Tokyo Olympics: હોકીમાં બ્રોન્ઝ જીતનાર ખેલાડીઓ થશે માલામાલ, આ રાજ્ય પોતાના દરેક ખેલાડીઓને આપશે 1-1 કરોડ

(તસવીર- AP)

tokyo olympics- ભારતે જર્મનીને ત્રીજા સ્થાન માટે હરાવીને 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. આ પહેલા ભારતે વર્ષ 1980માં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

  • Share this:
નવી દિલ્હી : પંજાબ સરકારે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય પુરુષની હોકી ટીમ (Indian Mens Hockey Team) માટે મહત્વની જાહેરાત કરી છે. ટીમમાં સામેલ રાજ્યના પ્રત્યેક ખેલાડીને રાજ્ય સરકાર રૂ. 1-1 કરોડ આપશે. ભારતીય પુરુષની હોકી ટીમે પ્લેઓફમાં જર્મનીને 5-4થી હરાવ્યા બાદ પંજાબના રમતમંત્રી રાણા ગુરમીત સિંહ સોઢીએ આ જાહેરાત કરી હતી. ભારતે જર્મનીને ત્રીજા સ્થાન માટે હરાવીને 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. આ પહેલા ભારતે વર્ષ 1980માં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

કેપ્ટન મનપ્રીત સિંહ સહિત પંજાબના આઠ ખેલાડીઓ ભારતીય પુરુષ હોકી ટીમના સભ્ય છે. રાજ્યના રમતમંત્રી સોઢીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, “ભારતીય હોકીના આ ઐતિહાસિક દિવસે જાહેરાત કરતા મને ખૂબ જ ખુશી થાય છે કે પંજાબના પ્રત્યેક ખેલાડીને રોકડ રૂ. 1 કરોડનો પુરસ્કાર આપવામાં આવશે. ખેલાડીઓના પરત ફરવાની રાહ જોવાઈ રહી છે. સાથે જ ઓલિમ્પિક મેડલ જીતવાની ખુશીમાં ઊજવણી પણ કરવામાં આવશે." ભારતીય હોકી ટીમમાં પંજાબના હરમનપ્રીત સિંહ, રૂપિંદર પાલ સિંહ, હાર્દિક સિંહ, શમશેર સિંહ, દિલપ્રીક સિંહ, ગુરજંત સિંહ અને મનદીપ સિંહ છે.

સોઢીએ અગાઉ જાહેરાત કરી હતી કે, ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ ગોલ્ડ મેડલ જીતશે તો રાજ્યના પ્રત્યેક ખેલાડીને રૂ. 2.5 કરોડ આપવામાં આવશે. સોઢીએ જણાવ્યું કે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમના પ્રદર્શન ઉપર ખૂબ જ ગર્વ છે. સોઢીએ અન્ય એક ટ્વિટમાં જણાવ્યું કે, “આ સમય અત્યારે બ્રોન્ઝ મેડલ મળ્યો તેની ઊજવણી કરવાનો છે. પંજાબના રમતમંત્રી હોવાને નાતે આ મારુ કામ છે અને ખૂબ જ ગર્વની વાત છે કે રાષ્ટ્રીય રમતને આગળ વધારવા માટેનું પ્રોત્સાહન આપું.” તો બીજી તરફ શિવરાજ સરકારે મધ્ય પ્રદેશના બે ખેલાડીઓ વિવેક સાગર અને નીલકાંત શર્માને રૂ. 1 કરોડ આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો - Tokyo Olympics : ભારતીય પહેલવાન રવિ દહીયાએ સિલ્વર મેડલ જીત્યો, દીપક પૂનિયા મેડલથી વંચિત

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ટ્વિટ કર્યું કે, “દેશ માટે આ ખૂબ જ ગૌરવપૂર્ણ ક્ષણ છે. ભારતીય પુરુષ હોકી ટીમે જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 41 વર્ષ બાદ પોડિયમમાં જગ્યા બનાવીને બ્રોન્ઝ મેડલ જીતવું તે સોનાના બિરુદ સમાન છે. ખૂબ ખૂબ શુભકામનાઓ.” હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પણ ટીમને શુભકામનાઓ પાઠવી છે અને કહ્યું કે, દેશને પ્રતિષ્ઠાવાન ખેલાડીઓ પર ખૂબ જ ગર્વ છે.

રાષ્ટ્રપતિ કોવિંદ અને PM મોદીએ આપી શુભકામનાઓ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હોકીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને જણાવ્યું કે, “41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીતવા બદલ ભારતીય પુરુષ હોકી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. ટીમે જીતવા માટે તેમનું કૌશલ્ય અને દ્રઢ સંકલ્પનું પ્રદર્શન કર્યું. આ ઐતિહાસિક જીત હોકીમાં એક નવા યુગની શરૂઆત કરશે અને યુવાઓને રમત ગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત કરશે.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, “ઐતિહાસિક. આ દિવસ ભારતીયોને હંમેશા યાદ રહેશે. બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય પુરુષ હોકી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરીને તેમણે સમગ્ર દેશ ખાસ કરીને યુવાઓની કલ્પના પર કબ્જો કરી લીધો છે. ભારતને હોકી ટીમ પર ખૂબ જ ગર્વ છે.”
First published: