નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) સમાપ્ત થઈ ગયું છે અને ભારતીય ખેલાડીઓએ પણ સ્વદેશ પરત ફરવાનું શરૂ કર્યું છે. ભારતીય રમતવીરો સુભા વેંકટેસન અને ધનલક્ષ્મી સેકર (Dhanalakshmi Sekar) પણ ટોક્યો ઓલિમ્પિકમાંથી ઘરે આવ્યા છે. તે તમિલનાડુના તિરુચી પહોંચ્યા હતા. જ્યાં બંનેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન, ભારતીય ખેલાડી ધનલક્ષ્મી ઘૂંટણીયે બેસીને રડવા લાગી.
બહેનનું બીમારીને કારણે થયું હતું મોત
હકીકતમાં, ઘરે પરત ફર્યા પછી, તેની બહેનના મૃત્યુના હૃદયદ્રાવક સમાચાર મળ્યા, જે તેના પરિવારના સભ્યોએ તેનાથી છૂપાવ્યા હતા. જ્યારે ધનલક્ષ્મી ટોક્યોમાં હતી, તે દરમિયાન તેની બહેનનું બીમારીને કારણે મૃત્યુ થયું હતું, પરંતુ પરિવારના સભ્યોએ તેને આ અંગે જાણ કરી ન હતી. જેથી તે પોતાની રમત પર ધ્યાન આપી શકે.
બહેનનો ઘણો સપોર્ટ હતો
ધનલક્ષ્મી 4 × 400 મીટર મિશ્ર રિલે ટીમમાં અનામત ખેલાડી હતી. તેણે આ વર્ષે પટિયાલામાં ટ્રાયલ દરમિયાન અનામત ખેલાડી તરીકે લાયકાત મેળવી હતી. ધનલક્ષ્મી ટોકિયોથી ઘરે પહોંચી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.