હરિયાણાના સુમિત અંતિલે (Sumit Antil) ટોક્યો પેરાલિમ્પિક્સ(Tokyo Paralympics)માં ગોલ્ડ મેડલ જીતી(gold medal)ને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે પ્રથમ વખત પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહ્યો છે. સુમિતે 68.55 મીટર ભાલો ફેંક્યો (Javelin Throw) અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
નવી દિલ્હી: ભારતીય ખેલાડી સુમિત અંતિલ (Sumit Antil)ભાલા ફેકમાં સોમવારે ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં ગોલ્ડ મેડલ જીતી(gold medal)ને ઈતિહાસ રચ્યો હતો. તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની સાથે વખતે ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. પેરાલિમ્પિક ગેમ્સમાં પ્રથમ વખત રમતા, સુમિતે ભાલા ફેંકવાની F-64 ઇવેન્ટના બીજા પ્રયાસમાં 68.08 મીટરનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ તેણે તેના પાંચમા પ્રયાસમાં સુધારો કર્યો અને 68.55 મીટરના થ્રો સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
સુમિતે તેના પ્રથમ પ્રયાસમાં 66.95 મટ દૂર ભાલો ફેંકીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ત્રીજા પ્રયત્નમાં 65.27, ચોથા પ્રયત્નમાં 66.71 અને પાંચમાં પ્રયત્નમાં 68.55 મીટર દૂર થ્રો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના માઈકલ બરિયને 66.29 મીટર થ્રોની મદદથી સિલ્વર મેડલ જીત્યો હતો. શ્રીલંકાએ દુલન કોડિથુવક્કુએ 65.61 મીટરનો થ્રો ફેકીને બ્રોન્જ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં F-44 ક્લાસમાં ભારતના જ સંદિપ ચોથા સ્થાન પર રહ્યા હતા જેણે સીઝનું તેનું સૌથી શ્રેષ્ટ પ્રદર્શન કરીને 62.20 મીટરનો થ્રો કર્યો હતો.
માર્ગ અકસ્માતમાં ગુમાવ્યા હતા બંન્ને પગ
આશરે 6 વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં પોતાના પગ ગુમાવનાર સુમિત હાર માન્યા વિના જ મહેનત કરતા રહ્યા અને આ સિદ્ધિ હાસલ કરી હતી, હરિયાણાના રહેવાસી ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ છે. સુમિત જ્યારે 7 વર્શષ હતો ત્યારે એરફોર્સમાં નોકરી કરતા તેના પિતાનું બિમારીને કારણે મોત થયું હતું. 2015માં જ્યારે સુમિત ટ્યુશનથી પાછો ફરી રહ્યો હતો ત્યારે એક ટ્રેક્ટર-ટ્રોલીની ટક્કર મારી દીધી હતી જે અકસ્માતમાં સુમિતના બંન્ને પગો ગુમાવ્યા પડ્યા હતા અને કેટલાક મહિનાઓ સુધી ખાટલામાં પડ્યો રહ્યો હતો.
નિશાનેબાજ અવનિ લેખરાએ પણ જીત્યો છે ભારત માટે ગોલ્ડ
ભારતીય નિશાનેબાજ અવનિ લેખરા (Avani Lekhara)એ ટોક્યો પેરાલિમ્પિક રમત (Tokyo Paralympics)માં ગોલ્ડ જીતી ઇતિહાસ રચી દીધો છે. અવનિએ મહિલાઓને 10 મીટર એર રાઇફલનાં ક્લાસ એસએચ1 ફાઇનલમાં 249.6 પોઇન્ટ બનાવી વિશ્વ રેકોર્ડની બરાબરી કરી અને પ્રથમ સ્થાન હાંસેલ કર્યું છે. તેણે ચીનની ઝાંગ કુઇપિંગ (248.9 પોઇન્ટ)ને પાછળ પાડી. અને યુક્રેનની ઇરિયાના શેતનિક (227.5) પોઇન્ટ બનાવી કાંસ્ય પદક જીત્યું છે. ભારતનાં પેરાલિમ્પિક ખેલમાં નિશાનેબાજી સ્પર્ધામાં આ પહેલો પદક છે. ટોક્યો પેરાલિમ્પિક (Paralympics 2020)માં આ દેશનો પહેલો સુવર્ણ પદક છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર