Tokyo Olympics, Badminton: પીવી સિંધુ સેમીફાઇનલમાં, સતત બીજા ઓલમ્પિક મેડલથી એક જીત દૂર

Tokyo Olympics: પીવી સિંધુએ મેજબાજ જાપાનની અકાને યામાગુચીને સીધી ગેમમાં 21-13, 22-20થી હરાવીને સેમીફાઇનલમાં સ્થાન મેળવી લીધું

Tokyo Olympics: પીવી સિંધુએ મેજબાજ જાપાનની અકાને યામાગુચીને સીધી ગેમમાં 21-13, 22-20થી હરાવીને સેમીફાઇનલમાં સ્થાન મેળવી લીધું

  • Share this:
    ટોક્યો. મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (PV Sindhu)એ ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) ની સેમીફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. તેણે સતત બીજા ઓલમ્પિકમાં અંતિમ-4માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. પીવી સિંધુએ મેજબાજ જાપાન (Japan)ની અકાને યામાગુચી (Akane Yamaguchi)ને સીધી ગેમમાં 21-13, 22-20થી હરાવીને સેમીફાઇનલમાં (PV Sindhu Into Semi final) સ્થાન મેળવી લીધું છે. પીવી સિંધુએ 2016 રિયો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે વધુ એક મેચ જીતી લે છે તો તેના નામે મેડલ પાકો થઈ જશે. એવામાં તે બેડમિન્ટનમાં બે મેડલ જીતનારી ભારતની પહેલી ખેલાડી બની જશે.

    મેચનો પહેલો પોઇન્ટ મેજબાન ખેલાડી અકાને યામાયુચીને મળ્યો. ત્યારબાદ સ્કોર 2-2 થી બરાબર થઈ ગયો. બાદમાં યામાગુચીએ 4-2થી સરસાઈ મેળવી લીધી. પછી સ્કોર 5-3, 6-4, 6-5થી યામાગુચીના પક્ષમાં રહ્યો. પહેલીવાર સિંધુને 7-6ની સરસાઈ મળી. ત્યારબાદ તેણે યામાગુચીને તક ન આપી. ત્યારબાદ સિંધુ 8-6, 8-7, 9-7, 10-7, 11-7થી આગળ રહી. બાદમાં 17-11, 18-11, 18-12, 18-13, 19-13, 20-13થી સરસાઈ સિંધુના પક્ષમાં રહી. અંતમાં સિંધુએ આ ગેમ 21-13થી 23 મિનિટમાં જીતી લીધી.

    બીજી ગેમમાં પીવી સિંધુએ સારી શરુઆત કરી હતી. એક સમયે તે 10-5 અને 15-11ની સરસાઈ સાથે સરળ જીત તરફ આગળ વધી રહી હતી. પરંતુ ત્યારબાદ અકાને યામાગુચીએ વાપસી કરી અને સ્કોર 15-15થી બરાબર કરી દીધો. ત્યારબાદ સ્કોર 18-18થી બરાબર થયો. યામાગુચી ત્યારબાદ 20-18ની સરસાઈથી ગેમ જીતવાની નજીક હતી. પરંતુ ભારતીય ખેલાડી પીવી સિંધુએ ત્યારબાદ સતત 4 પોઇન્ટ જીતીને ગેમ 22-20થી જીતીને મેચ પોતાના નામે કરી દીધી. આ ગેમ 33 મિનિટ સુધી ચાલી. મેચ 56 મિનિટ સુધી ચાલી.

    આ પણ વાંચો, IND vs SL: યુજવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ પણ કોરોના પોઝિટિવ, કુલ 3 ખેલાડી સંક્રમિત

    નોંધનીય છે કે, આ પહેલ ગુરૂવારે પીવી સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને સીધી ગેમમાં 21-15, 21-13થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. પીવી સિંધુએ મુકાબલામાં મિયા બ્લિચફેલ્ટની વિરુદ્ધ સારી શરૂઆત કરી. પહેલી ગેમમાં તે એક સમયે 11-6થી આગળ હતી. ત્યારબાદ સ્કોર 13-11 થઈ ગયો. બાદમાં 16-12 સ્કોર પર ડેનમાર્કની મિયા બ્લિચફેલટે વાપસી કરી અને સ્કોર 16-15 થઈ ગયો. જોકે ત્યારબાદ સિંધુએ વાપસી કરી અને પહેલી ગેમ 21-15થી જીતી લીધી. આ ગેમ 22 મિનિટ સુધી ચાલી. આ ગેમની સરેરાશ રૈલી 14 શોટની રહી.

    બીજી ગેમમાં પણ પીવી સિંધુએ સારી શરૂઆત કરી અને 5-0થી આગળ થઈ ગઈ. ત્યારબાદ મિયા બ્લિચફેલ્ટે કેટલાક સારો શોટ રમ્યા અને સ્કોર 3-6 થઈ ગયો. હાફ ટાઇમ સુધી પીવી સિંધુ 11-6ની સરસાઈ સાથે રમી રહી હતી. અંતમાં તેણે આ ગેમ 21-13થી જીતીને અંતિમ-8માં સ્થાન મેળવી લીધું. આ ગેમ 19 મિનિટ ચાલી. આ ગેમની સરેરાશ રૈલી 10 શોટની રહી.
    Published by:Mrunal Bhojak
    First published: