Tokyo Paralympics 2020: ભારતીય નિશાનેબાજ સિંહરાજ અદાના (Singhraj Adhana)નાં મેન્સ 10 મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. તેણે મંગળવારે ફાઇનલમાં 216.8નો સ્કોર કર્યો છે. શૂટિંગમાં ભારતનો આ બીજો મેડલ છે. તેણે પહેલાં વીમેન્સ 10 મીટર એર રાઇફલ SH1 ઇવેન્ટમાં અવનિ લેખરાએ ભારતની ઝોલીમાં ગોલ્ડ મેડલ આપ્યો હતો. 10 મીટર એર પિસ્તલ SH1 ઇવેન્ટમાં ક્વોલિફિકેશનમાં શીર્ષ પર રહેનાર ભારતે એક વધુ નિશાનેબાજ મનીષ નરવાલ ફાઇલનનાં શરૂઆતનાં સ્ટેજમાં જ બહાર થઇ ગયો હતો.
અધાનાએ બ્રોન્ઝ મેડલની સાથે જ આ ખેલમાં ભારતનો 8મો મેડલ છે. અવનિ ઉપરાંત સુમિત અંતિલમાં મેન્સ જેવલિનમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર ચીનની ઝોલીમાં આવી ગયો છે.
રુબીનાનો તુટ્યો વર્લ્ડ રેકોર્ડ- તો મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1ની ફાઇનલમાં ભારતની રુબિના ફ્રાન્સિંસ 7માં સ્થાન પર રહીં. તેણે 128,1નો સ્કોર કર્યો છે અને આ સાથે જ તે એલિમિનેટ થઇ ગઇ. ઇરાનની સારેહ જાવનમર્તીએ વર્લ્ડ રેકોર્ડની સાથે ગોલ્ડ જીત્યો. તેણે 239.2નો સ્કોર કરી રુબીનાનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો. રુબીનાનાં નામે 238.1નો રેકોર્ડ હતો.
ભારતીય ખેલાડીએ પહેલી સીરીઝમાં 6.6 પર નિશાન લગાવ્યું હતું. તેમ છતાં પહેલું સ્ટેજ પૂર્ણ થયા બાદ 93.1નાં સ્કોર સાથે તે ચોથા સ્થાન પર રહી હતી. જે બાદ એલિમિનેશન રાઉન્ડ શરૂ થયો અને તેને પોાતને બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો પણ તે સફળ ન રહી. તે 8 નશાનેબાજમાંથી એક એલિમિનેટ થામાં બીજા નંબરની નિશાનેબાજ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર