Tokyo Olympics Live: ડિસ્કસ થ્રો માં કમલપ્રીત કૌર મેડલ જીતવાથી ચૂકી, ફાઇનલમાં 63.70 મીટર થ્રો કર્યો

ડિસ્કસ થ્રો માં કમલપ્રીત કૌર મેડલ જીતવાથી ચૂકી, ફાઇનલમાં 63.70 મીટર થ્રો કર્યો

Tokyo Olympics : કમલપ્રીત કૌરે 63.70 મીટર દૂર ડિસ્કસ થ્રો કર્યો હતો અને છઠ્ઠા નંબરે રહી

  • Share this:
    નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) મહિલા ડિસ્કસ થ્રો ની ફાઇનલમાં કમલપ્રીત કૌર (kamalpreet kaur)મેડલ જીતવાથી ચૂકી ગઈ છે. કમલપ્રીત કૌરે 63.70 મીટર દૂર ડિસ્કસ થ્રો કર્યો હતો અને છઠ્ઠા નંબરે રહી હતી.

    કમલપ્રીતે પોતાના પ્રથમ થ્રો માં 61.62 મીટર થ્રો કર્યો હતો. બીજામાં તે ફાઉલ થઇ હતી. જ્યારે ત્રીજા ટ્રાયમાં 63.70 મીટર ડિસ્કસ થ્રો કર્યો હતો. ચોથા થ્રો માં ફરી ફાઉલ કર્યું હતું. પાંચમામાં 61.37 મીટર થ્રો કર્યો હતો. અંતિમ થ્રો માં ફરી ફાઉલ થઇ હતી.

    અમેરિકાની વેલેરીએ 68.98નો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે જર્મનીની ક્રિસ્ટિન પુડેન્જે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ક્રિસ્ટિને વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 66.86 મીટરનો થ્રો કરી સિલ્વર મેડલ જીત્યો હતો. ક્યૂબાની યૈમી પરેજે 65.72 મીટરનો થ્રો કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

    આ પણ વાંચો - Tokyo Olympics 2021: કોન્ડોમના કારણે જેસિકા ફોક્સે જીત્યો મેડલ, જાણો કેવી રીતે થઇ આ કમાલ

    પ્રથમ વખત ઓલિમ્પિકમાં રમી રહેલી 25 વર્ષની કમલપ્રીત કૌરે શાનદાર પ્રદર્શન કરતા ડિસ્કસ થ્રો ની ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. ખાસ વાત એ છે કે આઝાદ ભારતના ઇતિહાસમાં ડિસ્કસ થ્રો ઇવેન્ટની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.

    આ પહેલા ભારતીય મહિલા હોકી ટીમે (Indian Women Hockey Team) ઓલમ્પિક (Tokyo Olympics)માં ઈતિહાસ રચી દીધો છે. ટીમે પહેલીવાર સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મહિલા ટીમ માત્ર ત્રીજી વાર ઓલમ્પિકમાં ઉતરી રહી છે. 2016 રિયો ઓલમ્પિકમાં ટીમ 12મા સ્થાને રહી હતી.
    Published by:Ashish Goyal
    First published: