Home /News /sport /Tokyo Olympics: કમલપ્રીતની હાર પર સચિન-સહેવાગે કરી મોટી વાત, જોઈ તમે પણ કરશો સલામ

Tokyo Olympics: કમલપ્રીતની હાર પર સચિન-સહેવાગે કરી મોટી વાત, જોઈ તમે પણ કરશો સલામ

તસવીર- PTI, સચિન, સહેવાગ/ઈન્સ્ટાગ્રામ

ભારતની કમલપ્રીત કૌર ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020)માં મહિલા ડિસ્ક થ્રો(Women's discus throw Final) ફાઇનલમાં છઠ્ઠા સ્થાને રહી હતી. કમલપ્રીત(Kamalpreet Kaur) મેડલ જીતવાનું ચૂકી ગઈ પણ તેણે દેશનું દિલ જીતી લીધું. સચિન તેંડુલકર(Sachin Tendulkar) અને વીરેન્દ્ર સહેવાગ(Virender Sehwag) જેવા દિગ્ગજોએ તેમને સલામ કરી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ભારતની કમલપ્રીત કૌર ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020)માં મહિલા ડિસ્ક થ્રો(Women's discus throw Final) ફાઇનલમાં છઠ્ઠા સ્થાને રહી હતી. મલપ્રીત(Kamalpreet Kaur) મેડલ જીતવાનું ચૂકી ગઈ પણ તેણે દેશનું દિલ જીતી લીધું. સચિન તેંડુલકર(Sachin Tendulkar) અને વીરેન્દ્ર સહેવાગ(Virender Sehwag) જેવા દિગ્ગજોએ તેમને સલામ કરી છે.અનુભવી ક્રિકેટરો સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગે પણ કમલપ્રીતને પ્રેરણા સ્ત્રોત ગણાવી છે.

સચિન તેંડુલકરે ટોક્યોમાં કમલપ્રીતનું અભિયાન સમાપ્ત થયા બાદ લખ્યું હતું કે, 'ક્યારેક આપણે જીતીએ છીએ અને ક્યારેક આપણે શીખીએ છીએ. હાર્ડ લક કમલપ્રીત. અમને તમારા પર ગર્વ છે કે, તમે આટલા મોટા મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને તમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું. આ અનુભવ તમને ભવિષ્યમાં એક મજબૂત રમતવીર બનાવશે.

વીરેન્દ્ર સહેવાગે પણ ટ્વીટ કરીને કમલપ્રીતને સલામ કરી હતી. સેહવાગે લખ્યું, 'કમલપ્રીત હું તમારો ફેન બની ગયો છું. મેડલ નથી મળ્યો પણ કેવો અદભૂત પ્રયાસ છે. તમે ડિસ્કસ થ્રોમાં હજારો લોકોની રુચિ વધારી છે. તમને ટૂંક સમયમાં મેડલ પણ મળશે.

આ પણ વાંચો: IND VS ENG:મયંક અગ્રવાલ પહેલી ટેસ્ટમાંથી થયો બહાર, સિરાજનો બાઉન્સર માથામાં વાગ્યો

તમને જણાવી દઈએ કે, કમલપ્રીત કૌર ફાઇનલમાં કેટલીક ઈજાઓ સાથે મેદાનમાં ઉતરી હતી. તેના ખભા અને પગ પર પટ્ટીઓ હતી અને ટીકાકારોએ માહિતી આપી હતી કે તેને કેટલીક આંતરિક ઈજાઓ થઈ છે અને તે સંપૂર્ણપણે ફિટ નથી. જો કે, આ હોવા છતાં, કમલપ્રીતે ટોપ 8 માં જગ્યા બનાવી. કમલપ્રીતે પોતાના પ્રથમ થ્રોમાં ડિસ્કસ 61.62 મીટર દૂર ફેંકી હતી. તેમ છતાં તેના બીજા, ચોથા અને છઠ્ઠા થ્રો નિષ્ફળ ગયા, તેણીએ ફાઉલ કર્યું. ત્રીજા થ્રોમાં કમલપ્રીતે 63.70 મીટરના અંતર સાથે ટોપ 6 માં સ્થાન મેળવ્યું હતું.

આ પણ વાંચો: Tokyo Olympics:બોક્સર સતીશ કુમારે કહ્યું, 13 ટાંકાથી ગભરાઈને, પરિવારના સભ્યોએ રમવાનું બંધ

તમને જણાવી દઈએ કે અમેરિકાની વેલેરી ઓલમેને 68.98 મીટરનું અંતર કાપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જર્મનીના ક્રિસ્ટેન પુડનેઝે 66.86 મીટર દૂર ડિસ્ક થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો. ક્યુબાના યેમી પેરેઝે 65.72 મીટરના અંતર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.
First published: