Tokyo 2020 Paralympics Games: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ગુજરાત સહિત ભારતનું ગૌરવ વધાવનારી ભાવિના પટેલને (Bhavina Patel Wins Silver Medal) ટ્વીટ કરીને અભિનંદન આપ્યા છે. ભારતીય પેરા ટેબલ ટેનિસ પ્લેયર (Indian Para Table Tennis Player) ભાવિના પટેલ ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics 2020) ટેબલ ટેનિસની ફાઇનલ મેચમાં ચીનની ખેલાડી ઝાઉ યિંગની સામે 11-7, 11- 5, 11-6થી હારતાં ભલે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હોય, પરંતુ તેણે દેશનું નામ રોશન કર્યું છે.
ભાવિના પટેલની ઐતિહાસિક સિદ્ધિ મળતાં વડાપ્રધાન મોદી (PM Modi)એ શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, વિલક્ષણ ભાવિના પટેલે ઈતિહાસ રચી દીધો છે. તેઓ ઐતિહાસિક સિલ્વર મેડલને લઈ ઘરે પરત ફરશે. આ સિદ્ધિ મેળવવા માટે તેમને શુભેચ્છાઓ. તેમની જીવન યાત્રા પ્રેરિત કરનારી છે અને વધુ યુવા વર્ગને રમતો પ્રત્યે આકર્ષિત કરશે.
The remarkable Bhavina Patel has scripted history! She brings home a historic Silver medal. Congratulations to her for it. Her life journey is motivating and will also draw more youngsters towards sports. #Paralympics
વડાપ્રધાન મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind)એ પણ ભાવિના પટેલની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિ કોવિંદે પોતાના ટ્વીટમાં લખ્યું કે, ભાવિની પટેલે સિલ્વર મેડલ જીતીને ભારતીય ખેલાડીઓ અને રમત-ગમત પસંદ કરતા લોકોને પ્રેરણા પૂરી પાડી છે. તમારા અસાધારણ સંકલ્પ અને કુશળતાએ ભારતને ગૌરવ અપાવ્યું છે. આ અસાધારણ સિદ્ધિ બદલ આપને અભિનંદન.
Bhavina Patel inspires the Indian contingent and sportslovers winning silver at #Paralympics. Your extraordinary determination and skills have brought glory to India. My congratulations to you on this exceptional achievement.
ભાવિના પટેલે (Bhavina Patel) સિલ્વર મેડલ જીતતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પણ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે. રાહુલે લખ્યું કે, ભાવિના પટેલને સિલ્વર મેડલ જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ભારત આપની સિદ્ધિને બિરદાવે છે. તમે ભારતનું ગૌરવ વધાર્યું છે.
નોંધનીય છે કે, ભાવિના પટેલે સેમીફાઇનલમાં જીત મેળવી સરળ નહોતી. ભાવિનાએ શાનદાર રમતનું પ્રદર્શન કરતાં વર્લડ રેકિંગમાં નંબર ત્રણ ચીની ખેલાડી મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8ના અંતરથી મ્હાત આપી હતી. ફાઇનલમાં પહોંચવાની સાથે ભાવિના પટેલે ભારત માટે ટોક્યો પેરાલિમ્પિકમાં ગેમ્સમાં મેડલ પાકો કરી દીધો હતો. સાથોસાથ તેઓ પેરાલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી ભારતની પહેલી ટેબલ ટેનિસ ખેલાડી બની હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર