Tokyo Olympics, Badminton: પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં, મેડલથી બે જીત દૂર

Tokyo Olympics: પીવી સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને સીધી ગેમમાં 21-15, 21-13થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું

Tokyo Olympics: પીવી સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને સીધી ગેમમાં 21-15, 21-13થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું

  • Share this:
    ટોક્યો. ભારતીય મહિલા બેડમિંટન ખેલાડી પીવી સિંધુ (PV Sindhu)એ ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympic 2020)માં સારી શરૂઆત કરી છે. સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને સીધી ગેમમાં 21-15, 21-13થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. પીવી સિંધુએ 2016 રિયો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે આવું કરનારી પહેલી ભારતીય ખેલાડી બની હતી. તે વધુ મે મેચ જીતે છે તો તેને મેડલ મળવો નક્કી માનવામાં આવશે.

    પીવી સિંધુએ મુકાબલામાં મિયા બ્લિચફેલ્ટની વિરુદ્ધ સારી શરૂઆત કરી. પહેલી ગેમમાં તે એક સમયે 11-6થી આગળ હતી. ત્યારબાદ સ્કોર 13-11 થઈ ગયો. બાદમાં 16-12 સ્કોર પર ડેનમાર્કની મિયા બ્લિચફેલટે વાપસી કરી અને સ્કોર 16-15 થઈ ગયો. જોકે ત્યારબાદ સિંધુએ વાપસી કરી અને પહેલી ગેમ 21-15થી જીતી લીધી. આ ગેમ 22 મિનિટ સુધી ચાલી. આ ગેમની સરેરાશ રૈલી 14 શોટની રહી. સિંધુને ઓલમ્પિકમાં છઠ્ઠો રેન્ક મળી ગયો છે.

    આ પણ વાંચો, Momiji Nishiya: 13 વર્ષ, 330 દિવસ...આટલી નાની ઉંમરે આ જાપાની છોકરીએ ઓલમ્પિકમાં ઈતિહાસ રચી દીધો

    બીજી ગેમમાં પણ સારી શરૂઆત

    બીજી ગેમમાં પણ પીવી સિંધુએ સારી શરૂઆત કરી અને 5-0થી આગળ થઈ ગઈ. ત્યારબાદ મિયા બ્લિચફેલ્ટે કેટલાક સારો શોટ રમ્યા અને સ્કોર 3-6 થઈ ગયો. હાફ ટાઇમ સુધી પીવી સિંધુ 11-6ની સરસાઈ સાથે રમી રહી હતી. અંતમાં તેણે આ ગેમ 21-13થી જીતીને અંતિમ-8માં સ્થાન મેળવી લીધું. આ ગેમ 19 મિનિટ ચાલી. આ ગેમની સરેરાશ રૈલી 10 શોટની રહી.

    આ પણ વાંચો, Instagram યૂઝર્સ પોસ્ટ અપલોડ કરીને કમાઈ શકશે પૈસા, ઓછા Followers હોવા છતાં મળશે પૈસા


    સતત ત્રીજી જીત નોંધાવી

    પીવી સિંધુની આ સતત ત્રીજી જીત છે. સિંધુનો મુકાબલો ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચી સાથે થઈ શકે છે. છેલ્લા બે ઓલમ્પિકની વાત કરીએ તો બેડમિન્ટનમાં ભારતને મેડલ મળ્યા છે. 2012માં સાઇના નેહવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે બેડમિન્ટનના ઈતિહાસમાં ઓલમ્પિકમાં મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની હતી. ટોક્યો ઓલમ્પિકની વાત કરીએ તો ભારતને અત્યાર સુધી માત્ર એક મેડલ મળ્યો છે. મહિલા વેટલિફ્ટર મીરાબાઇ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published: