Home /News /sport /

Tokyo Olympics : ભારતીય પહેલવાન રવિ દહીયાએ સિલ્વર મેડલ જીત્યો, દીપક પૂનિયા મેડલથી વંચિત

Tokyo Olympics : ભારતીય પહેલવાન રવિ દહીયાએ સિલ્વર મેડલ જીત્યો, દીપક પૂનિયા મેડલથી વંચિત

Tokyo Olympics Live: ભારતીય પહેલવાન રવિ દહીયાએ સિલ્વર મેડલ જીત્યો

Tokyo Olympics : અત્યાર સુધી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને કુશ્તીમાં ફક્ત એક સિલ્વર મેડલ મળ્યો

    ટોક્યો : ભારતના પહેલવાન રવિ દહિયાએ ટોક્યો ઓલિમ્પિક્સમાં (Tokyo Olympics 2020) 57 કિગ્રા ફ્રીસ્ટાઇલમાં સિલ્વર મેડલ જીતી લીધો છે. પહેલવાન રવિ દહીયાનો (Ravi Kumar Dahiya)જાવુર યુગુએવ સામે 7-4થી પરાજય થયો છે. આમ તે ગોલ્ડ મેડલથી જીતવાથી ચૂકી ગયો છે.

    રવિ દહીયા હરિયાણાના સોનીપત જિલ્લાના નહરી ગામથી આવે છે. એક ગરીબ પરિવારમાં જન્મેલા રવિના પિતા ખેતી કરતા હતા. જોકે તેમની પાસે પોતાની જમીન ન હતી. તે ભાડાની જમીન પર ખેતી કરતા હતા. આર્થિક તંગી છતા તેના પિતાએ પોતાના પુત્રને ટ્રેનિંગમાં કોઇ કસર છોડી ન હતી. દરરોજ પોતાના ગામથી છત્રછાલ સ્ટેડિયમ સુધી 40 કિલોમીટરની સફર કરીને રવિ સુધી દૂધ અને ફળ પહોંચાડતા હતા.

    આ પણ વાંચો - Tokyo Olympics: બ્રોન્ઝ મેડલ વિજેતા લવલિનાના સંઘર્ષની કહાની, પિતા મહિને કમાતા 1300 રૂપિયા

    બીજી તરફ બ્રોન્ઝ મેડલની મેચમાં પહેલવાન દીપક પૂનિયાનો (Deepak Punia)પરાજય થયો છે. દીપકનો સેન મારિનોના મેયલ્સ નઝીમ સામે 4-2થી પરાજય થયો છે. અત્યાર સુધી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને કુશ્તીમાં ફક્ત એક સિલ્વર મેડલ મળ્યો છે.

    આ પહેલા ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય હોકી ટીમે (Indian Hockey Team Won Bronze Medal) ઈતિહાસ રચી દીધો છે. બ્રોન્ઝ મેડલ માટેના નિર્ણાયક મુકાબલમાં ભારતે જર્મની સામે (India Vs Germany)ને 5-4થી વિજય મેળવ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Deepak Punia, Ravi Kumar Dahiya, Tokyo Olympics, Tokyo Olympics 2020, Tokyo Olympics Live, ટોક્યો ઓલિમ્પિક્સ, રવિ દહીયા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन