળવી લીધી હતી. પહેલા તો આ મેચ વરસાદના કારણે વારં-વાર રોકાઈ, ત્યાર બાદ બીજી એવી ઘટનાઓ બની જે ટીમ ઈન્ડિયા વિરૂદ્ધ ગઈ. આમ તો ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. પરંતુ સમયે આ મેચમાં દરેક વખતે સાઉથ આફ્રિકાને સાથ આપ્યો હતો.

હાર્દિક પંડ્યાનો કેચ સરળ નહતો

પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયા એક સમયે સારી સ્થિતિમાં હતી. 2 વિકેટ પર ટીમ 178 રન બનાવી લીધા હતા. 34મી ઓવરમાં વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી હતી. મેચ બીજીવાર શરૂ થઈ ત્યારે ભારતને માત્ર કેટલાક રનમાં જ ત્રણ ઝાટકા લાગી ગયા હતા. ત્યાર બાદ 247 રનો પર ભારતે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. મહેન્દ્ર ધોની સાથે હાર્દિક પંડ્યા રમી રહ્યો હતો. પરંતુ પંડ્યા જ્યારે 9 રનો પર રમી રહ્યો હતો, તે સમયે કાગિસો રબાડાની એક ફાસ્ટ બોલ પર તેને ખુબ જ ફાસ્ટ શોર્ટ માર્યો હતો પરંતુ એડેન માર્કરમને હવામાં ઉછળીને શાનદાર કેચ પકડી લીધો હતો. આ કેચને વર્ષનો સૌથી બેસ્ટ કેચ માનવામાં આવી રહ્યો છે. જે કોઈએ આ કેચ દેખ્યો તેમને પોતાની આંખો ઉપર ભરોસો થયો નહતો. આ પણ એક મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ હતો, જો પંડ્યા પિચ પર રહ્યો હોત તો સરળતાથી સ્કોર 300 રનની પાર પહોંચી જતો અને આફ્રિકા માટે અઘરૂ થઈ શકતું હતું.

ત્રણ હાર અને બદલાઈ ગયો જર્સીનો રંગ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી વનડે મેચમાં પહેલી ત્રણ મેચોમાં આફ્રિકા બીજા રંગમાં નજરે પડી હતી. પિંક ડ્રેસમાં ઉતરેલી આફ્રિકાની ટીમે બોલિંગ કરતાં ચોથી મેચમાં ભારતીય દિગ્ગજો પર લગામ લગાવી હતી. પોતાની બોલિંગ ઉપરાંત ફિલ્ડીંગથી પણ ટીમ ઈન્ડિયાના સ્કોરને 300 રનની અંદર રાખ્યો હતો. આ ફિલ્ડીંગમાં માર્કરામનો કેચ મહત્વપૂર્ણ રહ્યો હતો.

મિલર પર ઉપરવાળો હતો મહેરબાન

શનિવાર ડેવિડ મિલર માટે શાનદાર રહ્યો, મિલરને બે વાર જીવનદાન મળ્યા. મિલરને જીવનદાન આપવો ભારતને ભારે પડ્યો હતો. એકવાર ડિપમાં તેને કેચ છૂટ્યો તો બીજી વાર યૂઝવેન્દ્ર ચહલની નો બોલ પર તે બોલ્ડ થયો. તે સમય ક્રમશ: 6 અને સાત રન પર હતો. મિલરે જીવનદાનનો ફાયદો ઉઠાવીને માત્ર 28 બોલમાં 39 રન બનાવી નાંખ્યા હતા. મિલરે જીવનદાનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને રમતની દિશા જ બદલી નાંખી હતી. સામાન્ય રીતે સ્પિનર નો બોલ નાંખતા નથી, પરંતુ સમય મિલરનો સાથ આપી રહ્યો હતો અને તેને દક્ષિણ આફ્રિકાની જીતમાં મોટી ભૂમિકા નિભાવી હતી.
Loading...

આ ભૂલ પણ ટીમ ઈન્ડિયાને પડી ભારી

કેપ્ટન વિરાટ કોહલી દ્વારા ડેથ ઓવરોમાં ભુવનેશ્વર અને જસપ્રીત બૂમરાહની જગ્યાએ સ્પિનરો પાસે બોલિંગ કરાવવાનો નિર્ણય પણ બધાને હેરાન કરી દીધા હતા. ડેથ ઓવરમાં ભુવી અથવા બૂમરાહ પાસે બોલિંગ ન કરાવી અને સ્પિનર્સે ઘણા બધા રન આપી રહ્યાં હતા. ડેથ ઓવરોમાં બેટ્સમેનો ફાસ્ટ રન બનાવી રહ્યાં હતા પરંતુ કોહલી સ્પિનરો પર દાવ લગાવીને બેઠો હતો. જોકે, કોહલીનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો અને સ્પિનર્સે 11.3 ઓવરમાં 119 રન લૂટાવી દીધા હતા. તે ઉપરાંત ચોથી મેચ સુધી આફ્રિકન બેટ્સમેનો કુલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચહલ તોડ નિકાળી દીધો છે. ચોથી મેચમાં બેટ્સમેનો સરળતાથી બોલ સમજી શકતા હતા.

જોકે, હજુ બે મેચો બાકી છે અને હાલ પણ ભારતનો પલડો ભારે છે. તેવામાં આફ્રિકન ટીમની ઈજ્જત દાવ પર લાગી છે. સીરીઝમાં હાલ પણ ભારત 3-1થી આગળ છે. જોકે, આ હારથી ટીમ ઈન્ડિયાને કંઈક સિખ જરૂર મળશે અને આવનાર મેચમાં તે શાનદાર રણનીતિ સાથે ઉતરશે.

 
First published: February 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर