Home /News /sport /Tokyo Paralympics:ભાવિનાબેન પટેલે રચ્યો ઈતિહાસ, ટેબલ ટેનિસના ફાઈનલમાં પહોંચી મેડલ પાક્કો કર્યો
Tokyo Paralympics:ભાવિનાબેન પટેલે રચ્યો ઈતિહાસ, ટેબલ ટેનિસના ફાઈનલમાં પહોંચી મેડલ પાક્કો કર્યો
તસવીર- SAIMedia
Tokyo Paralympics: મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલ (Bhavina Patel)એ ઈતિહાસ રય્યો છે. તેમણે સેમીફાઈનલમાં પહોંચીને ભારત માટે મેડલ નક્કી કર્યો છે. તે પહેલી વાર પૈરાઓલિમ્પિક રમતમાં ઉતરી રહી છે.
નવી દિલ્લી: મહિલા ટેબલ ટેનિસ (Woman table tennis) ખેલાડી ભાવિનાબેન પટેલે (Bhavina Patel) ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિક ગેમ્સ (Tokyo Paralympics)માં ભારત માટે પ્રથમ મેડલ પાક્કો કર્યો છે. ભાવિના સેમીફાઈનલમાં પહોંચતાની સાથે જ મેડલની પુષ્ટિ થઈ ગઈ છે. તેણીએ ક્વાર્ટર ફાઇનલ મેચમાં સર્બિયાની બોરીસ્લાવા રેન્કોવિચ પેરિકને સતત ત્રણ ગેમમાં 11-5, 11-6, 11-7થી હરાવી હતી. મહિલા સિંગલ્સ (Woman singal) વર્ગ 4 કેટેગરીમાં, ભાવિનાબેને અગાઉ ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝિલની જોયસ ડી ઓલિવિરાને હરાવી હતી. જોયસે 2016 રિયો પેરાલિમ્પિક્સમાં (rio olympics) ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભાવનાબેન પટેલ સેમિફાઇનલમાં પહોંચનાર દેશના પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી છે. 34 વર્ષના ભાવિનાબેને ક્વાર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવ્યો હતો. તેણે આ મેચ માત્ર 18 મિનિટમાં જીતી લીધી હતી. તેણી શનિવારે સેમિફાઇનલમાં ચીનની ઝેંગ મિયાઓ સામે ટકરાશે. જો ભાવિનાબેન આ મેચ જીતી જાય, તો તે ગોલ્ડ મેડલ માટેની મેચમાં પ્રવેશ કરશે.
Bhavina and Sakina make us so proud... And just waiting to see which color medal Bhavina makes confirms a medal .... Tommoro morning match is going to script history and we want to see a brighter shade of the medal.. @BhavinaPatel6 we are so proud of you .. @IndiaSportspic.twitter.com/gb6uzajetM
પેરા ટેબલ ટેનિસમાં 11 કેટેગરી છે. 1 થી 5 કેટેગરીના ખેલાડીઓ વ્હીલચેરમાં રમે છે. વર્ગ 6 થી 10 ના ખેલાડીઓ ઉભા રહીને રમી શકે છે. વર્ગ 11 ના ખેલાડીઓ માનસિક અસ્વસ્થ હોય છે. ભારતની ભાવિનાબેન પટેલે પણ વ્હીલચેરની મદદથી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિ (IPC) ની સંચાલન સમિતિએ 2017માં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશનની તમામ મેડલ ઇવેન્ટ્સમાં ત્રીજા સ્થાને પ્લે-ઓફ દૂર કરવા અને હારી ગયેલા સેમિફાઇનલિસ્ટ બંનેને બ્રોન્ઝ મેડલ આપવાની વિનંતી સ્વીકારી હતી. ભારતીય પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ દીપા મલિકે ટ્વિટર પર જાહેર કરેલા વીડિયોમાં કહ્યું, 'તે નિશ્ચિત છે કે, અમે તેને મેડલ જીતતા જોઈશું. કાલે સવારની મેચ (સેમી ફાઇનલ) તે નક્કી કરશે કે તે કયો મેડલ જીતશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર