નવી દિલ્લી: ભારતના નિષાદ કુમાર (Nishad Kumar)એ ટોક્યો પેરાઓલિમ્પિકમાં સિલ્વર (Tokyo Paralympics) મેડલ જીત્યો છે. તેણે પુરુષોની ઉંચી કૂદ T-47 ઈવેન્ટમાં દેશ સિલ્વર મેડલ જીત્યો છે. નિષાદે આ ઈવેન્ટની ફાઈનલ (Final)માં 2.06 મીટર ઉંચો કૂદકો માર્યો અને એશિયન ગેમ્સના રેકોર્ડની બરાબરી કરી હતી. ભારતનું આ ગેમમાં બીજુ મેડલ છે.
આ જ ઇવેન્ટની ફાઇનલમાં ભારતનો બીજો પેરા-એથ્લીટ રામપાલ ચાહર 5માં નંબરે રહ્યો હતો. જોકે તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 1.94 મીટર કૂદકો લગાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi), ખેલમંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) અને પેરાલિમ્પિક સમિતિના વડા દીપા મલિકે નિશાદને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા છે.
પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, 'ટોક્યોથી વધુ એક ખુશખબર આવી છે. નિષાદ કુમારે પુરુષોની હાઈ જમ્પ T-47માં સિલ્વર મેડલ જીત્યો, જે મને ખૂબ જ ખુશ કરે છે. તે ઉત્તમ કુશળતા અને મહેનતથી એક મહાન રમતવીર બની ગયો છે, તેને ઘણા અભિનંદન.
નિષાદ પહેલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન (Bhavina Ben Patel) પટેલે સિલ્વર મેડલ જીતીને ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના મેડલનું ખાતું ખોલાવ્યું હતું. મહિલા સિંગલ્સ વર્ગ 4ની ફાઇનલમાં ભાવિનાને ચીનની ઝોઉ યિંગ સામે 11-7, 11-5, 11-6થી હાર મળી હતી.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાવિના પટેલને અભિનંદન પાઠવી ટ્વિટર પર લખ્યું, 'ભાવિના પટેલે ઇતિહાસ સર્જ્યો છે, તેમનું જીવન પ્રેરણાદાયક છે અને વધારે ખેલાડીઓને રમત તરફ ખેંચશે." કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ભાવિના પટેલને અભિનંદન પાઠવતાં ટ્વિટર પર લખ્યું, 'તમે દેશને ગૌરવ અપાવ્યું છે.'
ભાવિના પટેલના પિતા હસમુખભાઈ પટેલે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું, 'તેણે અમારું ગૌરવ વધાર્યું છે. અમે એમનું ભવ્ય સ્વાગત કરીશું.' આ પહેલાં પણ ભાવિના પટેલના પિતા હસમુખભાઈ પટેલે સમાચાર એજનસી એએનઆઈ સાથે વાત કરતાં કહ્યું, 'હું આજે બહુ જ ખુશ છું. ભાવિના છેલ્લાં 20 વર્ષથી ટેબલ ટેનિસ રમી રહી છે, આ એનું જ પરિણામ છે.' મહત્ત્વનું છે કે, આ ઐકિહાસિક જીત બાદ ભાવિના પટેલનાં વતન મહેસાણામાં ઉત્સાહનો માહોલ છવાયો છે. પરિવાર અને ગામજનોએ એકબીજાને મીઠાઇ ખવડાવી અને ગરબા રમીને ઉજવણી કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર