કોરોના વાયરસના કારણે ટોક્યો ઓલમ્પિક સ્થગિત, હવે 2021માં યોજાશે

News18 Gujarati
Updated: March 24, 2020, 7:26 AM IST
કોરોના વાયરસના કારણે ટોક્યો ઓલમ્પિક સ્થગિત, હવે 2021માં યોજાશે
આવું પહેલીવાર થયું છે જ્યારે કોઈ મહામારીના કારણે ઓલમ્પિક રમતોનું આયોજન નિયત સમયે ન થયું હોય

આવું પહેલીવાર થયું છે જ્યારે કોઈ મહામારીના કારણે ઓલમ્પિક રમતોનું આયોજન નિયત સમયે ન થયું હોય

  • Share this:
ટોક્યોઃ જેનો ડર હતો અંતે તેવું જ થયું. કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ટોક્યોમાં યોજાનારી ઓલમ્પિક (Tokyo Olympic) રમતોને ટાળવામાં આવી છે. ઓલમ્પિક રમતોને એક વર્ષ માટે સ્થાગિત કરી દેવામાં આવી છે. હવે ટોક્યો (Tokyo)માં ઓલમ્પિક રમતોનું આયોજન 2021માં થશે. આવું પહેલીવાર થયું છે જ્યારે કોઈ મહામારીના કારણે ઓલમ્પિક રમતોનું સમયસર આયોજન ન થયું હોય. આ પહેલા ઓલમ્પિક રમતો ત્રણ વાર રદ થઈ ચૂકી છે. પહેલીવાર 1916માં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઓલમ્પિક રમતો રદ કરવી પડી હતી. ત્યારબાદ 1940 અને 1944 દરમિયાન દ્વિતીય વિશ્વ યુદ્ધના કારણે ઓલમ્પિક રમતોનું આયોજન નહોતું થઈ શક્યું.

ઓલમ્પિક સ્થાગિત થવા પાછળનું કારણ કોરોના વાયરસ

નોંધનીય છે કે, ઘણા સમયથી કોરોના વાયરસ ટોક્યો ઓલમ્પિક પર ખતરો ઊભો થયેલો હતો પરંતુ જાપાન (Japan)ની ઓલમ્પિક કમિટી અને ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટી (IOC) નિયત સમય મુજબ જ રમતોનું આયોજન કરવાની વાત કહી રહી હતી પરંતુ કોરોના વાયરસના વિકરાળ રૂપને જોતાં હવે આ રમતોને સ્થગિત કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. કોરોના વાયરસને જોતાં પહેલા જ કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા મોટા દેશોએ ઓલમ્પિકથી નામ પરત લઈ લીધું હતું. બીજી તરફ, રમતોના અનેક મોટા સંઘ પહેલા જ ઓલમ્પિકને સ્થગિત કરવાની માંગ કરી રહ્યા હતા.આ પણ વાંચો, ધોનીની વાપસી પર સહેવાગે કહ્યું, પંત અને રાહુલ પછી ક્યાં જશે?

નોંધનીય છે કે, દુનિયાભરમાં કોરોના વાયરસની ઝપેટમાં 3.70 લાખથી પણ વધુ લોકો આવી ચૂકયા છે. જ્યારે 16 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જાપાનમાં પણ 1700થી વધુ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે જેમાં ઓલમ્પિક કિમટીના અધિકારી પણ સામેલ છે. સસત એવી વાતો થઈ રહી હતી કે ઓલમ્પિકને નિયત સમયે શરૂ કરવામાં આવશે પરંતુ એવું શક્ય ન થઈ શક્યું. હવે 26 જુલાઈથી શરૂ થનારા ઓલમ્પિક આવતા વર્ષે યોજાશે. તારીખ શું હશે તેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.આ પણ વાંચો, ઈશાંતની લવ સ્ટોરી : પ્રતિમા આ કારણે ઈર્ષ્યા કરતી હતી, 6 વર્ષ બાદ કર્યા લગ્ન
First published: March 24, 2020, 7:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading