Tokyo Paralympics: ગુજરાતની દીકરીએ વગાડ્યો ડંકો, ભાવિના પટેલે પેરાલિમ્પિક ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો

Tokyo Paralympics 2020: ભાવિના પટેલ ટોક્યો પેરાઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ ચૂકી, ચીની ખેલાડી સામે હારતા મળ્યો સિલ્વર

Tokyo Paralympics 2020: ભાવિના પટેલ ટોક્યો પેરાઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ ચૂકી, ચીની ખેલાડી સામે હારતા મળ્યો સિલ્વર

  • Share this:
    નવી દિલ્હી. ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ (Bhavina Patel) ટોક્યો પેરાઓલમ્પિકમાં (Tokyo Paralympics) ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગઈ છે. ફાઇનલમાં ચીનની ખેલાડી સામે તેને હારનો સામનો કરવો પડ્યો છે. તેને સિલ્વર મેડલથી જ સંતોષ કરવો પડશે. ભાવિના પટેલ ચીની ખેલાડી Zhou Ying સામે 11-7, 11- 5, 11-6થી ફાઇનલ હારી ગઈ છે. નોંધનીય છે કે, ગુજરાતની દીકરી તરીકે પેરાઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ભાવિના પટેલે (Bhavina Patel win Silver Medal) ડંકો વગાડી દીધો છે.

    ગુજરાતનું ગૌરવ (Pride of Gujarat) એવી ભાવિના પટેલે ભારતને ઐતિહાસિક સિલ્વર મેડલની ભેટ આપી છે. તેની સાથે જ ટોક્યો ઓલમ્પિકની જેમ જ ભારતનું ખાતું સિલ્વર મેડલ સાથે ખુલ્યું છે. ટોક્યો ઓલમ્પિકમાં વેટલિફ્ટર મીરાબાઇ ચાનૂએ સિલ્વર મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. દુનિયાની નંબર એક ચીની ખેલાડી સમગ્ર મેચમાં ભારતીય ખેલાડી પર હાવી રહી.



    ભાવિના પટેલ પેરાઓલમ્પિક રમતોના ઈતિહાસમાં ભારત તરફથી મેડલ જીતનારી માત્ર બીજી મહિલા છે. દીપા મલિક પેરાઓલમ્પિક રમતોમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા છે. તેણે રિયો ઓલમ્પિક 2016માં ગોળા ફેંકમાં 4.61 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. તેનો કમરની નીચેનો હિસ્સો લકવાગ્રસ્ત હતો.

    ભાવિનાને નાનપણથી જ પોલિયો થઈ ગયો હતો


    ભાવિના પટેલને 12 મહિનાની ઉંમરથી જ પોલિયો થઈ ગયો હતો. પેરા ટેબલ ટેનિસમાં કુલ 11 કેટેગરી હોય છે. કેટેગરી 1થી 5 સુધીના એથ્લીટ વ્હીલચેર પર રમે છે. ક્લાસ 6થી 10 સુધીના એથ્લીટ ઊભા રહીને રમે છે. ક્લાસ-11ના એથ્લીટોમાં માનસિક સમસ્યા હોય છે. ભારતની ભાવિના પટેલે પણ વ્હીલચેરના સહારે પોડિયમ સુધીની સફર કરી છે.

    આ પણ વાંચો, IND vs ENG: રવિન્દ્ર જાડેજાને હોસ્પિટલમાં લઈ ગયા, ઈંગ્લેન્ડથી આવ્યા મોટા સમાચાર


    ફાઇનલ મેચ પહેલા ભાવિના પટેલે જણાવ્યું હતું કે, હું મારી જાતને દિવ્યાંગ માનતી નથી. હું હંમેશા માનતી હતી કે, હું કાંઈ પણ કરી શકું છું અને મેં સાબિત કર્યું છે કે, આપણે કોઈથી ઓછા નથી. પેરા ટેબલ ટેનિસ પણ અન્ય રમતોથી ઉતરતી નથી. હું ચીન સામે રમી છું અને હંમેશા કહેવામાં આવે છે કે, ચીનને હરાવવું સહેલું નથી. મેં આજે સાબિત કર્યું કે, કશું જ અશક્ય નથી. અમે કાંઈપણ કરી શકીએ છીએ.

    આ પણ વાંચો, IND VS ENG: લીડ્સ ટેસ્ટમાં કેમ ભારતને મળી શરમજનક હાર? જાણો ઈન્ડિયાની હારના 5 મોટા કારણ


    ભાવિના પટેલની મહેનત રંગ લાવી

    ભાવિના પટેલે જણાવ્યું હતું કે, મારો દિવસ સવારે ચાર વાગ્યે શરૂ થાય છે અને હું ધ્યાન અને યોગ દ્વારા માનસિક એકાગ્રતા લાવવાનો પ્રયત્ન કરું છું. ઘણી વખત મેચ દરમિયાન ઉતાવળમાં ભૂલો કરીએ છીએ અને પોઇન્ટ ગુમાવીએ છીએ પરંતુ મેં મારા વિચારોને નિયંત્રણમાં રાખ્યા છે. તેના કારણે જ હું અહીં પહોંચી શકી છું. હું સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ટોપ્સ, પીસીઆઈ, સરકાર, ઓજીક્યુ, અંધ જનસંઘ અને મારા પરિવારનો પણ આભાર માનું છું.
    Published by:Mrunal Bhojak
    First published: