Tokyo Olympics: કઝાકનો ખેલાડી બચકાં ભરતો રહ્યો પરંતુ પહેલવાન રવિ દહિયાએ પકડ ન છોડી

વીરેન્દ્ર સહેવાગે પોસ્ટ કરેલી તસવીર.

Tokyo Olympics Wrestling Final: ફ્રીસ્ટાઇલ પહેલવાન રવિ કુમાર દહિયા (Ravi Kumar Dahiya)એ પુરુષોના 57 કિલોગ્રામ વર્ગમાં ફ્લાઇનલ માટે ક્વૉલીફાઇ કર્યું છે. આ મુકાબલાની અમુક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

  • Share this:
    Tokyo Olympics: ટોક્યો ઓલિમ્પિકમાં કુસ્તીની મેચ (Tokyo Olympics Wrestling Final)માં ભારત માટે બુધવારનો દિવસ ખૂબ મહત્ત્વનો રહ્યો હતો. કારણ કે ફ્રીસ્ટાઇલ પહેલવાન રવિ કુમાર દહિયા (Ravi Kumar Dahiya)એ પુરુષોના 57 કિલોગ્રામ વર્ગમાં ફ્લાઇનલ માટે ક્વૉલીફાઇ કર્યું છે. જોકે, આ મુકાબલાની અમુક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં જોઈ શકાય છે કે સામેનો ખેલાડી રવિ દહિયાના હાથ પર સતત બચકા ભરતો હતો. જોકે, રવિએ હાથની પકડ છોડી ન હતી અને ભારત માટે એક મેડલ પાક્કો કર્યો હતો. ફાઇલમાં પહોંચતા જ રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં કુશ્તીમાં ભારત માટે એક મેડલ પાક્કો કરી લીધો છે. હવે તેની નજર ગોલ્ડ મેડલ પર રહેશે.

    રમત દરમિયાન સામેના ખેલાડીએ ખેલ ભાવના દાખવી ન હતી. 23 વર્ષીય દહિયાની લડાઈ કઝાકિસ્તાનના નૂરિસ્લામ સનાયેવ (Nurislam Sanayev) સામે હતી. દહિયા નૂરિસ્લામ સામે 7-9થી પાછળ ચાલી રહ્યો હતો. આ સમયે તેણે વિક્ટ્રી બાઈ ફૉલના માધ્યમથી જીત નિશ્ચિત કરી લીધી હતી. જોકે, આ દરમિયાન કઝાકિસ્તાનના પહેલવાન રવિ દહિયાને પોતાના પરથી હટાવવા માટે સતત રવિના હાથ પર બચકા ભર્યાં હતાં. જોકે, રવિએ પકડ છોડી ન હતી.

    આ પણ વાંચો: ભારતીય હોકી ટીમે રચ્યો ઈતિહાસ, જર્મનીને 5-4થી હરાવી જીત્યો બ્રોન્ઝ મેડલ

    પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે આ ઘટના પર નિરાશા વ્યક્ત કરતા લખ્યું છે કે, આ ઓગ્ય નથી. જોકે, તેનાથી આપણા રવિ દહિયાનો ઉત્સાહ ઘટ્યો નથી. તેણે હાથ પર બચકાં ભરી લીધા હતા. કઝાકિસ્તાનના હારેલા નૂરિસ્લામ સનાયેવ આ ખૂબ જ શરમજનક છે. રવિ, ગજબ, તે કુસ્તીમાં અમારી છાતી ફૂલાવી દીધી.

    રવિ દહિયાની જીત સાથે જ આખા દેશમાં જશ્ન શરૂ થઈ ગયો છે. જોકે, આ દરમિયાન કોઈનું આ વાત પર ધ્યાન ગયું ન હતું. બાદમાં માલુમ પડ્યું કે મુકાબલો અંતિમ ક્ષણોમાં હતો ત્યારે કઝાકિસ્તાનનો ખેલાડી ભારતીય ખેલાડીના હાથ પર બચકાં ભરી રહ્યો હતો. કઝાકિસ્તાનના ખેલડીની આવી કરતૂતથી લોકો ખૂબ ગુસ્સામાં છે. દહિયા હવે પાંચમી ઓગસ્ટના રોજ ગોલ્ડ મેડલ માટે મુકાબલામાં ઉતરશે. આ પહેલા સુશીલ કુમારે 2012 લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

    આ પણ વાંચો: સુરત: ભાઈને રેડિએશનથી બચાવશે ગાયના છાણમાંથી બનેલી રાખડી, ગોબરમાંથી બનેલી રાખડી બની આકર્ષણનું કેન્દ્ર

    સોશિયલ મીડિયા પર જે તસવીરો સામે આવી છે તેમાં કઝાકિસ્તાનના ખેલાડીને કરતૂત સ્પષ્ટ જોઈ શકાય છે. દહિયાએ ફાઇલનમાં જગ્યા બનાવતાની સાથે જ ભારત માટે ચોથો મેડલ પાક્કો કરી લીધો છે. આ પહેલા મીરાબાઈ ચાનુએ સિલ્વર, બેડમેન્ટનમાં પીવી સિંધુએ બ્રોન્ઝ, બુધવારે લવલીના બોરગહેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ગુરુવારે ભારતીય હૉકી ટીમ પણ સિલ્વર મેડલ પાક્કો કર્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: