Tokyo Olympics 2020: આજે પીવી સિંધુની મેચ, આ ખેલાડીઓ પર પણ રહેશે નજર

તસવીર: AP

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં શનિવારે શટલર પીવી સિંધુ (PV Sindhu), તીરંદાજ અતનુ દાસ (Atanu Das) અને બોક્સર અમિત પંઘાલ (Amit Panghal) પોત પોતાના મુકાબલામાં ઉતાર્યાં હતાં.

  • Share this:
    નવી દિલ્હી: ટોક્યોમાં ચાલી રહેલા ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભારતીય ખેલાડીઓ શનિવારે જીતના ઈરાદા સાથે ઉતર્યાં હતાં. આજે ખેલાડીઓ આગળના રાઉન્ડમાં જગ્યા મેળવવા માટે પ્રયાસ કરશે. શટલર પીવી સિંધુ (PV Sindhu) પર તમામની નજર રહેશે. સિંધુ આજે મહિલા સિંગલ્સની સેમીફાઇનલ રમશે. આ ઉપરાંત તીરંદાજ અતનુ દાસ (Atanu Das) પણ વ્યક્તિગત વર્ગમાં ક્વાર્ટર ફાઇનલ રમશે. બૉક્સર અમિત પંઘાલ (Amit Panghal) પણ પ્રી-ક્વાર્ટર ફાઇલનમાં ઉતરશે. આજે (31 જુલાઈ) ભારતના મેચના શિડ્યૂલ પર નજર કરીએ.

    - મહિલા ડિસ્ક થ્રો, સીમા પૂનિયા, ક્વૉલીફિકેશન ગ્રુપ એ, સવારે છ વાગ્યે
    - મહિલા ડિસ્ક થ્રો, કમલપ્રીત કૌર, ક્વૉલીફિકેશન ગ્રુપ બી, સવારે 4.25 વાગ્યે
    -પુરુષ લાંબા કૂદ, સિરિશંકર ક્વૉલીફિકેશન ગ્રુપ બી, બપોરે 3.40 વાગ્યે.

    તીરંદાજ:

    અતનુ દાસ વિરુદ્ધ તાકાહારુ ફુરુકાવા (જાપાન), ક્વાર્ટર ફાઇનલ, સવારે 7:18 વાગ્યે.

    બેડ મિન્ટન:

    મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં પીવ સિંધુ વિરુદ્ધ તાઈ જૂ યિંગ (ચીની તાઈપે), બપોરે 3:20 વાગ્યે.

    મુક્કાબાજી:

    અમિત પંઘાલ વિરુદ્ધ યુબેર્જેન રિવાસ (કોલંબિયા) 52 કિલોગ્રામ પુરુષ પ્રી-ક્વાર્ટર ફાઇનલ, સવારે 7:30 વાગ્યે.

    પૂજા રાની વિરુદ્ધ લી કિયાન (ચીન) 75 કિલોગ્રામ મહિલા પ્રી-ક્વાર્ટર ફાઇનલ, બપોરે 3:36 વાગ્યે.

    આ પણ વાંચો: Tokyo Olympics, Badminton: પીવી સિંધુ સેમીફાઇનલમાં, સતત બીજા ઓલમ્પિક મેડલથી એક જીત દૂર

    ગોલ્ફ:

    અનિર્બાન લહિડી અને ઉદયન માને, પુરુષ વ્યક્તિગત સ્ટ્રોક પ્લે, સવારે 4:15 વાગ્યાથી.

    હૉકી:

    ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, મહિલા પૂલ એ મેચ, સવારે 8:45 વાગ્યે.

    સેલિંગ:

    કેસી ગણપતિ અને વરુણ ઠક્કર. સવારે 8:35 વાગ્યાથી.

    નિશાનેબાજી:

    અંજુમ મૌદગિલ અને તેજસ્વી સાવંત, મહિલા 50 મીટર રાઇફલ પ્રી પ્રોઝિશન ક્વૉલીફિકેશન, સવારે 8:30 વાગ્યે.
    Published by:Vinod Zankhaliya
    First published: