નવી દિલ્હી : ટોક્યો ઓલમ્પિકની શરૂઆત 23 જુલાઇથી થવાની છે. પહેલી વખત ઓલમ્પિક રમતોનું આયોજન 125 વર્ષ પહેલા થયું હતું. વર્ષ 1896માં રોમન સમ્રાટ થિયોડોસિયસ દ્વારા 1500 વર્ષ પહેલા પ્રતિબંધિત કરાયા બાદ એથેન્સમાં પ્રાચીન યૂનાની ખોવાયેલી પરંપરા ઓલમ્પિક રમતોને ફરી જીવંત કરી હતી. ઇતિહાસની સ્પર્ધાઓની જેમ એથેન્સ રમતોમાં પણ માત્ર પુરૂષ પ્રતિયોગીએ ભાગ લીધો. આ આધુનિક ઓલમ્પિકમાં એકમાત્ર રમત હતી, જેનો ભાગ મહિલા પ્રતિયોગી ન હતી. 6થી 15 એપ્રિલ સુધી યોજાયેલ આ રમતમાં 14 દેશોના 241 ખેલાડીઓએ પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું. આ દરમિયાન ખેલાડીઓએ એથલેટિક્સ, સાઇક્લિંગ, સ્વિમિંગ, જીમ્નાસ્ટિક, વેઇટલિફ્ટિંગ, કુશ્તી, તલવારબાજી, નિશાનેબાજી અને ટેનિસની 43 સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
પ્રથમ વખત વિજેતાઓને ગોલ્ડ મેડલ મળ્યો ન હતો
પહેલી વખત વિજેતાઓને ચંદ્રક આપવામાં આવ્યા. જોકે તેમાથી કોઇ પણ સુવર્ણ ચંદ્રક નહોતા. પ્રથમ સ્થાને આવનાર ખેલાડીઓને રજત ચંદ્ર, ઓલિવની શાખા અને ડિપ્લોમા આપવામાં આવ્યા. બીજા સ્થાન પર આવનાર ખેલાડીઓને કાંસા/તાંબાના પદક, કલ્પવૃક્ષની શાખા અને ડિપ્લોમા આપવામાં આવ્યા. ત્રીજા નંબર પર આવનાર ખેલાડીઓને ખાલી હાથ પરત આવવું પડ્યું હતું. ચંદ્રકની એક બાજુ ગ્રીક દેવતા જીઉસ અને બીજી તરફ પ્રાચીન ગ્રીક શહેર એક્રોપોલિસનું ચિત્ર બનેલું હતુ. એમેરિકાના ટ્રેક અને ફિલ્ડ એથ્લીટ જેમ્સ કોનોલી 6 એપ્રિલ, 1896માં ત્રિકૂદ સ્પર્ધા જીતીને 1500 વર્ષથી પણ પહેલાના સમયમાં ઓલમ્પિક ચેમ્પિયન બન્યા હતા.
રમતો દરમિયાન પહેલી વખત સંગઠિત મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ અડધા સ્પર્ધકો થાકના કારણે સ્પર્ધાની વચ્ચેથી જ હટી ગયા હતા. યૂનાનના સ્પાઇરિડન લુઇએ આ સ્પર્ધા જીતી હતી. સ્વિમિંગ સ્પર્ધાઓ ખાડીમાં થઇ હતી. પ્રતિયોગીઓને લાકડીથી બનેલી હોડી દ્વારા લાવવામાં આવ્યા અને ફરી તે ત્યાંથી કિનારે ગયા. આ દરમિયાન રસ્તો બતાવવા માટે વચ્ચે ખાલી કરાયેલ સીતાફળને દોરીથી બાંધવામાં આવ્યા હતા. જે પાણીમાં તરી રહ્યા હતા. જર્મનીના કાર્લ શુમાન આધુનિક યુગ પહેલા ઓલમ્પિકમાં સૌથી મોટા ખેલાડી રહ્યા. તેમણે જીમ્નાસ્ટિક અને કુશ્તીની ચાર સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તેમણે વેઇટલિફ્ટિંગમાં પણ ભાગ લીધો. 10 વર્ષના જીમ્નાસ્ટ લોંડ્રાસ સૌથી યુવા ઓલંપિયન બન્યા
યૂનાનના જીમ્નાસ્ટ દિમિત્રોસ લોંડ્રાસ દસ્તાવેજો અનુસાર સૌથી યુવા ઓલંપિયન બન્યા હતા. તેમણે 10 વર્ષ અને 218 દિવસની ઉંમરમાં ટીમ સમાનાંતર બાર સ્પર્ધામાં ભાગ લીધો અને ત્રીજા સ્થાન પર રહ્યા. પેનાથેનિક સ્ટેડિયમમાં થયેલ કુશ્તી સ્પર્ધા માટે કોઇ વજન વર્ગ નક્કી ન હતો. તેનો અર્થ તે હતો કે તમામ પ્રતિયોગીઓ વચ્ચે માત્ર એક વિજેતા હતો. આધુનિક ગ્રીકો રોમન કુશ્તીના નિયમ તેમાં લાગૂ હતા. પરંતુ સમયની કોઇ સીમા ન હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર