નવી દિલ્હી : ઓલિમ્પિકની સેમિ ફાઇનલમાં પ્રથમ વખત રમી રહેલી ભારતીય મહિલા હોકી ટીમનું (Indian Womens Hockey Team)ગોલ્ડ જીતવાનું સપનું તૂટી ગયું છે. સેમિ ફાઇનલમાં ભારતનો આર્જેન્ટિના સામે 1-2થી પરાજય થયો છે. જોકે મહિલા હોકી ટીમ ઓલિમ્પિકના (Tokyo Olympics 2020) ઇતિહાસમાં પોતાનો પ્રથમ મેડલ હજુ પણ જીતી શકે છે. ત્રીજા સ્થાન અને બ્રોન્ઝ મેડલ માટે ભારતીય ટીમનો મુકાબલો હવે બ્રિટન સામે થશે. પ્રથમ સેમિ ફાઇનલમાં જર્મનીને ટીમે બ્રિટનને 5-1થી હરાવ્યું હતું.
ભારતીય મહિલા હોકી ટીમે સેમિ ફાઇનલમાં શાનદાર શરૂઆત કરી હતી. ભારત તરફથી ગુરજીત કૌરે બીજી જ મિનિટમાં શાનદાર ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. ગુરુજીતે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવવામાં કોઇ ભૂલ કરી ન હતી. પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય ટીમે દબદબો બનાવી રાખ્યો અને 1-0થી આગળ રહી હતી. આર્જિન્ટિના તરફથી 18મી મિનિટમાં નિયોલ બારિવેઉવોએ ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. બીજા ક્વાર્ટરમાં ભારતને ત્રણ પેનલ્ટી મળ્યા હતા પણ ટીમ ગોલ કરી શકી ન હતી.
ત્રીજા ક્વાર્ટરની 36મી મિનિટમાં મારિયા નિયોલ બારિવેઉવોએ પોતાનો અને ટીમનો બીજો ગોલ કર્યો હતો. આ સાથે જ આર્જેન્ટિનાએ મેચમાં 2-1થી લીડ બનાવી હતી. જે નિર્ણાયક સાબિત થઇ હતી.
ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ઓલિમ્પિકની સેમિ ફાઇનલમાં પહોંચી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર