Tokyo Olympics: જાપાનની (Japan) રાજધાની ટોક્યોમાં (Tokyo) યોજાઈ રહેલા ખેલકૂદ મહાકુંભ એટલે કે ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં (Tokyo Olympics Day 5 Live) પાંચમો દિવસ ભારતીય ખેલાડીઓ (Indian Players) માટે થોડી નિરાશા લઈને આવ્યો છે. આજના દિવસે ભારતના એકપણ ખેલાડીના ભાગે મેડલ નથી આવ્યો તેમ છતાં આશાનું કિરણ ખીલ્યું છે. પાંચમા દિવસે ભારતની તીરંદાજ દિપીકા કુમારીએ સતત બે મુકાબલામાં જીત મેળવી છે જ્યારે બૉક્સર પૂજા રાની મેડલથી એક કદમ દૂર છે.
આજે સવારે દિવસની શરૂઆતમાં બેડમિન્ટમાં પીવી સિંઘુએ ગ્રુપના મુકાબલમામાં હોંગકોંગની યી નેગનને 21-9, 21-16ના સ્કોરથી માત આપી હતી. આ સાથે જ સિદ્ધુ નોકઆઉટ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું.
ત્યારબાદ તીરંદાજીની સ્પર્ધાઓ શરૂ થઈ હતી જેમાં ભારતના તરૂણદીપ રાયે પ્રથમ એલિમિનેટર મેચ જીતી અને અને તેમણે યુક્રેનના ખેલાડી ઓ. હુનબિનને 6-4થી માત આપી હતી. દરમિયાન તરૂણદીપ રાય આર્ચરીની એલિમિનેશન મેચમાં ઈઝરાયેલના ખેલાડી સામમે 5-6થી મેચ હારી ગયા હતા.
દરમિયાન તીરદાંજીમાં ભારતના અન્ય ખેલાડી પ્રવિણ જાઘવે પ્રથમ સેટમાં જીત મેળવી હતી અને અને તેમણે 29-27થી આ સેટ જીતી અને 1-0થી લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ 16માં રાઉન્ડમાં પ્રવિણ વર્લ્ડના નંબર ખેલાડી એલીસન સામે પ્રથમ સેટ 27-28થી હારી ગયા હતા. ત્યારબાદ વ્યક્તિગત સ્પર્ધા આવી જેમાં એલિસને પ્રવિણ જાધવને 6-0થી માત આપી અને સ્પર્ધામાંથી બહાર નીકળવા મજબૂર કર્યા હતા
ત્યારબાજ તીરંદાજ દિપીકા કુમારી આશાનું કિરણ લઈને આવી હતી. દિપીકા કુમારીએ પ્રથમ સેટ 26-23થી જીતી લીધો હતો. ત્યારબાદ બીજો સેટ પર દિપીકા કુમારી એ 26-23થી જીત્યો હતો.જોકે, બંને સેટમાં દિપકી પરફેક્ટ 10નો સ્કોર લગાવી શકી નહોતી. દિપીકા કુમારીએ ભૂટાનની કર્માને 32માં રાઉન્ડમાં 6-0થી માત આપી હતી.
" isDesktop="true" id="1118855" >
બૉક્સિંગમાં ભારતની પૂજા રાનીએ આજે સારું પ્રદર્શન કર્યુ હતું. પૂજા રાનીએ પ્રથમ રાઉન્ડમાં અલ્જીરિયાની ચેબ ઈચાર્કને પછાડી હતી. રપૂજા રાની 75 કિલો કેટેગરીમાં 5-0થી જીત મેળશવી અને ક્વાર્ટર ફાઇલમાં પહોંચી હતી.
દરમિયાન બપોરે બેડમિન્ટનની મેચ શરૂ થઈ હતી જેમાં ભારતના ખેલાડી બી સાઈ પ્રણીત સતત બીજી મેચ હારી અને બહાર થઈ ગયા હતા. ભારતના ખેલાડી અહીંયા પોતાની સર્વશ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરી શક્યા નહોતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર