Tokyo Olympics, Day 2nd Live: મીરાબાઈ ચાનુએ ઇતિહાસ રચ્યો, મણિકા અને સુતીર્થા આગળના રાઉન્ડમાં પહોંચ્યા

વેઇટ લિફ્ટિંગના ઇતિહાસમાં ભારતના નામે આ બીજો મેડલ છે.

Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે સિલ્વર મેડલ (India Silver Medal) સાથે ખાતું ખોલાવ્યું છે. દેશની વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu)એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)માં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે.

  • Share this:
    નવી દિલ્હી: Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે સિલ્વર મેડલ (India Silver Medal) સાથે ખાતું ખોલાવ્યું છે. દેશની વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu)એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)માં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ 49 કિલોગ્રામ વર્ગમાં આ પ્રથમ મેડલ જીત્યો (Mirabhai Chanu wins Silver Medal) છે. વેઇટલિફ્ટિંગના ઇતિહાસમાં ભારતના નામે આ બીજો મેડલ છે. આ પહેલા સિડની ઓલિમ્પિક (2000)માં ભારતને મેડલ મળ્યો હતો. આ મેડલ કર્ણમ મલ્લેશ્વરીએ અપાવ્યો હતો. મીરાબાઈ ચાનૂ પ્રથમ ભારતીય વેઇટ લિફ્ટર છે જેને ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હોય.

    Tokyo Olympics, Day 2nd Live

    જાપાનના વેઇટલિફ્ટર મિયાકે હિરોમીએ રમતથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ક્યોડોના અહેવાલ મુજબ, 2012 ના લંડન ઓલિમ્પિકમાં રજત અને રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનાર હિરોમીએ નિવૃત્તિ જાહેર કરી છે. તે આજે મહિલાઓની વેઈટ લિફ્ટિંગમાં જ રમ્યો હતો પરંતુ તે કંઇક ખાસ કરી શક્યો નહીં.



    આ પણ વાંચો: Tokyo Olympics 2020: ભારતીય હૉકી ટીમે જીત સાથે કરી શરૂઆત, ન્યૂઝીલેન્ડને હરાવ્યું

    મીરાબાઈએ પોતાના પ્રથમ પ્રયાસમાં જ 84 કિલોગ્રામ અને બીજા પ્રયામાં 87 કિલોગ્રામ વજન ઊંચક્યું હતું. જોકે, ત્રીજા પ્રયાસમાં તેણી 89 કિલોગ્રામ વજન ઊંચકવામાં નિષ્ફળ રહી હતી. 94 કિલોગ્રામ વજન સાથે ચીનની વેઇટ લિફ્ટર ઝિહૂ પ્રથમ નંબર પર રહી હતી, જે ઓલિમ્પિકનો રેકોર્ડ છે.

    >> ઓલિમ્પિકની વધુ સ્ટોરી વાંચવા ક્લિક કરો...

    હૉકીમાં ગ્રુપ સ્ટેજની રમત 24મી જુલાઈથી શરૂ થઈ છે. ગ્રુપ સ્ટેજની મેચો 30મી સુધી ચાલશે. 1 ઓગસ્ટથી નૉકઆઉટ રાઉન્ડ શરૂ થશે. ક્વાટર ફાઇનલ પહેલી ઓગસ્ટના રોજ, ત્રીજી ઓગસ્ટના રોજ સેમીફાઇનલ જ્યારે ફાઇનલ પાંચમી ઓગસ્ટના રોજ યોજાશે. 2016ના રિયો ઓલિમ્પિકની વાત કરવામાં આવે તો આર્જેન્ટીનાએ ગોલ્ડ મેડલ, બેલ્જિયમે સિલ્વર અને જર્મનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમ આઠમાં નંબર પર રહી હતી.
    Published by:kuldipsinh barot
    First published: