Home /News /sport /Tokyo Olympics, Golf: ગોલ્ફર અદિતિ અશોક ઇતિહાસ રચતા ચૂકી, અંતિમ હોલ્સમાં મેડલ ગુમાવ્યો

Tokyo Olympics, Golf: ગોલ્ફર અદિતિ અશોક ઇતિહાસ રચતા ચૂકી, અંતિમ હોલ્સમાં મેડલ ગુમાવ્યો

તસવીર: AP

Women's Golf Final Tokyo Olympics 2020: ભારતીય ગોલ્ફર અદિતિ અશોક (Aditi Ashok) મેડલ ચૂકી ગઈ છે, અદિતિએ અંતિમ હોલ્સમાં મેડલ ગુમાવ્યો છે. અમેરિકાની નેલી કોર્ડાએ ગોલ્ડ જીત્યો.

નવી દિલ્હી: ભારતીય ગોલ્ફર અદિતિ અશોક (Aditi Ashok) ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ઇતિહાસ બનાવવાથી ચૂકી ગઈ છે. અદિતિએ અંતિમ હોલ્સમાં મેડલ ગુમાવ્યો છે. અમેરિકાની નેલી કોર્ડાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. અદિતિ 13મા હોલ સુધી બીજા નંબર પર હતી. જોકે, અંતિમ પાંચ હોલમાં તેણી જાપાનની મોને ઇનામી અને ન્યૂઝીલેન્ડની લીડિયાથી પાછળ ચાલી ગઈ હતી.

કોણ છે અદિતિ અશોક?

અદિતિનો જન્મ 29 માર્ચ, 1988ના રોજ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં થયો છે. હાલ તેણી ભારતની સર્વ શ્રેષ્ઠ મહિલા ગોલ્ફર છે. ફક્ત પાંચ વર્ષની ઉંમરમાં જ અદિતિએ ગોલ્ફ રમવાની શરૂઆત કરી હતી. અદિતિ એક વખત તેના પિતા અશોક ગુડલામણિ અને માતા મૈશ સાથે રેસ્ટોરન્ટમાં ગઈ હતી. અહીં બાજુમાં ગોલ્ફ કોર્સ આવ્યું હતું. ત્યાં ગોલ્ફ કોર્સની ચીયર સાંભળીને તેણી ગોલ્ફ પ્રત્યે આકર્ષિત થઈ હતી. જે બાદથી તેણીએ ગોલ્ફ રવાનું શરૂ કર્યું હતું.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પાંચ મેડલ

1) પહેલવાન- બજરંગ પૂનિયા-કાંસ્ય
2) વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂ- સિલ્વર
3) બેડમિન્ટ-પીવી સિંધુ- કાંસ્ય
4) બોક્સર- લવલીના બોરગોહેન-કાંસ્ય
5) પહેલવાન- રવિ કુમાર દહિયા- સિલ્વર મેડલ

ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓની આજની મેચ:

એથલેટિક્સ:

નીરજ ચોપડા, પુરુષ ભાલા ફેંક ફાઇનલ- ભારતીય સમય પ્રમાણે સાંજે ચાર વાગ્યાથી મેચ શરૂ થશે.

ગોલ્ફ:

અદિતિ અશોક અને દીક્ષા ડાગર, મહિલાઓની વ્યક્તિગત સ્ટ્રોક પ્લે- ચોથો રાઉન્ડ: ભારતીય સમય પ્રમાણે સવારે ત્રણ વાગ્યાથી મેચ શરૂ.

રેસલિંગ:

બજરંગ પૂનિયા, પુરુષ 65 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કાંસ્ય પદક મેચ, ભારતીય સમય પ્રમાણે બપોરે 3:15 વાગ્યે મેચ શરૂ થશે.

દીપક પૂનિયાના કોચે કર્યો રેફરી પર હુમલો

ભારતીય પહેલવાન દીપક પૂનિયા (Deepak Punia) ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics)મેડલ જીતવાથી ચૂકી ગયો છે. હવે તેના વિદેશી કોચ મોરાડ ગેડ્રોવને (Morad Gaidrov)લઇને સમાચાર સામે આવ્યા છે કે મેચ પછી તેમને ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. મોરાડ પર દીપકની મેચ પછી રેફરી પર હુમલો કરવાનો આરોપ લાગ્યો છે. મોરાડ ગેડ્રોવ રશિયાના રહેવાસી છે અને દીપક સાથે કોચ તરીકે ટોક્યો ઓલિમ્પિકમાં ઉપસ્થિત છે.

દીપક પૂનિયાની બ્રોન્ઝ મેડલ મેચ પછી ગેડ્રોવ રેફરીના રૂમમાં ગયા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. વર્લ્ડ કુશ્તી એસોસિયેશને (FILA) તાત્કાલિક આઈઓસીને આ મામલાની સૂચના આપી હતી અને અનુશાસનાત્મક સુનાવણી માટે ભારતીય કુશ્તી મહાસંઘને બોલાવ્યા હતા. ફિલાએ પૂછ્યું કે ભારતીય મહાસંઘે ગેડ્રોવ પર શું કાર્યવારી કરી તો સંઘે જાણકારી આપી કે તેમને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે.


" isDesktop="true" id="1121944" >


બજરંગ પૂનિયા સેમીફાઈનલમાં હાર્યો

કુસ્તીબાજ બજરંગ પૂનિયા (Bajrang Punia) સેમીફાઈનલમાં હારી ગયો છે. આ પછી પણ મેડલની આશા અકબંધ છે. તેઓ હવે રૈપચેજમાં પ્રવેશ કરશે. 65 કિલોગ્રામ વર્ગની સેમીફાઇનલ (semifinals)માં બજરંગને વર્તમાન ઓલિમ્પિક (Tokyo Olympics 2020) પદક વિજેતા અને અઝરબૈજાનના ત્રણ વખતના વિશ્વ ચેમ્પિયન હાજી અલીયેવએ (Haji Aliyev) 5-12થી હરાવ્યો હતો. આ પહેલા બે વર્ષ પહેલા બજરંગે પ્રો રેસલિંગ લીગમાં અલીયેવને હરાવ્યો હતો. ભારતે અત્યારસુધીમાં ટોક્યો (Tokyo)માં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.
First published:

Tags: Olympics 2020, Tokyo, Tokyo Olympics 2020, જાપાન, ભારત, સ્પોર્ટસ