ટેસ્ટ ક્રિકેટમાં ટોસને બચાવવા માટે દિગ્ગજોએ નોંધાવ્યો વિરોધ

News18 Gujarati
Updated: May 18, 2018, 2:48 PM IST
ટેસ્ટ ક્રિકેટમાં ટોસને બચાવવા માટે દિગ્ગજોએ નોંધાવ્યો વિરોધ

  • Share this:
ટેસ્ટ ક્રિકેટથી ટોસને ખત્મ કરવાના આઈસીસીના નોટીફિકેશન સામે આવ્યા બાદ આના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતના બે પૂર્વ કેપ્ટનોએ આઈસીસીની આ નિર્ણયનો વિરોધ કર્યો છે. સમાચાર પત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર બિશનસિંહ બેદી અને દિલીપ વેંગસરકરે ટેસ્ટ ક્રિકેટમાં ટોસને ખત્મ કરવાના વિચારને ખોટો ગણાવ્યો છે.

બેદીનું કહેવું છે, "સૌથી પહેલા તો હું તે જાણવા ઈચ્છીશ કે, એક સદીથી પણ વધારે જુની આ ટોસની પરંપરાને ખત્મ કરવા પાછળનું કારણ શું છે? મને આ વાતનો કોઈ મતલબ સમજમાં આવી રહ્યો નથી."

તે ઉપરાંત ભારતના વધુ એક કેપ્ટન દિલીપ વેંગસરકરે કહ્યું છે કે, "આ રમત સાથે પહેલા જ ઘણી બધી છેડછાટ થઈ ચૂકી છે હવે વધારે કરવાની જરૂરત નથી. કેટલીક ચીજોને સમય પર છોડી દેવા જોઈએ." આઈસીસીનું કહેવું છે કે, જો ઘરેલૂ ટીમ દ્વારા સારી પિચ બનાવવાની બાબત પર જ ટોસને ખત્મ કરવામાં આવી રહ્યો છે, તો પછી આ મુશ્કેલીને ન્યૂટ્રલ ક્યૂરેટરને નિયુક્ત કરીને પણ દૂર કરી શકાય છે.

અસલમાં ટોસમાં ટોસની તરફેણ કરનારાઓનું તર્ક છે કે, આનાથી મેજબાની કરનાર ટીમને ફાયદો મળે છે અને આને લઈને ખરાબ પિચ બનાવવાની કેસ સામે આવે છે. ટોસની જગ્યાએ મહેમાન ટીમને બેટિંગ અથવા બોલિંગની પસંદગી કરવાનો વિકલ્પ આપી શકાય છે અને આવું કરવાથી તટસ્થ પિચ બનવાની સંભાવના વધારે થઈ જશે.

જો આઈસીસી ક્રિકેટ સમિતિમાં સહમતિ બને છે તો પછી 2019થી ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થનાર એશિઝ સિરીઝથી ટોસની ભૂમિકા ખત્મ કરવામાં આવી શકે છે. 1877 ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ઈતિહાસની પ્રથમ ટેસ્ટ બાદથી લઈને અત્યાર સુધી ટોસ દરેક ટેસ્ટ મેચનો અભિન્ન અંગ રહ્યો છે અને તેવામાં જો તેને ખત્મ કરવાનો નિર્ણય થઈ જાય છે તો આ ક્રિકેટ માટે ખુબ જ મહત્વપૂર્ણ નિર્ણય હશે.
First published: May 18, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading