ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર ભારતીયોની મદદ માટે આગળ આવ્યો, પીએમ કેર ફંડમાં 37 લાખ રૂપિયા આપ્યા

ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર ભારતીયોની મદદ માટે આગળ આવ્યો, પીએમ કેર ફંડમાં 37 લાખ રૂપિયા આપ્યા
ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર ભારતીયોની મદદ માટે આગળ આવ્યો, પીએમ કેર ફંડમાં 37 લાખ રૂપિયા આપ્યા

કમિન્સે કહ્યું - ભારત એક એવો દેશ છે કે જેને હું વર્ષોથી પ્રેમ કરતો આવ્યો છું. અહીંના લોકો વિનમ્ર અને દયાળુ છે. હું જાણું છું કે મારું દાન મોટું નથી, પરંતુ હું આશા રાખું છું કે તેનાથી કોઈને ફરક પાડશે

  • Share this:
નવી દિલ્હી : દેશમાં વર્તમાન સમયે પ્રાણવાયુની કટોકટી ચાલી રહી છે. ત્યારે IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સના તરફથી રમતા ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સ દ્વારા 50,000 ડોલર (લગભગ 37 લાખ રૂપિયા) જેટલી માતબર રકમ PM Cares fundમાં આપવામાં આવી છે. તેમના આ પ્રયાસને ચાહકોએ વધાવી લીધો છે. સોશિયલ મીડિયામાં મિમ બનાવી તેના નિર્ણયની પ્રશંસા કરવામાં આવી છે.

કોરોના સંક્રમણના કેસમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યા બાદ વિશ્વના અનેક દેશ ભારતની પડખે ઉભા રહ્યા છે. તાજેતરમાં રકમ દાન લેખે આપ્યા બાદ કમિન્સે લખ્યું હતું કે, ભારત એક એવો દેશ છે કે જેને હું વર્ષોથી પ્રેમ કરતો આવ્યો છું. અહીંના લોકો વિનમ્ર અને દયાળુ છે. ઘણા લોકો આ સમયે ખૂબ પીડાઈ રહ્યા છે તે જાણી મને ખૂબ દુઃખ થાય છે. કર્ફ્યૂ અને લોકડાઉન વચ્ચે પણ ભારત સરકારે IPL 2021ને આપેલી માન્યતા અંગે તેણે કહ્યું કે, મહામારીમાં ઘરે રહેલા ચાહકો માટે ક્રિકેટ આનંદ અને રાહત લઈ આવ્યું છે.
પ્લેટફોર્મ અંગે તેણે જણાવ્યું હતું કે, તેના સાથી ક્રિકેટરો રમતનો આનંદ માણે છે. આ નિવેદન સાથે ઓસ્ટ્રેલિયામાં ઝડપી બોલર કમિન્સે જાહેર કર્યું કે તેણે ‘PM Cares’ ફંડ માટે $50,000નું દાન આપ્યું છે. સહાય આપવા અંગે તેણે લખ્યું કે, આવા સમયે અસહાય લાગે છે. મને ચોક્કસપણે મોડું થયું છે. પરંતુ હું આશા રાખું છું કે આ જાહેર અપીલ કરીને આપણે બધાં આપણી ભાવનાઓને એવી પ્રવૃતિમાં ફેરવી શકીએ છીએ જે લોકોના જીવનમાં પ્રકાશ લાવશે. હું જાણું છું કે મારું દાન મોટું નથી, પરંતુ હું આશા રાખું છું કે તેનાથી કોઈને ફરક પાડશે.

આ પણ વાંચો - હવે વોટ્સએપ લાવશે આ ફીચર, 24 કલાકમાં મેસેજ થશે ડિસઅપિઅરપેટ કમિન્સની ઉદારતા અને ભારતીયો પ્રત્યેના પ્રેમને જોઈને દેશી ક્રિકેટ ચાહકો મિમ્સ અને શબ્દોથી તેની પ્રશંસા કરી હતી. હૈલ @patcummins30 અમારા સંકટ સમયમાં આપની આ નમ્ર હૃદયની મદદ અમે હંમેશાં યાદ રાખીશું, તમે મેદાનના જોરદાર પ્લેયર હોવાની સાથે તમારા દિલમાં સુપર સ્પોર્ટસમેનશિપ છે.

ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. એક દિવસમાં ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. પરિણામે વિદેશી ખેલાડીઓ આઇપીએલમાં રમવા અંગે ગડમથલ અનુભવી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા કેટલાક વિદેશી ક્રિકેટરો બાયો બબલ છોડી દીધું હોવાનું પણ જાણવા મળે છે.
Published by:News18 Gujarati
First published:April 27, 2021, 18:57 pm

ટૉપ ન્યૂઝ