Tokyo Paralympics 2020: ટોક્યો પેરાલિમ્પિકમાં કૃષ્ણા નાગરે (Krishna Nagar) ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. SH6 ક્લાસ ફાઇનલમાં કૃષ્ણા નાગરે હોંગકોંગના ચુ માન કેઇને 21-17, 16-21, 21-17થી હરાવ્યો. ટોક્યો પેરાલિમ્પિકમાં (Tokyo Paralympics) બેડમિંટનમાં (Badminton) આ ભારતનો ચોથો મેડલ છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ (Tokyo Paralympics India Medal Tally) છે. કૃષ્ણા નાગર પહેલા બેડમિંટનમાં પ્રમોદ ભગત (Pramod Bhagat) ગોલ્ડ, સુહાસ યતિરાજ (Suhas Yathiraj) સિલ્વર અને મનોજ સરકાર (Manoj Sarkar) બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે.
તેની સાથે જ ટોક્યો ઓલમ્પિકમાં ભારતના મેડલોની સંખ્યા 19 થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધી 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારત ટોક્યો પેરાલિમ્પિકમાં નિશાનેબાજીમાં 5 અને બેડમિંટનમાં 4 મેડલ જીતી ચૂક્યું છે.
Tokyo Paralympics, Badminton Men's Singles SH6: Krishna Nagar beats Kai Man Chu to win Gold pic.twitter.com/r6jpcFhxuc
રાજસ્થાનના (Rajasthan) જયપુરના રહેવાસી 21 વર્ષીય કૃષ્ણા નાગરે (Krishana Nagar) એપ્રિલમાં દુબઈમાં પેરા બેડમિંટન આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. નાગરે SH6 વર્ગમાં મેડલ જીત્યો છે જેમાં નાના કદના ખેલાડીઓ રમે છે. જ્યારે કૃષ્ણા માત્ર 2 વર્ષનો હતો ત્યારે ડૉક્ટરોએ કહ્યું હતું કે તેની ઊંચાઈ નહીં વધે. ઘરમાં બધા ભાઈ -બહેનો, માતા –પિતાની ઊંચાઈ સામાન્ય છે, પરંતુ કૃષ્ણ નાગરની ઊંચાઈ 4.6 ફૂટથી વધી શકી નથી.