Tokyo Olympics: નીરજ ચોપડા ગ્રુપમાં નંબર-1 રહ્યો, મેડલથી ખૂબ નજીક, જાણો ક્યારે ઉતરશે ગોલ્ડના મુકાબલામાં

Tokyo Olympics 2020: જેવલિન થ્રો ફાઇનલમાં ભારતના નીરજ ચોપડાનો મુકાબલો પાકિસ્તાનના અરશદ અને જર્મનીના વેટર સાથે

Tokyo Olympics 2020: જેવલિન થ્રો ફાઇનલમાં ભારતના નીરજ ચોપડાનો મુકાબલો પાકિસ્તાનના અરશદ અને જર્મનીના વેટર સાથે

  • Share this:
    નવી દિલ્હી. ભારતના સ્ટાર એથ્લીટ અને ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics 2020)માં મેડલની મોટી આશા માનવામાં આવી રહેલા નીરજ ચોપડા (Neeraj Chopra)એ જેવલિન થ્રો ઇવેન્ટની ફાઇનલમાં સ્થાન પાકુ કરી દીધું છે. ક્વોલિફિકેશનમાં નીરજ ચોપડાએ પહેલા જ પ્રયાસમાં 86.65 મીટરની સાથે 83.50 મીટરના ક્વોલિફેકેશન માર્ક પ્રાપ્ત કર્યો. તે ક્વોલિફિકેશનમાં ટોપ પર રહ્યો.

    ફાઇનલ મુકાબલો 7 ઓગસ્ટે રમાશે. ભારતે અત્યાર સુધીમાં ટ્રેક એન્ડ ફીલ્ડમાં ઓલમ્પિક મેડલ નથી જીત્યો. એવામાં નીરજની નજર ઈતિહાસ રચવા પર હશે. નીરજનું કહેવું છે કે ક્વોલિફિકેશનમાં પહેલા પ્રયાસ શાનહાર હતો, પરંતુ ફાઇનલમાં સુધારની જરૂરિયાત છે. નીરજ બાદ જર્મનીના વેટર બીજા સ્થાને રહ્યો અને પાકિસ્તાનનો અરશદ નદીમ ત્રીજા સ્થાન પર રહ્યો. એથલેટિક્સમાં પહેલી વાર કોઈ પાકિસ્તાની ખેલાડી ઓલમ્પિકની એથલટિક્સ ફાઇનલમાં સ્થાન મેળવી શક્યું છે. જર્મન ખેલાડીએ 85.64 મીટર અને અરશદે 85.16 મીટરનો થ્રો કર્યો હતો.

    આ પણ વાંચો, Tokyo Olympics: બોક્સર લવલીના બોરગોહેનનું ગોલ્ડનું સપનું તૂટ્યું, બ્રોન્ઝ મેડલથી માનવો પડ્યો સંતોષ

    નીરજ ચોપડાની જેવલિન થ્રો ફાઇનલ ક્યારે રમાશે?
    નીરજ ચોપડા જેવલિન થ્રો ફાઇનલ મેચ રમવા માટે શનિવારે 7 ઓગસ્ટે મેદાન પર ઉતરશે.

    નીરજ ચોપડાની જેવલિન થ્રો ફાઇનલ કયા સમયે રમાશે?
    નીરજ ચોપડાની જેવલિન થ્રો ફાઇનલ મેચ 7 ઓગસ્ટે ભારતીય સમય મુજબ સાંજે 4:30 કલાકે રમાશે.

    આ પણ વાંચો, Tokyo Olympics: ગોલકિપર સવીતાના ઓસ્ટ્રેલિયન ક્રિકેટર-હાઇ કમિશ્નરે કર્યા વખાણ, કહ્યું- ‘ધ ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયા’

    નીરજ ચોપડાની ફાઇનલ મેચનું લાઇવ પ્રસારણ ક્યાં જોવા મળશે?
    નીરજ ચોપડાની ફાઇનલ મેચનું લાઇવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે.

    નીરજ ચોપડાની ફાઇનલ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?
    નીરજ ચોપડાની ફાઇનલ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ (Sony LIV) અને જિયો ટીવી પર જોઈ શકાશે.
    Published by:Mrunal Bhojak
    First published: