ટોક્યો. દુનિયાના ટોપ રેન્કિંગવાળા ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ (Novak Djokovic) ગોલ્ડન સ્લેમ (Golden Slam)ને પૂરું કરવાના સપના સાથે ઓલમ્પિક (Tokyo Olympic 2020)માં આવ્યો હતો, પરંતુ બ્રોન્ઝ મેડલ મુકાબલો હાર્યા બાદ તે ટોક્યોથી ખાલી હાથે પરત ફર્યો છે. સર્બિયાના આ ખેલાડીને બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં સ્પેનના પાબ્લો કોરેના બુસ્ટાએ 6-4, 7-6 , 6-3થી પરાજીત કર્યો. મેચ દરમિયાન જોકોવિચે અનેકવાર જાત પર કાબૂ ગુમાવ્યો અને રેકેટ પર પોતાનો ગુસ્સો કાઢ્યો.
જોકોવિચને 24 કલાકથી ઓછા સમયમાં ત્રીજી વાર હારનો સામનો કરવો પડ્યો. ઓલમ્પિક પુરુષ સિન્ગલની સેમીફાઇનલમાં શુક્રવારે એલેક્ઝાન્ડર જ્વેરેવે જોકોવિચને હરાવીને ગોલ્ડ સ્લેમ પૂરું કરનારો પહેલો પુરુષ ખેલાડી બનવાનું સપનું તોડી દીધું હતું. તેણે ત્યારબાદ ડબલ્સની સેમીફાઇનલમાં પણ હારનો સામનો કર્યો. એક જ વર્ષમાં ચાર ગ્રાન્ડ સ્લેમની સાથે ઓલમ્પિક ગોલ્ડ જીતવાને ગોલ્ડન સ્લેમ કહે છે. સ્ટેફી ગ્રાફ (1988) આ ઉપલબ્ધિને પ્રાપ્ત કરનારી એકમાત્ર ટેનિસ ખેલાડી છે.
Novak Djokovic to Simone Biles: “Without pressure there is no professional sport. If you are aiming to be at the top of the game you better start learning how to DEAL WITH PRESSURE.”
જોકોવિચની નિરાશાનો અંદાવો એનાથી જ લગાવી શકાય છે કે તેણે બીજા સેટમાં મેચ પોઇન્ટ બચાવ્યા બાદ ત્રીજા સેટની લાંબી રેલી દરમિયાન બુસ્ટાના શોટને રોકવામાં નિષ્ફળ રહ્યા બાદ પોતાના રેકેટને સ્ટેન્ડ તરફ ફેંકી દીધું. તેની બે ગેમ બાદ જ્યારે બુસ્ટાએ તેની સર્વિસ તોડી તો ફરી એક વાર તેણે પોતાના રેકેટથી નેટ પર પ્રહાર કરી દીધો. તેણે ત્યારબાદ રેકેટ ઉઠાવીને ફોટોગ્રાફર તરફ ઉછાળી દીધું.
બુસ્ટાએ કરી હતી અમ્પાયર સાથે પેનલ્ટી પોઇન્ટની માંગ ચેર અમ્પાયરે નેટ પર રેકેટ ફેંક્યા બાદ જોકોવિચને ચેતવણી પણ આપી હતી, પરંતુ બુસ્ટાએ અમ્પાયર પાસે પેનલ્ટી પોઇન્ટની માંગ કરી, કારણ કે રેકેટ પર ગુસ્સો કાઢવાનો આ બીજો મામલો હતો. અમ્પાયરે જોકે પહેલી ઘટના બાદ જોકોવિચને ચેતવણી નહોતી આપી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર