ટોક્યો ઓલિમ્પિક 2020: હૉકીમાં બેલ્જિયમ સામે હાર, મેડલની આશા જીવંત

ભારત વિરુદ્ધ બેલ્જિયમ.

Tokyo Olympic 2020 updates: આજે (ત્રીજી ઓગસ્ટન) અનુ રાની અને તેજિન્દરપાલ સિંહ તૂર પર પણ નજર રહેશે. મહિલા રેસલર સોનમ મલિક પર પણ બધાની નજર રહેશે.

  • Share this:
    ટોક્યો: ભારતીય પુરુષ હૉકી ટીમ (Hockey team)ને પ્રથમ સેમીફાઇનલમાં હાર મળી છે. વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમે ભારતને 5-2થી હાર (India vs Belgium Men's Semi-final Hockey) આપી છે. જોકે, હાર છતાં ભારતની મેડલની આશા હજુ જીવંત છે. ભારત બ્રૉન્ઝ મેડલ માટે પાંચમી ઓગસ્ટના રોજ રમશે. બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે ટક્કર થશે. આ મેચમાં હારનારી ટીમ ભારત વિરુદ્ધ રમશે. 1980 પછી ભારતને પ્રથમ મેડલની આશા છે.

    1980માં ગૉલ્ડ મેડલ મળ્યો હતો

    ભારતીય હૉકી ટીમને છેલ્લે 1980માં મેડલ મળ્યો હતો. એ વખતે ટીમને ગોલ્ડ મેડલ મળ્યો હતો. જોકે, ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને વધારે બ્રૉન્ઝ મેડલ મળ્યા છે. આ પહેલા ટીમે 1928, 1932, 1936, 1948, 1952, 1956, 1964 અને 1980ના વર્ષમાં ગોલ્ડ જીત્યો હતો. 1960માં સિલ્વર, 1968 અને 1972માં બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો.

    બે મેડલ જીત્યા, એક પાક્કો

    ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics) 2020માં ભારતે બે મેડલ જીતી લીધા છે. જ્યારે એક મેડલ પાક્કો કરી લીધો છે. મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu)એ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર અને પી.વી. સિંધુ (PV Sindhu)એ બેડમેન્ટનમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત લવલીના બોરેગોહને બૉક્સિંગમાં બ્રૉન્ઝ મેડલ પાક્કો કરી લીધો છે. ટોક્યોમાં ભારતીય પુરુષ હૉકી ટીમ પાસેથી મેડલની આશા હતી. મનપ્રીતસિંહની કેપ્ટનશીપ હેઠળ ટીમ મંગળવારે સેમીફાઇલમાં ઉતરી હતી. જોકે, ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત આજે (ત્રીજી ઓગસ્ટ) અનુ રાની અને તેજિન્દરપાલ સિંહ તૂર પર પણ નજર રહેશે. મહિલા રેસલર સોનમ મલિક પર પણ બધાની નજર રહેશે.

    આ પણ વાંચો: 'સોનાની કિંમત પાંચ વર્ષમાં તમામ રેકોર્ડ તોડશે, 10 ગ્રામનો ભાવ 90,000 રૂપિયા થશે'

    કમલપ્રીત કૌર મેડલ ચૂકી

    ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા ડિસ્કસ થ્રોમાં કમલપ્રીત કૌર મેડલ ચૂકી ગઈ છે. કમલપ્રીત કૌરે 63.07 મીટર દૂર ડિસ્ક ફેંકી અને તેણી છઠ્ઠા નંબર પર રહી હતી. પ્રથમ વખત ઓલિમ્પિકમાં રમી રહેલી 25 વર્ષની કમલપ્રીત કૌરે શાનદાર પ્રદર્શન કરતા ડિસ્કસ થ્રોની ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. ખાસ વાત એ છે કે કમલપ્રીત આઝાદ ભારતના ઇતિહાસમાં ડિસ્કસ થ્રો ઇવેન્ટની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.

    આ પણ વાંચો: 3 ઓગસ્ટ, 2021: પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર, જાણો અમદાવાદ સહિત ગુજરાતના શહેરમાં આજનો ભાવ




    મહિલા હૉકી ટીમની કમાલ


    આ પહેલા સોમવારે ભારતીય મહિલા હોકી ટીમે (Indian Women Hockey Team) ઓલિમ્પિક (Tokyo Olympics)માં ઈતિહાસ રચી દીધો છે. ટીમે પહેલીવાર સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મહિલા ટીમ માત્ર ત્રીજીવાર ઓલિમ્પિકમાં ઉતરી રહી છે. 2016 રિયો ઓલિમ્પિકમાં ટીમ 12મા સ્થાને રહી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: