Home /News /sport /Tokyo Olympics: દિપીકા કુમારી અને પ્રવીણ જાધવની જોડી ક્વાર્ટર ફાઈનલમાં હારી, કોરિયા ટોપ 4માં
Tokyo Olympics: દિપીકા કુમારી અને પ્રવીણ જાધવની જોડી ક્વાર્ટર ફાઈનલમાં હારી, કોરિયા ટોપ 4માં
(Deepika Kumari/Instagram)
Tokyo Olympics: આર્ચર્સ દીપિકા કુમારી(Deepika Kumari)અને પ્રવીણ જાધવ (Praveen Jadhav)ટીમ ઇવેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી. ભારતીય જોડી કોરિયા સામે 2-6થી હારી ગઈ.
ટોક્યો: ટોક્યોઓ લિમ્પિક્સ(Tokyo Olympics)માં શનિવારે તીરંદાજી પહેલા મેડલની અપેક્ષા હતી. પરંતુ આર્ચર્સનો દીપિકા કુમારી (Deepika Kumari) અને પ્રવીણ જાધવ(Praveen Jadhav)ની જોડી મિશ્ર ટીમ ઇવેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં હાર્યા બાદ બહાર થઈ ગઈ. કોરિયન જોડીએ મેચમાં દીપિકા અને પ્રવીણને 6-2થી હરાવી. દીપિકાએ તાજેતરમાં વર્લ્ડ કપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. આવી સ્થિતિમાં, તે સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી.
તીરંદાજીની મિક્સ્ડ ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓ દીપિકા કુમારી અને પ્રવીણ જાધવ સારી શરૂઆત કરી શક્યા નહીં. કોરિયાના સાન ઉન અને દેવક જી કિમે પ્રથમ સેટ 35-32થી જીત્યો. ભારતીય ખેલાડીઓ આ સેટમાં 10 પોઇન્ટનો એક શોટ પણ બનાવી શક્યા નહીં. બીજો સેટ કોરિયન જોડીએ 38-37થી જીત્યો. આ રીતે, તેઓએ 4-0ની લીડ મેળવીને ભારતીય જોડી પર દબાણ બનાવી દીધું હતું.
દીપિકા કુમારી અને પ્રવીણની જોડીએ ત્રીજો સેટ 37-35થી જીત્યો અને સ્કોર 2-4 થી જીત્યો. પરંતુ તેઓ તેમનું પ્રદર્શન જાળવી શક્યા નહીં. કોરિયન જોડીએ ચોથા અને અંતિમ સેટને 36-33થી જીતીને ભારતને ચંદ્રકની રેસમાંથી બહાર કરી દીધો. ઓલિમ્પિક્સના ઇતિહાસમાં, ભારતીય તીરંદાજી ટીમના ખેલાડીઓ હજી સુધી ચંદ્રક જીત્યા નથી. જોકે, દીપિકા કુમારી હવે વ્યક્તિગત મેચોમાં પ્રવેશ કરશે.
ઘણા પ્રસંગોમાં એવું જોવા મળ્યું છે કે, મોટી ઘટનાઓમાં દીપિકા દબાણમાં સારુ પ્રદર્શન કરી શકતી નથી. હવે પુરુષોની વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટ્સમાં મેડલની અપેક્ષા છે. મહિલા ટીમ ક્વોલિફાય થઈ શકી ન હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર