ટ્રેન્ટ બોલ્ટનો સોશ્યલ મીડિયા પર 'જેઠાલાલ' સાથે થઈ રહી છે સરખામણી, જોઇ લો મજેદાર Video

ટ્રેન્ટ બોલ્ટનો સોશ્યલ મીડિયા પર 'જેઠાલાલ' સાથે થઈ રહી છે સરખામણી, જોઇ લો મજેદાર Video
આખી ઘટના પર કમેન્ટેટર્સ હસવા લાગ્યા હતા. એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર કમેન્ટ કરાઈ રહી હતી કે, 'બોલ્ટ હવામાં તરે છે? ટ્રેડમિલ પર દોડે છે?'.

આખી ઘટના પર કમેન્ટેટર્સ હસવા લાગ્યા હતા. એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર કમેન્ટ કરાઈ રહી હતી કે, 'બોલ્ટ હવામાં તરે છે? ટ્રેડમિલ પર દોડે છે?'.

  • Share this:
ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 13 રને હરાવ્યું હતું. જેમાં ટ્રેન્ટ બોલ્ટે 28 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. રોહિત શર્માની આગેવાનીમાં આઈપીએલ 2021માં મુંબઈ ઈન્ડિયન્સે બીજો મુકાબલો જીત્યો. મેચ દરમ્યાન એક ક્ષણ એવી હતી જેમાં બોલ્ટે બોલને બાઉન્ડ્રી તરફ જતો રોકવા જતા એક અટપટી સ્થિતિ સર્જાઈ હતી. બોલ્ટ ફીલ્ડિંગ ભરી રહ્યા હતા, આ દરમિયાન બોલ્ટ ડેવિડ વોર્નરે મારેલા શોટને રોકવાની કોશિશ કરી હતી. આ શોટ રોકવા જતા તેમના પગનું સંતુલન થોડુ બગડી ગયું હતું. આ જોઈને તેમના ટીમના સભ્ય જેમ્સ નીશેમે ટ્વિટર પર તેમની મજાક ઉડાવી હતી.

આ આખી વાત કેપ્ચર કરીને તેના રિપ્લે બતાવાયો હતો આને આખી ઘટના પર કમેન્ટેટર્સ હસવા લાગ્યા હતા. એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર કમેન્ટ કરાઈ રહી હતી કે, 'બોલ્ટ હવામાં તરે છે? ટ્રેડમિલ પર દોડે છે?'.HBD: સેલ્સમેનની નોકરી કરતા અર્શદ વરસીને ડાન્સના શોખના કારણે બોલીવુડમાં મળી એન્ટ્રી

આ જ પ્રકારની ઘટના ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ સાથે થતા યૂઝર તેને જેઠાલાલ સાથે સરખાવી રહ્યો છે, અને મજાક કરી રહ્યો છે. કેટલાક યૂઝર બોલ્ટના ફોટોઝ સાથે ફોટોશોપ કરી રહ્યા છે અને ટ્રેન્ટ બોલ્ટને ફની કહીને હસી રહ્યા છે.સનરાઈઝર્સ હૈદરાબાદે મેચમાં સારી શરૂઆત કરી, પરંતુ 19.4 ઓવરમાં 137 રન પર ટીમ ઓલઆઉટ થઇ હતી. રાહુલ ચહર (19 રનમાં 3 વિકેટ), જસપ્રીત બુમરાહ ( 14 રનમાં 1 વિકેટ) અને ટ્રેન્ટ બોલ્ટે (28 રનમાં 3 વિકેટ) લીધી હતી. જયારે મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 150 રન કર્યા હતા.

મહેસાણા: નોકરી માટે જાપાન ગયેલા બે દીકરીઓના પિતા સાત મહિનાથી છે હૉસ્પિટલમાં, પરત લાવવા પરિવારની ગુહાર

સનરાઈઝર્સ હૈદરાબાદની છેલ્લી બે મેચ જોવા જઈએ તો તેણે 7.2 ઓવરમાં 67 રન કર્યા હતા. SRHને રિઅલાઈઝ થયું કે તેણે આગળ વધવા માટે ખૂબ મહેનત કરવી પડશે.
Published by:News18 Gujarati
First published:April 19, 2021, 15:00 pm

ટૉપ ન્યૂઝ