Home /News /sport /

Tokyo Olympics 2020 BREAKING:બજરંગ પૂનિયા સેમીફાઈનલમાં હાર્યો, ભારતની ગોલ્ડની આશા તૂટી

Tokyo Olympics 2020 BREAKING:બજરંગ પૂનિયા સેમીફાઈનલમાં હાર્યો, ભારતની ગોલ્ડની આશા તૂટી

તસવીર- bajrang punia Instagram

Tokyo Olympics: ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયા (Bajrang Punia) ફાઇનલમાં પહોંચી શક્યો નથી. જોકે તેની મેડલની આશા અકબંધ છે. ભારતને અત્યાર સુધીમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા છે. તેને સેમિફાઇનલમાં અઝર બૈજાનના હાજી અલીયેવએ (Haji Aliyev) હરાવ્યો હતો.

વધુ જુઓ ...
    ટોક્યો: કુસ્તીબાજ બજરંગ પૂનિયા (Bajrang Punia) સેમીફાઈનલમાં હારી ગયો છે. આ પછી પણ મેડલની આશા અકબંધ છે. તેઓ હવે રૈપચેજમાં પ્રવેશ કરશે. 65 કિલોગ્રામ વર્ગની સેમિફાઇનલ (semifinals) માં બજરંગને વર્તમાન ઓલિમ્પિક (Tokyo Olympics 2020) પદક વિજેતા અને અઝરબૈજાનના ત્રણ વખતના વિશ્વ ચેમ્પિયન હાજી અલીયેવએ (Haji Aliyev) 5-12થી હરાવ્યો હતો. આ પહેલા બે વર્ષ પહેલા બજરંગે પ્રો રેસલિંગ લીગમાં અલીયેવને હરાવ્યો હતો. ભારતે અત્યાર સુધીમાં ટોક્યો (Tokyo)માં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

    બજરંગ પુનિયાએ મેચમાં સારી શરૂઆત કરી

    બજરંગ પુનિયાએ મેચમાં સારી શરૂઆત કરી હતી અને 1-0ની લીડ મેળવી હતી. પરંતુ હાજી અલીયેવે પુનરાગમન કરીને 2-1ની લીડ મેળવી હતી. અલીયેવ 4-1થી આગળ ગયો. પ્રથમ ત્રણ મિનિટ સુધી સ્કોર સમાન રહ્યો. છેલ્લી ત્રણ મિનિટમાં બંને વચ્ચે સારી લડાઈ થઈ. પરંતુ હાજી અલીયેવ અંતે 12-5થી જીતવામાં સફળ રહ્યો.

    આ પણ વાંચો: મેજર ધ્યાનચંદ શા માટે હોકીના જાદુગર કહેવાતા હતા? 16 વર્ષની ઉંમરે જોડાયા હતા Armyમાં

    હાજી અલીયેવનો જોરદાર રેકોર્ડ

    હાજી અલીયેવએ 2016 રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય તે 2014, 2015 અને 2017 માં વર્લ્ડ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. આ સિવાય તેણે વર્લ્ડ કપમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા. બીજી બાજુ, જ્યારે બજરંગ પુનિયાની વાત આવે છે, ત્યારે તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક સિલ્વર અને બે બ્રોન્ઝ જીત્યા છે. તેણે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.





    બજરંગ કુસ્તીમાં મેડલ જીતનાર છઠ્ઠા ભારતીય બની શકે છે

    બજરંગ પુનિયા કુસ્તીમાં ઓલિમ્પિક મેડલ જીતનાર છઠ્ઠા ભારતીય કુસ્તીબાજ બની શકે છે. એક દિવસ પહેલા રવિ દહિયાએ સિલ્વર જીત્યો હતો. આ સિવાય સુશીલ કુમારે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ અને 2012 લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. યોગેશ્વર દત્તે 2012 માં બ્રોન્ઝ જીત્યો હતો અને મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે 2016 રિયોમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ પહેલા કેડી જાધવે 1952 હેલસિંકી ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતીય કુસ્તીબાજ હતા.

    આ પણ વાંચો: મહેન્દ્રસિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટથી બ્લૂ ટિક હટાવી દેવામાં આવ્યું, જાણો કેમ બન્યું આમ

    બીજી તરફ બ્રોન્ઝ મેડલની મેચમાં પહેલવાન દીપક પૂનિયાનો (Deepak Punia)પરાજય થયો છે. દીપકનો સેન મારિનોના મેયલ્સ નઝીમ સામે 4-2થી પરાજય થયો છે. અત્યાર સુધી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને કુશ્તીમાં ફક્ત એક સિલ્વર મેડલ મળ્યો છે. આ પહેલા ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય હોકી ટીમે (Indian Hockey Team Won Bronze Medal) ઈતિહાસ રચી દીધો છે. બ્રોન્ઝ મેડલ માટેના નિર્ણાયક મુકાબલમાં ભારતે જર્મની સામે (India Vs Germany)ને 5-4થી વિજય મેળવ્યો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    આગામી સમાચાર