Home /News /sport /કારકિર્દીની છેલ્લી વન-ડેમાં સૌથી વધુ રન કરનારા ટોપ-5 બેટ્સમેન, રાહુલ દ્રવિડ પણ છે યાદીમાં શામેલ
કારકિર્દીની છેલ્લી વન-ડેમાં સૌથી વધુ રન કરનારા ટોપ-5 બેટ્સમેન, રાહુલ દ્રવિડ પણ છે યાદીમાં શામેલ
રાહુલ દ્રવિડ – 51.20 Rahul Dravid : ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન 50થી વધુની બેટિંગ એવરેજ સાથે આ લિસ્ટમાં શામેલ છે. તેણે દક્ષિણ આફ્રિકામાં ODIમાં 930 રન બનાવ્યા છે અને તે સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી પછી ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ પણ છે જેમણે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ પછી રવિ શાસ્ત્રીના સ્થાને પદ સંભાળ્યું છે.
આજે અમે ભારતના ટોપ 5 એવા ખેલાડીઓ (Indian Players) વિશે જણાવીશું, જેમણે વન ડે (ODI)માં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે.
ભારત માટે ક્રિકેટ (Cricket) રમવું એ કદાચ થોડી અઘરી વસ્તુ છે. જેનું કારણ છે દેશની આટલી મોટી વસ્તી. વસ્તીના કારણે ભારતમાં સ્પર્ધા પણ વધુ હોય છે. સમયની સાથે હવે ક્રિકેટના ફોર્મેટ પણ બદલાયા છે. ટી-20 અને ટેસ્ટ ક્રિકેટના ફોર્મ પણ બદલાયા છે. કોઈપણ ખેલાડી માટે પોતાનાન કરિયરની અંતિમ મેચ સૌથી મહત્વપૂર્ણ હોય છે. પોતાના અંતિમ મેચમાં (Highest Runs in Last ODI) ખેલાડી પોતાનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો પ્રયત્ન કરે છે. પણ દરેક ખેલાડીઓ આવું શ્રેષ્ઠ પ્રદર્શન નથી આપી શકતા. આજે અમે ભારતના ટોપ 5 એવા ખેલાડીઓ (Indian Players) વિશે જણાવીશું, જેમણે વન ડે (ODI)માં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે.
સુરિંદર અમરનાથ
લાલા અમરનાથના સૌથી મોટા પુત્ર સુરિંદર અમરનાથે વર્ષ 1976થી 1978 દરમ્યાન 10 ટેસ્ટ અને 3 વન ડે મેચ રમી હતી. તે ભારતના પાકિસ્તાન (India vs Pakistan) પ્રવાસનો પણ ભાગ રહી ચુક્યા છે. આ દરમ્યાન 1978માં રમાયેલ મેચમાં તેમણે 75 બોલમાં 62 રન કર્યા હતા. સુરિંદર 145 મેચમાં 8185 રનનો રેકોર્ડ ધરાવે છે. જેમાં તેમણે અણનમ રહીને શ્રેષ્ઠ 235 રન ફટકાર્યા હતા.
રાહુલ દ્રવિડ
રાહુલ દ્રવિડ તેમના મેચમાં વિરોધી ટીમ પર ડોમિનેશન કરવા માટે જાણીતા છે. રાહુલ દ્રવિડ લાંબા સમય સુધી પીચ પર ટકી રહેવા માટે જાણીતા હતા. રાહુલે 344 વન ડે મેચમાં 10,889 રન બનાવ્યા હતા. તેમણે પોતાના કરિયરમાં સૌથી લાંબી ઈનિંગ રમી હતી, જેમાં તે 495 બોલમાં 270 રન બનાવવા માટે 12 કલાક 20 મિનીટ સુધી પીચ પર અણનમ રહ્યા હતા.
રાહુલ દ્રવિડ તેમની અંતિમ વન ડે મેચ ઈંગ્લેન્ડમાં રમ્યા હતા, જ્યાં તેમણે 79 બોલમાં 69 રન ફટકાર્યા હતા. આ સ્કોરમાં 4 ચોક્કાનો પણ સમાવેશ થાય છે. દુર્ભાગ્યથી ભારત આ મેચમાં વિજય મેળવી શક્યું નહીં અને ભારતને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
1970ના દાયકામાં રમનાર આ ક્રિકેટર પોતાના ઓલરાઉન્ડર પરફોર્મન્સ માટે જાણીતા છે. ખાસ કરીને બેટિંગમાં પોતાનું ખાસ યોગદાન આપી તે ટીમને જીતવામાં મદદરૂપ થતા હતા. તેમણે 29 ટેસ્ટ અને 5 વન ડે સિરીઝ રમી છે. તેમણે પોતાના 2 દાયકાના કરિયરમાં ખૂબ સારું પ્રદર્શન કરી બતાવ્યું.
તેમણે પોતાની અંતિમ વન ડે મેચ માન્ચેસ્ટરમાં રમી હતી. 1975માં ન્યૂઝીલેન્ડ વિરુધ્ધ રમાયેલા આ મુકાબલામાં તેમણે 98 બોલમાં 70 રમની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે આ મેચમાં તેમની આ શાનદાર ઇનિંગ પણ ભારતીય ટીમને જીત અપાવી શકી ન હતી.
ગગન ખોડા
ગગન ખોડા એવા ક્રિકેટર છે, જેમણે પોતાના કરિયરની શરૂઆત ખૂબ શાનદાર રીતે કરી હતી, પરંતુ તેઓ આમાં વધુ આગળ ન જઈ શક્યા. તેમણે માત્ર 2 વન ડે સીરિઝ રમી છે.
આ રાઈટ હેન્ડેડ બેટ્સમેને પોતાના અંતિમ વન ડેમાં સૌરવ ગાંગુલી સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. જેમાં તેમણે 129 બોલમાં 89 રન ફટકાર્યા હતા. જેમાં 4 ચોક્કાનો પણ સમાવેશ થાય છે. આ મેચ વર્ષ 1998માં કેન્યા સામે રમાઈ હતી. તેમના દ્વારા કરવામાં આવેલા તેમના અંતિમ મેચના સ્કોર સેકન્ડ હાઈએસ્ટ રહ્યો હતો.
અજય જાડેજા આખા દેશમાં એક જાણીતા ક્રિકેટર છે. અજય તેમની બેટિંગ સ્કીલ્સ અને ફિલ્ડિંગની આવડતને લીધે લોકપ્રિય છે. 1990થી 2000 દરમ્યાન રમાયેલી વન ડે સીરિઝમાં તેમનું યોગદાન મહત્વનું રહ્યું છે. જો કે મેચ ફિક્સિંગ કરવા બાબતે તેમના પર 5 વર્ષનો બેન પણ મુકવામાં આવ્યો હતો.
પોતાના અંતિમ મેચમાં જોડેજાએ 103 બોલમાં 93 રન ફટકાર્યા હતા. પાકિસ્તાન વિરુધ્ધ રમાયેલા આ મેચમાં જાડેજાએ 8 ચોક્કા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. જો કે તે મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. હાલ તે કોમેન્ટેટર તરીકે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર