Home /News /sport /મોહમ્મદ નબીનો શોકિંગ ખુલાસો, પાકિસ્તાન સામે હાર્યા પછી ઉંધની ગોળીઓ લીધી હતી
મોહમ્મદ નબીનો શોકિંગ ખુલાસો, પાકિસ્તાન સામે હાર્યા પછી ઉંધની ગોળીઓ લીધી હતી
ભારત સાથેની મેચ પહેલા મોહમ્મદ નબીએ એક મોટો ખુલાસો કર્યો છે.
અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબીએ ખુલાસો કર્યો છે કે એશિયા કપ 2022માં સુપર 4ની મેચમાં પાકિસ્તાન સામેની હાર પછી તેમની ટીમના ખેલાડીઓએ તરંત જ મેદાન છોડી દીધું હતું. તે પછી ટીમે હોટલ પહોંચીને ગ્રીન ટી અને ઉંધની કેટલીક ગોળીઓ લીધી હતી.
નવી દિલ્હીઃ નિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબીએ ખુલાસો કર્યો છે કે એશિયા કપ 2022માં સુપર 4ની મેચમાં પાકિસ્તાન સામેની હાર પછી તેમની ટીમના ખેલાડીઓએ તરંત જ મેદાન છોડી દીધું હતું. તે પછી ટીમે હોટલ પહોંચીને ગ્રીન ટી અને ઉંધની કેટલીક ગોળીઓ લીધી હતી.
અફઘાનિસ્તાન સુપર 4 માટે ક્વોલિફાઈ થયું
એશિયા કપ 2022 શરૂ થતા પહેલા અફઘાનિસ્તાનની ટીમ પાસેથી ખરેખર કોઈને કઈં જ આશા નહોતી. જોકે તેમણે મોહમ્મદ નબીની કેપ્ટનશીપમાં શાનદાર રીતે પોતાના અભિયાનની શરૂઆત કરી. તેમણે પોતાના અભિયાનની શરૂઆત શ્રીલંકા અને બાંગ્લાદેશની સામે સતત બે જીતની સાથે કરી હતી. આ રીતે અફઘાનિસ્તાન તેના ગ્રુપમાં ટોપ પર પહોંચી ગયું અને સુપર 4 માટે ક્વોલિફાઈ થયું.
નસીમ શાહે છેલ્લી ઓવરના પ્રથમ બે બોલમાં સિક્સ મારી પાકિસ્તાનને જીતાડ્યું
સુપર ફોર ચરણમાં અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ તેનો લય જાળવી શકી નહોતી. તેણે શ્રીલંકા અને પાકિસ્તાનની વિરુદ્ધ સતત બે હારનો સામનો કરવો પડ્યો. બુધવારે પાકિસ્તાનની સામે હાઈ વોલ્ટેજ મેચ હતી. અફઘાનિસ્તાને આ મેચમાં 9 વિકેટ લીધી હતી અને મેચની છેલ્લી ઓવર સુધી લઈ ગયા હતા. જોકે નસીમ શાહે છેલ્લી ઓવરના પ્રથમ બે બોલમાં સિક્સ લગાવીને પાકિસ્તાનને એક વિકેટથી જીત અપાવી હતી.
બીજા જ દિવસે જ અફઘાનિસ્તાનની મેચ ભારત સામે હતી અને ખેલાડીઓ ખૂબ જ થાકેલા હતા. કેપ્ટન મોહમ્મદ નબીએ આગળ કહ્યું કે રમત પછી તે એટલા થાકી ગયા હતા કે તેમણે ભારતની સામે રમવા માટે આરામ કરવા માટે ઉંધની ગોળીઓ લેવી પડી હતી.
ગ્રીન ટી પીધી પછી ઉંધની ગોળીઓ લીધી હતી
ભારતની વિરુદ્ધ ટોસ જીત્યા પછી મોહમ્મદ નબીએ કહ્યું કે ટીમ સાથે વાત કર્યા પછી સીધા જ મેદાનમાંથી નીકળી ગયા હતા, ગ્રીન ટી પીધી અને પછી ઉંધની ગોળીઓ લીધી હતી. તમામ મેચમાં છોકરાઓ ખરેખર સારું રમ્યા છે.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાને 101 રનની હારનો સામનો કરવો પડ્યો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 212 રનનો સ્કોર કર્યો હતો. આ મેચમાં વિરાટ કોહલીએ અણનમ 122 રનની ઈનિંગ રમી. પોતાની ઈનિંગમાં તેમણે 12 ચોક્કા અને 6 સિક્સ મારી હતી. આ તેમની 71મી ઈન્ટરનેશનલ સેન્ચુરી હતી. ટી 20 ઈન્ટરનેશનલમાં આ વિરાટની પ્રથમ સેન્ચુરી છે.
અફઘાનિસ્તાન 8 વિકેટ ગુમાવીને 111 રન જ બનાવી શક્યું. ભુવનેશ્વર કુમારે 4 વિકેટ લીધી હતી. તેની સાથે જ તે યુજવેન્દ્ર ચહલને પછાડીને 84 વિકેટની સાથે ભારતના સૌથી વધુ ટી 20 ઈન્ટરનેશનલ વિકેટ લેનાર બોલર બન્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર