Tokyo Olympics: 9 મહિલા હોકી ખેલાડીઓને હરિયાણા સરકાર આપશે 50-50 લાખ રૂપિયા

ભારતીય કેપ્ટન રાની રામપાલની સાથે ગુરજીત કૌર. ગુરજીતે બ્રિટનની વિરુદ્ધ બે ગોલ કર્યા, પરંતુ ભારત બ્રોન્ઝ ન જીતી શક્યું. (તસવીર- AP)

Tokyo Olympics Hockey: ભારતીય મહિલા હોકી ટીમ ભલે બ્રોન્ઝ મેડલ ન જીતી શકી પરંતુ તેમની પર ઈનામોનો વરસાદ થઈ રહ્યો છે

  • Share this:
    મનોજ રાઠી, ચંદીગઢ. ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics 2020)માં ભારતીય મહિલા હોકી ટીમ (Indian Women Hockey Team)એ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમને ભલે મેડલ નથી મળ્યું, પરંતુ પોતાની અંતિમ મેચમાં ટીમે શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ ચૂકી ગયા. હરિયાણા સરકાર (Haryana Government)એ હવે આ મહિલા હોકી ખેલાડીઓ પર ઈનામનો વરસાદ કરી દીધો છે. ભારતીય મહિલા હોકી ટીમમાં સામેલ હરિયાણાની 9 દીકરીઓને 50-50 લાખ રૂપિયાનું પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે.

    હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર (Manohar Lal Khattar)એ આ ઘોષણા કરી અને કહ્યું કે ભારતીય મહિલા હોકી ટીમ રાની ઝાંસીની જેમ અંત સુધી લડી છે. જોકે, તેમણે શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું. મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું કે, સરકાર તરફથી તમામ ખેલાડીઓને 50-50 લાખ રૂપિયા ઈનામ આપવામાં આવશે.

    આ પણ વાંચો, India vs Great Britain, Hockey Highlights: ભારતીય મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ ચૂકી, બ્રિટન સામે 3-4થી હાર

    ત્રીજી વાર ઓલમ્પિકમાં ઉતરી ટીમ

    નોંધનીય છે કે, મહિલા ટીમ માત્ર ત્રીજી વાર ઓલમ્પિકમાં ઉતરી છે. 2016 રિયો ઓલમ્પિકમાં ટીમ 12મા નંબર પર રહી હતી. આ ઉપરાંત 1980માં ટીમ ચોથા નંબર પર રહી હતી. જોકે, તે સમયે સેમીફાઇનલ મેચ નહોતી. આ રીતે ભારતીય હોકી ટીમનું પ્રદર્શન ટોક્યો ઓલમ્પિકમાં સર્વશ્રેષ્ઠ રહ્યું છે.

    પુરૂષ ખેલાડીઓ ઉપર પણ ઈનામનો વરસાદ

    હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે ઓલમ્પિકમાં પુરુષ હોકી ટીમે (Indian Men Hockey Team Won Olympic Bronze) બ્રોન્ઝ મેડલ જીતતાં ટીમમાં સામેલ હરિયાણાના બંને ખેલાડીઓને અઢી-અઢી કરોડ રૂપિયાનું પુરસ્કાર આપવાની સાથોસાથ સીનિયર કોચ (ગ્રુપ બી)ની નોકરી આપવાની ઘોષણા કરી છે. તેની સાથે જ બંનેને હરિયાણા શહેરી વિકાસ પ્રાધિકરણના પ્લોટ રાહત દરે પ્રદાન કરવામાં આવશે. મુખ્યમંત્રી ખટ્ટરે આ ઘોષણાઓ હરિયાણમ મંત્રીમંડળની બેઠક બાદ કરી હતી.

    આ પણ વાંચો, 1928માં જ્યારે અનેક સંઘર્ષ બાદ ઓલિમ્પિકમાં પહોંચી હતી ભારતીય ટીમ, આ રીતે રચ્યો હતો ઇતિહાસ

    રવિ દહિયાને ચાર કરોડ રૂપિયા

    ટોક્યો ઓલમ્પિકમાં કુશ્તીમાં સિલ્વર મેડલ જીતનારા ભારતીય પહેલવાન રવિ દહિયાને હરિયાણા સરકાર 4 કરોડનું ઈનામ આપશે. આ ઉપરાંત ક્લાસ વનની નોકરી આપવામાં આવશે. દહિયા હરિયાણામાં જ્યાં પણ ઈચ્છે 50 ટકાના કન્શેશન પર એક પ્લોટ આપવામાં આવશે. CM ખટ્ટરે ગુરૂવારે આ જાહેરાત કરી. ખટ્ટરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મેચ ખૂબ જ રોમાંચક હતી. રવિ દહિયાને સામાન્ય અંતરથી સિલ્વરથી સંતોષ માનવો પડ્યો.
    Published by:Mrunal Bhojak
    First published: