Home /News /sport /

ભારતના અંડર-19 ક્રિકેટરે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી

ભારતના અંડર-19 ક્રિકેટરે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી

ભારતના અંડર-19 ક્રિકેટરે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી

કહેવામાં આવે છે કે ડિપ્રેશનના કારણે આવું પગલું ભર્યું છે

    નવી દિલ્હી : ભારતીય અંડર 19 ક્રિકેટર (Indian Under 19) અયંતી રીંગે આત્મહત્યા કરી લીધી છે. ત્રિપુરાની અંડર 19 મહિલા ટીમની ખેલાડી અયંતી મંગળવારે રાત્રે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. તેની પાસે સુસાઇડ નોટ મળી નથી. અયંતી ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાની હતી. છેલ્લા એક વર્ષથી ત્રિપુરાની અંડર 19 ટીમનો ભાગ હતી. પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર તેણે રાજ્ય તરફથી અંડર-23 એજ ગ્રૂપમાં ટી-20 ટૂર્નામેન્ટ પણ રમી હતી. તે રાજ્યની રાજધાની અગરતલાથી લગભગ 90 કિલોમીટર દૂર રીંગ ક્ષેત્રની હતી.

    અયંતીના મોત પર શોક પ્રગટ કરતા ત્રિપુરા ક્રિકેટ એસોસિયેશનના સચિવ તિમિર ચંદાએ પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું હતું કે રાજ્યએ પોતાના ભવિષ્યના ટેલેન્ટને ગુમાવી દીધી છે. તે અંડર-16થી જ રાજ્યની ટીમનો ભાગ હતી. તે ઘણી શાનદાર ખેલાડી હતી. તેના મોતના સમાચારે બધાને ચકિત કરી દીધા છે. ડિપ્રેશનના સવાલ પર તેમણે કહ્યું હતું કે તે અંતિમ સિઝનમાં એકદમ યોગ્ય લાગી રહી હતી અને પછી લૉકડાઉનના કારણે બધું બંદ થઈ ગયું હતું. તેમણે જણાવ્યું કે અમે કેટલાક ઓનલાઇન ક્લાસિસ આયોજીત કર્યા હતા પણ અમને તેની પારિવારિક પરેશાની વિશે ખબર ન હતી.

    આ પણ વાંચો - સુશાંતની આત્મહત્યાથી તૂટી ગયો છે ધોની, ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ના ડાયરેક્ટર નીરજ પાંડેએ ફોન પર કરી વાત

    ડિપ્રેશનનો શિકાર ખેલાડી

    અયંતીના મોતનું કારણ હજુ સુધી ખબર પડી નથી. પણ કહેવામાં આવે છે કે તેણે ડિપ્રેશનના કારણે આવું પગલું ભર્યું છે. હાલના દિવસોમાં ડિપ્રેશન એક મોટો મુદ્દો બની ગયો છે. ખાસ કરીને લૉકડાઉનના કારણે પોતાના મિત્રોથી દૂર રહેવાના કારણે કેટલાક લોકો પર માનસિક દબાણ વધી ગયું છે. થોડા દિવસો પહેલા જ બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે (Sushant Singh Rajput)ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ayanti, Indian Under 19, Tripura, Under19, Woman cricketer

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन