વૈશ્વિક મહામારીને કારણે એક વર્ષ બાદ થઈ રહેલ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં સંક્રમણ ફેલાવવાની શક્યતાના કારણે દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ખેલાડીઓને એક અલગ માહોલમાં રાખવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ટ્રાન્સજેન્ડર (Transgender) ખેલાડીઓ રમતોમાં ભાગ લઈ શકે કે કેમ? તે અંગે વિવાદ થયો છે. આ વર્ષે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં કેટલાક ટ્રાન્સ ખેલાડીઓએ ભાગ લેતા તે અંગે વિવાદ સર્જાયો છે. અનેક લોકો કહી રહ્યા છે કે રમતની પારદર્શિતા પર જોખમ ઊભું થયું છે. કેટલાક લોકોની વિચારધારા અલગ છે.
ન્યૂઝીલેન્ડના વેઈટલિફ્ટર લૉરેલ હબ્બાર્ડે ટોક્યો ઓલિમ્પિકમાં ટ્રાન્સ એથ્લીટ તરીકે ભાગ લેતા સૌથી પહેલા આ વિવાદ સર્જાયો હતો. પહેલી વાર કોઈ ટ્રાન્સ એથ્લીટે આ પ્રકારે રમતોમાં ભાગ લીધો છે. ખાસ રમતો એટલે કે, ઉચ્ચ પ્રદર્શનવાળી રમતોમાં ટ્રાન્સ ખેલાડીઓના ભાગ લેવા અંગે અધ્યયન કરવામાં આવ્યું છે. પણ ટ્રાન્સ એથ્લીટોએ વિશિષ્ટ રમતોમાં ભાગ લેવા અંગે કોઈ અધ્યયન સામે આવ્યું નથી.
અમેરિકી સેના પર થયું હતું અધ્યયન
ઓલિમ્પિક રમતો પહેલા આ વિષય અંગે કેટલાક લેખ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. અમેરિકી સેનામાં સર્વિસ દરમિયાન કેટલાક લોકોમાં ખાસ ફેરફાર થતા તે અંગે અધ્યયન કરવામાં આવ્યું હતું. આ લેખમાં જણાવવામાં આવ્યું હતું, કે ટ્રાન્સ મહિલાઓમાં ફેમિનાઈઝિંગ હૉર્મોન થેરેપી બાદ પણ તેમનામાં ન્યૂનતમ પરફોર્મન્સમાં જોવા મળી હતી. આ થેરાપીમાં ટેસ્ટેસ્ટોરોનનું સ્તર ઓછું કરવામાં આવે છે અને એસ્ટ્રોજન વધારવામાં આવે છે.
શું અંતર જોવા મળ્યું હતું
ડીડબલ્યૂના રિપોર્ટ અનુસાર અધ્યયનમાં જાણવા મળ્યું હતું, કે એક વર્ષ સુધી ટ્રાન્સ મહિલાઓ પર હૉર્મોન થેરેપી કરતા તેઓ અન્ય મહિલાઓ કરતા પણ સારુ પ્રદર્શન કરી રહી હતી. આ મહિલાઓ એટલે કે, સામાન્ય મહિલાઓને સિસજેન્ડર (Cisgender) મહિલાઓ કહેવામાં આવે છે. બે વર્ષ બાદ આ અંતર ખૂબ જ ઓછું થઈ ગયું હતું ત્યાર બાદ ટ્રાન્સ મહિલાઓ વધુ 12 ટકા ઝડપથી ભાગી રહી હતી.
સંશોધનકર્તાઓ જણાવે છે કે, ટોપ 10 મહિલાઓમાં આવવા માટે એક મહિલા દોડવીરે મહિલા દોડવીર કરતા સરેરાશ 29 ટકા વધુ ઝડપથી દોડવાનું રહે છે. વિશિષ્ટ દોડવીર બનવા માટે સરેરાશ 59 ટકા વધુ ઝડપથી દોડવાનું રહે છે. સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટ ટોમી લુંડબર્ગને અન્ય અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ફેમેનાઈઝિંગ થેરેપીમાંથી પસાર થનાર ટ્રાન્સ મહિલાઓમાં એક વર્ષ બાદ પણ સામર્થ્ય સ્તર તેવું જ જોવા મળ્યું હતું.
શું ફાયદો થઈ શકે?
હવે સવાલ ઊભો થાય છે કે, શું ટ્રાન્સ મહિલાઓને આ બાબતનો લાભ રમતોમાં મળે છે? અનુભવના આધાર પર માનવામાં આવ્યું છે કે હોર્મોન થેરેપી વગર લાભ મળે છે, પરંતુ હોર્મોન થેરેપી લીધા બાદ કેટલીક મહિલાઓ પોતાનું સામર્થ્ય જાળવી રાખે છે. બ્રિટનની લોગબોરો યુનિવર્સિટીની ચિકિત્સકીય ભૌતિકવિદ જુઆના હાર્પર જણાવે છે કે, ટ્રાન્સ મહિલાઓને હોર્મોન થેરેપી બાદ ખૂબ જ લાભ થાય છે.
આ નિર્ણાયક નથી
યોગ્ય એથ્લીટ બનવા માટે તાકાત અને સામર્થ્યની સાથે શરીરનું ઓછું વજન, સહન શક્તિ, સ્થાયિત્વ અને જોશ જેવા અન્ય વિશેષ પરિબળોની જરૂરિયાત રહે છે. અન્ય કેટલાક ખાસ પરિબળ એટ્લે કે, હીમોગ્લોબિન સ્તર યોગ્ય હોવું ખૂબ જ જરૂરી છે. ટેસ્ટોસ્ટેરોન દબાવનાર દવા અને અન્ય દવાઓ સિસજેન્ડર મહિલાઓની સરખામણીએ ટ્રાંસ મહિલાઓમાં હીમોગ્લોબીનનું સ્તર ઓછું કરી દે છે.
રમતોમાં પારદર્શિતા લાવવા માટે માત્ર હૉર્મોન થેરેપી જરૂરી નથી. થેરેપી લીધા બાદ માંસપેશીઓની તાકત ઓછી થતી નથી. સિસજેન્ડર મહિલાઓ અને સામાન્ય મહિલાઓમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 0, 3 અને 2 નોનો મોલ પ્રતિ લીટર હોવું જોઈએ. આ એક અલગ લેબ માટે હોઈ શકે છે. પુરુષોમાં આ સ્તર 9.3 થી 32.2 નોનો મોલ પ્રતિ લીટર હોય છે. IOC અનુસાર ટ્રાન્સ મહિલાઓ ભાગ લઈ શકે છે. રમતોમાં ભાગ લે તે પહેલાના એક વર્ષ સુધી ટેસ્ટોસ્ટેરોન સ્તર 10 નોનો મોલ પ્રતિ લીટર હોવું જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર