Momiji Nishiya: 13 વર્ષ, 330 દિવસ...આટલી નાની ઉંમરે આ જાપાની છોકરીએ ઓલમ્પિકમાં ઈતિહાસ રચી દીધો

Tokyo Olympic 2020: જોરદાર કરતબ દર્શાવીને 13 વર્ષની ઉંમરે સ્કેટબોર્ડિગમાં મોમિજી નિશિયાએ જીત્યો ગોલ્ડ, જુઓ VIDEO

Tokyo Olympic 2020: જોરદાર કરતબ દર્શાવીને 13 વર્ષની ઉંમરે સ્કેટબોર્ડિગમાં મોમિજી નિશિયાએ જીત્યો ગોલ્ડ, જુઓ VIDEO

  • Share this:
    Tokyo Olympics 2020: સ્કેટબોર્ડિગ (Skateboard)માં આશ્ચર્યમાં મૂકી દે તેવા કરતબ દર્શાવીને 13 વર્ષની બે બાળકીઓએ ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympic 2020)માં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી લીધા. જ્યારે બ્રોન્ઝ મેડલ જીતનારી પણ 16 વર્ષની પ્રતિયોગી હતી. સામાન્ય રીતે જે ઉંમરમાં બાળકો રમકડા અને વીડિયો ગેમથી રમતા હોય છે એ ઉંમરમાં આ ત્રણ બાળકીઓએ ઈતિહાસ રચી દીધો છે. આ કિશોરીઓની આકરી મહેનત અને લગનથી તમામ પડકારોનો સામનો કરીને પુરૂષોની એક રમત પરથી દબદબો તોડી દીધો છે. જાપાનની મોમિજી નિશિયા (Momiji Nishiya)એ પહેલો ઓલમ્પિક રમતા ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. અત્યાર સુધી આ રમત પર પુરૂષોનું પ્રભુત્વ રહ્યું છે, પરંતુ આ ત્રણેય કિશોરીઓએ તેને તોડી દીધું છે. સ્કેટબોર્ડ (Skateboard)ની રમતમાં યાદગાર પ્રદર્શન દર્શાવતા તેમણે સૌના મન જીતી લીધા છે. મોમિજી નિશિયા પહેલા સ્થાને રહી, ત્યારબાદ સિલ્વર મેડલ બ્રાઝીલની રેસા લીલ (Rayssa Leal)ને મળ્યો જેની ઉંમર પણ 13 વર્ષની જ છે.

    બીજી તરફ, બ્રોન્ઝ મેડલ જાપાનની ફુના નાકાયામને મળ્યો. 20 પ્રતિયોગીઓના મહિલા વર્ગમાં બ્રાઝીલની લેતિસિયા બુફોની પણ હતી જેના પિતાએ તેને રમતમાં આગળ વધતી અટકાવવા માટે તેના સ્કેટબોર્ડના બે ટુકડા કરી દીધા હતા. કેનેડાની એની ગુગલિયા જ્યારે સ્કેટિંગ શીખી રહી હતી તો પહેલા બે વર્ષ સુધી બીજી કોઈ છોકરી તેની સાથે નહોતી.

    આ પણ જુઓ, CBSE 10th Result 2021: જાણો ક્યારે જાહેર થશે CBSE બોર્ડ ધોરણ-10નું પરિણામ, કેવી રીતે કરશો ચેક?

    13 વર્ષની આ પ્રતિયોગીઓએ સ્કેટબોર્ડ પર એવા-એવા કરતબ દર્શાવ્યા કે જેને જોઈને જજ પણ હેરાન રહી ગયા. બંને ખેલાડીઓની વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો. જેને પણ આ બે કિશોરીઓના કરતબ જોયા તેમના મોઢા ખુલ્લાને ખુલ્લા રહી ગયા. સોશિયલ મીડિયા પર લોકો તેમનું પર્ફોમન્સ જોઈ રહ્યા છે અને કોમેન્ટમાં પોતાના રિએક્શન આપી રહ્યા છે.

    આ પણ જુઓ, VIRAL VIDEO: લગ્ન સમયે અચાનક ‘કબડ્ડી’ રમવા લાગી દુલ્હન, આ જોઈ દુલ્હાના ઉડી ગયા હોશ!

    નોંધનીય છે કે, સ્કેટબોર્ડિંગની ગોલ્ડ મેડલ વિજેતા મોમિજી નિશિયાની ઉંમર 13 વર્ષ અને 330 દિવસ છે અને તેણે પોતાના ઘરઆંગણે જાપાનમાં જ આટલી નાની ઉંમરે ગોલ્ડ મેડલ જીતીને ઓલમ્પિકના ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવી દીધું છે.

    મોમિજી નિશિયાએ આ વર્ષે રોમમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે તેણે રમતના સૌથી ઊંચા શિખરને પ્રાપ્ત કરી દીધું છે. ઓલમ્પિકમાં સ્કેટબોર્ડિંગને સામેલ કરવાનો નિર્ણયથી નવી પેઢી આવું જોરદાર પ્રદર્શન કરશે એવું કોઈએ વિચાર્યું નહોતું. 13 વર્ષની ઉંમરે ગોલ્ડ અને સિલ્વર મેડાલિસ્ટ છે. ખૂબ નાની ઉંમરના આ ખેલાડીઓએ દર્શાવી દીધું છે કે તેઓ દુનિયાભરને પોતાની ટેલેન્ટથી મંત્રમુગ્ધ કરવા સજ્જ છે અને નવા-નવા કિર્તીમાન સર્જતા રહેશે.
    Published by:Mrunal Bhojak
    First published: