Tokyo Olympics: મેરિકોમ ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર, પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પરાજય

Tokyo Olympics: મેરિકોમ ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર, પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પરાજય (તસવીર- એપી)

Tokyo Olympics 2021 : મેરિકોમનો પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કોલંબિયાની બોક્સર વેલેંસિયા સામે 2-3થી પરાજય થયો

  • Share this:
    નવી દિલ્હી : ભારતીય મહિલા બોક્સર એમસી મેરિકોમ (Mary Kom)ટોક્યો ઓલિમ્પિકમાંથી (Tokyo Olympics 2020) બહાર થઇ ગઇ છે. પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેનો કોલંબિયાની બોક્સર સામે પરાજય થયો છે. મેરિકોમનો પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કોલંબિયાની બોક્સર વેલેંસિયા સામે 2-3થી પરાજય થયો હતો. 51 કિલો વર્ગના આ મુકાબલામાં વેલેંસિયાએ કમાલની રમત બતાવી હતી. રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર વેંલેંસિયાએ પ્રથમ રાઉન્ડ જીત્યો હતો. બીજા રાઉન્ડમાં 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરિકોમે વાપસી કરી હતી. જોકે ત્રીજા અને અંતિ રાઉન્ડમાં વેલેંસિયાએ બાજી જીતીને મેરિકોમની ટોક્યો ઓલિમ્પિકની સફરને સમાપ્ત કરી દીધી છે.

    તમને જણાવી દઈએ કે મેરિકોમ મેડલ માટે પ્રબળ દાવેદાર હતી. જોકે અનુભવી બોક્સર ટોક્યોમાં ફક્ત એક જીત મેળવી શકી છે. બીજા મુકાબલામાં તેનો પરાજય થયો છે. આશ્ચર્યચકિત કરનારી વાત એ છે કે મેરિકોમે સપાટ વાદળી બોક્સિંગ જર્સી પહેરી (Mary Kom Plain Jersey)હતી. જેમાં ભારતનું નામ પ્રિન્ટ ન હતું. તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

    આ પણ વાંચો - Video: ચાલું બસમાં પોલીસકર્મીને છેડતી કરવી ભારે પડી, મહિલાએ ચપ્પલથી કરી પિટાઇ

    મેરિકોમે 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની ધ્વજવાહક મેરિકોમે ટોક્યો ઓલિમ્પિકના પ્રથમ રાઉન્ડમાં ડોમિનિકન રિપબ્લિકની મિગુએલા હર્નાડેઝને 4-1થી હરાવી હતી. જ્યારે વેલેંસિયાને પ્રથમ રાઉન્ડમાં બાય મળી હતી.

    મેરિકોમને આ મેચમાં જીતની દાવેદાર માનવામાં આવી રહી હતી કારણ કે તેની રેન્કિંગ વેલેંસિયા કરતા શાનદાર છે. મેરિકોમની રેન્કિંગ 7 છે જ્યારે વેલેંસિયાની રેન્કિંગ 11 છે. આ પહેલા મેરિકોમ અને વેલેંસિયાનો મુકાબલો 2019ની વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં થયો હતો. મેરિકોમ આ મુકાબલો 5-0થી જીત્યો હતો. જોકે આ વખતે વેલેંસિયાએ બાજી મારી છે.
    Published by:Ashish Goyal
    First published: