Home /News /sport /Tokyo Olympics: નીરજ ચોપડાએ ગોલ્ડ જીત્યા બાદ કહ્યું, દેશ માટે મેડલ જીતવો મારી નહીં ભગવાનની યોજના હતી
Tokyo Olympics: નીરજ ચોપડાએ ગોલ્ડ જીત્યા બાદ કહ્યું, દેશ માટે મેડલ જીતવો મારી નહીં ભગવાનની યોજના હતી
Gold For India: નીરજ ચોપડાએ ભગવાનનો આભાર માનતા કહ્યું કે, એવું લાગે છે કે આ પહેલાથી યોજના બનેલી હતી, કારણ કે મારી ક્યારેય યોજના નહોતી કે મારે સ્પોર્ટ્સમાં જવું છે
Gold For India: નીરજ ચોપડાએ ભગવાનનો આભાર માનતા કહ્યું કે, એવું લાગે છે કે આ પહેલાથી યોજના બનેલી હતી, કારણ કે મારી ક્યારેય યોજના નહોતી કે મારે સ્પોર્ટ્સમાં જવું છે
નવી દિલ્હી. ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics)માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારા નીરજ ચોપડા (Neeraj Chopra)એ કહ્યું કે, દેશ માટે રમવું અને મેડલ જીતવો તેની નહીં ભગવાનની યોજના હતી. ભારતને એથલેટિક્સમાં પહેલો ઓલમ્પિક મેડલ અપાવનારા નીરજે કહ્યું કે સ્પોર્ટ્સ ક્યારેય તેની યોજનાનો હિસ્સો નહોતું અને ન તો દેશ માટે રમવું અને મેડલ જીતવા વિશે મેં ક્યારેય વિચાર્યું નહોતું.
એએનઆઇ સાથે વાત કરતાં નીરજે જણાવ્યું કે, મારો પરિવાર ઉપરાંત મારા ગામમાં પણ કોઈ પણ સ્પોર્ટ્સમાં નથી. નીરજે ભગવાનનો આભાર માનતા કહ્યું કે, એવું લાગે છે કે આ પહેલાથી યોજના બનેલી હતી, કારણ કે મારી ક્યારેય યોજના નહોતી કે મારે સ્પોર્ટ્સમાં જવું છે.
#WATCH | "Sports was never part of plan or to play for country & win a medal. No one in my family or in my village was into sports. It was coincidence that I went to stadium & started throwing javelin. I worked hard & everyone supported," says #Gold medallist Neeraj Chopra to ANI pic.twitter.com/loIpOiy5yu
નીરજ ચોપડાએ કહ્યું કે, આ બધો સંયોગ હતો કે હું સ્ટેડિયમમાં ગયો અને જેવલિન ફેંકવાનું શરૂ કર્યું. આ બધું થવાનું જ હતું અને મેં દિલથી મહેનત કરી. આ ઉપરાંત જે સપોર્ટ મળ્યો, તેના કારણે જ આજે હું અહીં પહોંચ્યો છું. નોંધનીય છે કે, નીરજ ચોપડાએ ફાઇનલમાં 87.58 મીટર જેવલિન થ્રો કરીને ભારતને 100 વર્ષના ઇંતજારને ખતમ કરીને એથલિટિક્સમાં મેડલ અપાવ્યો. નીરજે પોતાના વજનને ઓછું કરવાના ઈરાદાથી સ્પોર્ટ્સની દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને આજે તે જેવલિનની રમતનો બાદશાહ બની ગયો છે.
નોંધનીય છે કે, હરિયાણા (Haryana)ના પાણીપત (Panipat)ના રહેવાસી નીરજ ચોપડા (Neeraj Chopra)એ મેડલ જીત્યા પછી કહ્યું હતું કે હું પોતાના આ ગોલ્ડ મેડલને મહાન મિલ્ખા સિંહને સમર્પિત કરું છું. કદાચ તે મને સ્વર્ગમાંથી જોઈ રહ્યા હશે. મેં ગોલ્ડ મેડલ જીતવા વિશે વિચાર કર્યો ન હતો પણ કશુંક અલગ કરવા માંગતો હતો. હું જાણતો હતો કે આજે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ. હું ઓલિમ્પિક ગેમ્સનો રેકોર્ડ તોડવા માંગતો હતો. બસ આ જ કારણથી.
નીરજે વધુમાં કહ્યું હતું કે તે મેડલ સાથે મિલ્ખા સિંહને મળવા માંગતો હતો. સાથે જ ઉડન પરી પીટી ઉષા અને તે એથ્લેટોને આ મેડલ સમર્પિત કર્યો છે જે ઓલિમ્પિક મેડલ જીતવાની નજીક પહોંચ્યા હતા પણ સફળ થઇ શક્યા ન હતા. નીરજે કહ્યું કે જ્યારે રાષ્ટ્રગાન વાગી રહ્યું હતું અને ભારતીય તિરંગો ઉપર તરફ જઈ રહ્યો હતો, તે રડવાનો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર