Tokyo Olympics 2020: ભારતીય હૉકી ટીમે જીત સાથે કરી શરૂઆત, ન્યૂઝીલેન્ડને હરાવ્યું

તસવીર એપી.

India beat New Zealand 3-2 in Hockey: છેલ્લા ચાર દશકામાં ઓલિમ્પિક પદક જીતવાનો પ્રયાસ કરનારી ભારતીય ટીમે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરતા ગ્રુપ-એનો આ મુકાલબો જીતી લીધો છે.

  • Share this:
    ટોક્યો: ભારતીય હોકી ટીમે (Indian hockey Team) ટોક્યોમાં જીતથી શરૂઆત કરી છે. એક ગોલથી પાછળ રહ્યા બાદ વાપસી કરતા ભારતીય પુરુષ હોકી ટીમે ગોલકીપર પીઆર શ્રીજેશના શાનદાર પ્રદેશનની મદદથી ન્યૂઝીલેન્ડને 3-2થી હાર આપી છે. આ સાથે જ ટીમ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020)માં જીત સાથે શરૂઆત કરી છે. છેલ્લા ચાર દશકામાં ઓલિમ્પિક પદક જીતવાનો પ્રયાસ કરનારી ભારતીય ટીમે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરતા ગ્રુપ-એનો આ મુકાલબો જીતી લીધો છે. અનેક વીડિયો રેફરલ સાથે રમવામાં આવેલી આ મેચમાં આખરી મિનિટોમાં ન્યૂઝીલેન્ડને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, જેને શ્રીજેશે ગોલમાં બદલવા દીધી ન હતો.

    ન્યૂઝેલેન્ડે માટે છઠ્ઠી મિનિટે પેનલ્ટી કોર્નર વિશેષજ્ઞ કેન રસેલે ગોલ કર્યો હતો. ભારત માટે રૂપિન્દર પાલ સિંહે (Rupinder pal Singh) 10મી મિનેટે પર પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કર્યો હતો. ડ્રેગ ફ્લિપર હરમનપ્રીત સિંહે (Harmanpreet Singh) 26મી અને 33મી મિનિટે ગોલ કર્યો હતો. ન્યૂઝીલેન્ડે બીજો ગોલ 43મી મિનિટ પર સ્ટીફન જેનિસે કર્યો હતો. હોકીમાં ભારતને 1980 પછી કોઈ મેડલ નથી મળ્યો.

    >> ઓલિમ્પિકની વધુ સ્ટોરી વાંચવા ક્લિક કરો...

    આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે લડત

    ભારતીય હોકી ટીમ 25મી જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયા સામે બીજી મેચ રમશે. ઓસ્ટ્રેલિયાએ પણ જીત સાથે રમતની શરૂઆત કરી છે. ટીમે યજમાન જાપાનને 5-3થી હાર આપી હતી. ગ્રુપ-એમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આર્જેન્ટીના, સ્પેન અને જાપાન છે. જ્યારે ગ્રુપ-બીમાં બેલ્જિયમ, કેનેડા, જર્મની, બ્રિટન, નેધરલેન્ડ અને જર્મન છે. બંને ગ્રુપની ટોપ ટીમને ક્વાર્ટર ફાઇલમાં જગ્યા મળશે.

    આ પણ વાંચો: કોરોના પછી જો સતત માથું દુઃખતું હોય તો તેને હળવાશથી ન લેશો, આ ગંભીર બીમારી હોઈ શકે!

    પહેલી ઓગસ્ટથી નૉકઆઉટ મેચ

    હૉકીમાં ગ્રુપ સ્ટેજની રમત 24મી જુલાઈથી શરૂ થઈ છે. ગ્રુપ સ્ટેજની મેચો 30મી સુધી ચાલશે. 1 ઓગસ્ટથી નૉકઆઉટ રાઉન્ડ શરૂ થશે. ક્વાટર ફાઇનલ પહેલી ઓગસ્ટના રોજ, ત્રીજી ઓગસ્ટના રોજ સેમીફાઇનલ જ્યારે ફાઇનલ પાંચમી ઓગસ્ટના રોજ યોજાશે. 2016ના રિયો ઓલિમ્પિકની વાત કરવામાં આવે તો આર્જેન્ટીનાએ ગોલ્ડ મેડલ, બેલ્જિયમે સિલ્વર અને જર્મનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમ આઠમાં નંબર પર રહી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: