Tokyo Olympics Live: હૉકીમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું, વંદના કટારિયાએ કર્યાં ત્રણ ગોલ

હોકીમાં ભારતની જીત.

વંદના કટારિયા પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે જેણે ઓલિમ્પિકની કોઈ મેચમાં હેટ્રિક કરી હોય. ભારતીય હૉકી ટીમ આગળના રાઉન્ડમાં જાય તેવી આશા હજુ કાયમ છે.

  • Share this:
    Tokyo Olympics Hockey: ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020)માં ભારતીય મહિલા હૉકી ટીમે (Indian women's hockey team) કરો યા મરો મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને 4-3થી હાર આપી છે. ભારત તરફથી વંદના કટારિયા (Vandana Katariya)એ ત્રણ અને નેહા ગોયલે એક ગોલ કર્યો હતો. વંદના કટારિયા પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે જેણે ઓલિમ્પિકની કોઈ મેચમાં હેટ્રિક કરી હોય. ભારતીય હૉકી ટીમ (Indian Hockey team) આગળના રાઉન્ડમાં જાય તેવી આશા હજુ કાયમ છે. બ્રિટન જો આયર્લેન્ડ સામે હારે છે તો ભારત ક્વાટર ફાઇનલમાં પહોંચી જશે.

    ટોક્યો ઓલિમ્પિકના અન્ય અપડેટ્સ:

    અમિત પંઘાલની સફર ખતમ

    ભારતના ગોલ્ડ પંચની સૌથી મોટી આશા અમિત પંઘાલ (Amit Panghal)ની ટોક્યો ઓલિમ્પિકની સફર ખતમ થઈ ગઈ છે. મેન્સ ફ્લાઈવેટમાં દુનિયાના નંબર-1 મુક્કેબાજ અમિત પ્રી-ક્વાર્ટર ફાઇલનમાં હારી ગયા છે. રાઉન્ડ-16ના મુકાબલામાં અમિતને રિયો ઓલિમ્પિકના સિલ્વર મેડાલિસ્ટ કોલંબિયાના હર્ની રિવાસ માર્ટિનેજે 4-1થી હાર આપી હતી.

    આ પણ વાંચો: જાણો આજે (31-જુલાઈ) ભારતના કયા ખેલાડીનો મુકાબલો

    કમલપ્રીત કૌર Discus throwના ફાઇલમાં પહોંચી

    ડિસ્કસ થ્રો ક્વૉલીફિકેશન ગ્રુપ બીમાં ભારતની કમલપ્રીત કૌરે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. કમલપ્રીત ફાઇલનમાં પહોંચી ગઈ છે. પ્રથમ પ્રયાસમાં કમલપ્રીતે 60.29 મીટર થ્રો કર્યો હતો, જ્યારે બીજા પ્રયાસમાં 63.97 મીટર દૂર ડિસ્ક ફેંકી હતી. ત્રીજા પ્રયાસમાં 64 મીટરની સાથે તેણીએ ફાઇનલ ક્વૉટામાં સ્થાન મેળવ્યું હતું. જોકે, સીમા પૂનિયા ફાઇલમાં સ્થાન મેળવી શકી નથી. તેણી 60.57 મીટર સુધી પહોંચી શકી હતી.

    આ પણ વાંચો: નાણાની જરૂર પડે તો પર્સનલ લોન, ઓવરડ્રાફ્ટ અને ક્રેડિટ લાઇનમાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરવો? 

    આજે પીવી સિંધુની મેચ

    આજે શટલર પીવી સિંધુ (PV Sindhu) પર તમામની નજર રહેશે. સિંધુ આજે મહિલા સિંગલ્સની સેમીફાઇનલ રમશે. શુક્રવારે મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (PV Sindhu)એ ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) ની સેમીફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. તેણે સતત બીજા ઓલમ્પિકમાં અંતિમ-4માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. પીવી સિંધુએ મેજબાજ જાપાન (Japan)ની અકાને યામાગુચી (Akane Yamaguchi)ને સીધી ગેમમાં 21-13, 22-20થી હરાવીને સેમીફાઇનલમાં (PV Sindhu Into Semi final) સ્થાન મેળવી લીધું છે. પીવી સિંધુએ 2016 રિયો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે વધુ એક મેચ જીતી લે છે તો તેના નામે મેડલ પાકો થઈ જશે. એવામાં તે બેડમિન્ટનમાં બે મેડલ જીતનારી ભારતની પહેલી ખેલાડી બની જશે.

    આ પણ વાંચો: નસિબ અજમાવવા માટે થઈ જાઓ તૈયાર! ચોથી ઓગસ્ટે ખુલશે પિઝા હટ, KFCની ઓપરેટર કંપનીનો IPO

    ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની ટેલી:

    ટોક્યો ઓલિમ્પિકમાં જાપાનને પાછળ છોડીને ચીન 19 મેડલ સાથે પ્રથમ ક્રમ પર છે. બીજા નંબર પર 17 મેડલ સાથે જાપાન છે. ત્રીજા નંબર પર રહેલા અમેરિકાએ અત્યારસુધી 14 ગોલ્ડ મેડલ જીતી લીધા છે. ભારત મેડલ ટેલીમાં 51મા નંબર પર છે. ભારત તરફથી વેઇટલિફ્ટર મારીબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે મુક્કેબાજ લવલીના બોરગોહેને સેમીફાઈલમાં પહોંચીને મેડલ પાક્કો કરી લીધો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: