રવિવારે પહેલી ટી-20, કોહલી-ધોની વગર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે ભારત

News18 Gujarati
Updated: November 4, 2018, 7:33 AM IST
રવિવારે પહેલી ટી-20, કોહલી-ધોની વગર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે ભારત
કોહલીને ત્રણ મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્મા તેની ગેર હાજરીમાં ટી-20 ટીમની આગેવાની કરશે.

કોહલીને ત્રણ મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્મા તેની ગેર હાજરીમાં ટી-20 ટીમની આગેવાની કરશે.

  • Share this:
ભારતીય ટીમ પહેલી વખત મહેન્દ્ર સિંહ ધોની વગર રવિવારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પહેલી ટી-20 ક્રિકેટ મેચમાં ઉતરશે. જોકે, વિરાટ કોહલીએ આને ધોની યુગની સમાપ્તિ માનવાની ના પાડી દીધી છે.

બે વખતના વિશ્વ કપ વિજેતા કપ્તાન ધોનીને ભારતીય ટી-20 ટીમમાંથી બહાર કરવાના લગભગ એક અઠવાડીયા બાદ કોહલીએ કહ્યું હતું કે, તે ભારતની રણનીતિ માટેનું અભિન્ન અંગ છે. મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદે પણ કહ્યું કે ધોની માટે ટી-20ના દરવાજા બંધ નથી થયા.

કોહલીને ત્રણ મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્મા તેની ગેર હાજરીમાં ટી-20 ટીમની આગેવાની કરશે.

જેસન હોલ્ડરની કપ્તાનીવાળી વેસ્ટ ઈન્ડિઝની ટીમને ટેસ્ટ શ્રેણીમાં 6 દિવસની અંદર જ 0-2થી પરાજય સહન કરવો પડ્યો. ત્યારબાદ ભારતે પાંચ દિવસની વન-ડે શ્રેણીમાં પણ 3-1થી જીત મેળવી.

કાર્લોસ બ્રેથવેટની આગેવાનીમાં કેરેબિયાઈ ટી-20 ટીમને હરાવવું જોકે ભારત માટે સરળ નહી હોય. મહેમાન ટીમ પોતાની પ્રતિષ્ઠા બચાવવાના ઈરાદે મેદાનમાં ઉતરશે.

ભારત ટીમરોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, શ્રેયસ અય્યર, ઋષભ પંત, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહાલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, ઉમેશ યાદવ, શાહબાજ નદીમ.

વેસ્ટ ઈન્ડિઝ ટીમ
કાર્લોસ બ્રેથવેટ, ફેબિયન એલેન, ડેરેન બ્રાવો, શિમરોન ડેટમેયર, કીમો પોલ, કીરોન પોલાર્ડ, દિનેશ રામદીન, આંદ્રે રસેલ, શેરફેન રદરફોર્ડ, ઓશાને થામસ, ખારી પિયરે, ઓબેદ મૈકાય, રોવમેન પોવેલ, નિકોલસ પૂરાન.
First published: November 3, 2018, 10:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading