Tokyo Olympics:પીએમ મોદીએ ફોગાટ ફેમિલીને પૂછ્યું, કઈ ઘંટીનો લોટ ખાવ છો, મળ્યો જોરદાર જવાબ

તસવીર- vinesh phogat Instagram

Tokyo Olympics: પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)ઓલિમ્પિકની તૈયારીઓ સંદર્ભે ખેલાડીઓ સાથે કલાકો સુધી ચર્ચા કરી હતી. તેમણે મહિલા રેસલર વિનેશ ફોગાટ (Vinesh Phogat) સહિત 15 ખેલાડીઓ સાથે વાત કરી. ગેમ્સ (Tokyo Olympics) 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે.

  • Share this:
    નવી દિલ્લી: ટોક્યો ઓલિમ્પિક્સ(Tokyo Olympics)માં હવે વધુ દિવસો દૂર નથી. આ અગાઉ પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ 15 ખેલાડીઓની તૈયારીઓ વિશે માહિતી લીધી હતી. તેણે કુસ્તીબાજ વિનેશ ફોગાટ(Vinesh Phogat)નાં પરિવારને એવો સવાલ પૂછ્યો કે, બધાં હસી પડ્યાં હતા. મેચ 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે. ભારતના 120 ખેલાડીઓ 18 રમતોમાં પોતાની શક્તિ બતાવશે.

    વાતચીત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિનેશ ફોગાટના પિતા રાજપાલ ફોગાટને પૂછ્યું કે ફિટ રહેવા માટે તમારું કુટુંબ કઇ ઘંટીનો લોટ ખાય છે. આ અંગે મહાવીર ફોગાટે કહ્યું કે, તે તેના ગામની ઘરની ઘંટીનો લોટ ખવડાવે છે, અને તેના ઘરની ગાયો ભેંસનું ઘી-દૂધ, માખણ ખવડાવે છે. પરંતુ વાતચીત દરમિયાન તેણે બીજી એક મોટી વાત કહી. તેણે કહ્યું કે મેં મારી પુત્રીને કહ્યું છે કે જ્યારે હું ઓલિમ્પિક્સમાં મેડલ જીતીશ ત્યારે જ હું તમને એરપોર્ટ પર લેવા આવશે.

    આ પણ વાંચો: ઓલિમ્પિક્સમાં જિમ્નાસ્ટિક્સના જજ તરીકે દીપક કાબરાની પસંદગી, આ બહુમાન મેળવનાર પ્રથમ ભારતીય

    વાતચીત દરમિયાન પીએમ મોદીએ વિનેશ ફોગાટને પૂછ્યું હતું કે, દરેક તમારી પાસેથી ચંદ્રકની અપેક્ષા રાખે છે. આ સ્થિતિમાં તમારા પર દબાણ રહેશે. આ અંગે વિનેશે કહ્યું, 'અપેક્ષાઓ મહત્વપૂર્ણ છે, કારણ કે, તે તમને સારું પ્રદર્શન કરવા પ્રેરે છે. અપેક્ષાઓનું દબાણ નથી. 'તેમણે કહ્યું કે અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપીશું. ઈજામાંથી સ્વસ્થ થવા માટે ખેલાડીઓએ માનસિક રીતે મજબૂત હોવું જોઈએ. પરિવારની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને મને હંમેશાં પરિવારનો ટેકો મળ્યો છે.

    આ પણ વાંચો: Tokyo Olympics: પીએમ મોદીએ ખેલાડીઓ સાથે વાત કરી, કહ્યું-જાપાનમાં જોરદાર રમજો

    વાતચીત દરમિયાન વિનેશ ફોગાટે કહ્યું કે, હું ઈચ્છું છું કે, દરરોજ મેડલ આવે, જેથી દેશની જનતાને ખુશી મળે. વિનેશ ફોગાટ ઇજાના કારણે 2016 રિયો ઓલિમ્પિક્સમાં પહેલા રાઉન્ડમાં પહેલેથી જ બહાર થઈ ગઈ હતી. પરંતુ આ વખતે મેડલ માટે તેની પાસેથી સૌથી વધુ અપેક્ષા છે. ભારતના ખેલાડીઓ ઓલિમ્પિક્સમાં 85 મેડલ માટે લડશે. રિયો ઓલિમ્પિકમાં ભારતને માત્ર બે મેડલ મળ્યાં હતાં, જ્યારે આ પહેલા 2012માં ખેલાડીઓએ 6 મેડલ મેળવ્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published: