Tokyo Olympics: ઘોનીની ટીમ CSKએ નીરજ ચોપડાના પ્રદર્શનને કર્યું સલામ, 1 કરોડની આપશે ગીફ્ટ

તસવીર- એએફપી

Tokyo Olympics: નીરજ ચોપડા (Niraj Chopra)એ ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ બનાવી ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આઈપીએલ ટીમ સીએસકે (CSK)નીરજ ચોપડાના પદર્શન પર સ્પેશિયલ જર્સી જાહેર કરી છે.

  • Share this:
    નવી દિલ્લી: નીરજ ચોપરા(Neeraj Chopra)આજે સુપરસ્ટાર તરીકે ઉભરી આવ્યા છે. તેણે ટોક્યો (Tokyo Olympics)માં બરછી ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તેમના પહેલા, ઓલિમ્પિકના 125 વર્ષના ઇતિહાસમાં, કોઈ પણ ભારતીય (Indian Players) ખેલાડી એથ્લેટિક્સમાં મેડલ જીતી શક્યો નથી. તેના પ્રદર્શનને કારણે ભારતે ઓલિમ્પિકના ઇતિહાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા પ્રથમ વખત 7 મેડલ પણ જીત્યા હતા. નીરજ ચોપરાના પ્રદર્શનને જોતા IPL ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ ખાસ જર્સી જારી કરવાની વાત કરી છે.

    ચેન્નાઈ સુરકિંગ્સ આપશે 1 કરોડનું ઈનામ

    MS ધોનીની ટીમ CSK તરફથી નીરજ ચોપરાને એક કરોડ રૂપિયા પણ આપવામાં આવશે. CSKના પ્રવક્તાએ કહ્યું, “અમને એક ભારતીય તરીકે નીરજ ચોપરા પર ગર્વ છે. ટોક્યો ઓલિમ્પિકમાં તેની સફળતા લાખો ભારતીયોને રમતમાં આગળ વધવા માટે પ્રેરણા આપશે. આ સાથે તેઓ રમતનું સર્વોચ્ચ સ્તર હાંસલ કરવા માટે પ્રયત્ન કરશે. નીરજ ચોપરાએ ટોક્યોમાં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

    આ પણ વાંચો: ઈતિહાસ રચ્યા બાદ પણ અધૂરું રહી ગયું ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપડાનું એક સપનું, જાતે કર્યો ખુલાસો

    વ્યક્તિગત ઓલિમ્પિકમાં ગોલ્ડ મેળવનાર બીજો ભારતીય

    નીરજ ચોપરા વ્યક્તિગત ઓલિમ્પિક રમતોમાં ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય ખેલાડી છે. આ પહેલા અભિનવ બિન્દ્રાએ શૂટિંગમાં 2008માં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. નીરજ ચોપરાના શ્રેષ્ઠ પ્રદર્શનની વાત કરીએ તો તે 88.07 મીટર છે, જે તેમણે આ વર્ષે બનાવ્યું હતું. પરંતુ ઓલિમ્પિકમાં તેણે માત્ર 87.58 મીટર સાથે ગોલ્ડ જીત્યો હતો. ભારતને હોકીમાં 8 ગોલ્ડ મેડલ પણ મળ્યા છે. પરંતુ હોકી એક ટીમ ગેમ છે.

    ભારતમાં બધી બાજુથી થઈ રહ્યો છે ઈનામનો વરસાદ

    નીરજ ચોપરાના ઐતિહાસિક પ્રદર્શન બાદ ચારે તરફથી ઈનામની જાહેરાત થઈ રહી છે. અત્યાર સુધી એ વાત સામે આવી છે કે તેમને 12 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે. હરિયાણા સરકાર દ્વારા 6 કરોડ રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય પંજાબ સરકાર તરફથી 2 કરોડ, BCCI અને CSK તરફથી 1-1 કરોડ, મણિપુર સરકાર તરફથી 1 કરોડ અને ભારત સરકાર તરફથી 75 લાખ આપવામાં આવશે.

    આ પણ વાંચો: Tokyo Olympicsમાં ગોલ્ડ જીત્યા બાદ નીરજ ચોપડા પર ઈનામોનો વરસાદ, જાણો કોણે શું આપ્યું

    ગોલ્ડ મેડલ મિલ્ખા સિંહને સમર્પિત કરું છું- નીરજ ચોપડા

    નોંધનીય છે કે, હરિયાણા (Haryana)ના પાણીપત (Panipat)ના રહેવાસી નીરજ ચોપડા (Neeraj Chopra)એ મેડલ જીત્યા પછી કહ્યું હતું કે હું પોતાના આ ગોલ્ડ મેડલને મહાન મિલ્ખા સિંહને સમર્પિત કરું છું. કદાચ તે મને સ્વર્ગમાંથી જોઈ રહ્યા હશે. મેં ગોલ્ડ મેડલ જીતવા વિશે વિચાર કર્યો ન હતો પણ કશુંક અલગ કરવા માંગતો હતો. હું જાણતો હતો કે આજે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ. હું ઓલિમ્પિક ગેમ્સનો રેકોર્ડ તોડવા માંગતો હતો. બસ આ જ કારણથી.
    Published by:kuldipsinh barot
    First published: