Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિક પર કોરોનાનો હુમલો, ખેલ ગામમાંથી મળ્યો પ્રથમ કોવિડ-19 કેસ

તસવીર: AP

Tokyo Olympic: ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic 2020) શરૂ થવાને હવે એક અઠવાડિયા કરતા પણ ઓછો સમય બચ્યો છે. આ પહેલા ટોક્યોના ખેલ ગામ (Tokyo Olympic Village)માં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો છે.

  • Share this:
    નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકના ખેલ ગામ (Tokyo Olympic Village)માં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. ટોક્સો ઓલિમ્પિકની શરૂઆત 23મી જુલાઈના રોજ થશે. ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ સંક્રમિત અધિકારીને 14 દિવસ સુધી ક્વોરિન્ટી કરી દીધા છે. બે દિવસ પહેલા જાપાનમાં હાજર એક ખેલાડી અને પાંચ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત જણાયા હતા. જ્યારે બ્રાઝીલની જુડો ટીમ જે હોટલમાં રોકાઈ છે ત્યાંના આઠ કર્મચારી કોરોના સંક્રમિત મળ્યાં છે. ટોક્યોમાં છેલ્લા એક મહિનામાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. 15 જુલાઈના રોજ ટોક્યોમાં કોરોના વાયરસના 1308 નવા કેસ નોંધાયા હતા.

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને જાપાનની રાજધાની ટોક્યોમાં ઇમરજન્સી લાગૂ કરી દેવામાં આવી હતી. છ અઠવાડિયાની ઇમરજન્સી ગત 22 ઓગસ્ટ સુધી લાગૂ હતી. મહામારી શરૂ થયા પછી આ ચોથી વખત હતું કે ટોક્યોમાં ઇમરજન્સી લગાવવામાં આવી હતી. ઇમરજન્સી દરમિયાન પાર્ક, સંગ્રહાલય, થિયેટર, મોટાભાગની દુકાનો અને રેસ્ટોરન્ટ રાત્રે આઠ વાગ્યે બંધ કરી દેવાનો અનુરોધ કરવામાં આવે છે.

    આ પણ વાંચો: ગુજરાતના ચારેય મોટા શહેરમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાની નજીક પહોંચી, જાણો આજનો ભાવ

    ચાર દિવસ પહેલા ખોલવામાં આવ્યું હતું ઓલિમ્પિક ગામ

    13 જુલાઈના રોજ ટોક્યોમાં ઓલિમ્પિક ગામ ખોલવામાં આવ્યું હતું. અહીં દરરોજ ખેલાડીઓની કોરોના તપાસ થશે. દરેક ખેલાડીએ કોવિડ-19ના બે તપાસ રિપોર્ટ સાથે જાપાન પહોંચવાનું રહેશે. જાપાન પહોંચ્યા બાદ ફરી એક વખત તેમની તપાસ થશે. તેમણે ગામમાં માસ્ક પણ પહેરવું પડશે. રસી લગાવી હોય છતાં માસ્ક પહેરવું પડશે. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પણ પાળવા પડશે. ઓલિમ્પિક માટે આશરે 11,000 અને પેરાલિમ્પિક માટે અંદાજે 4400 એથ્લીટ આવવાની આશા છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું કહેવું છે કે ગામમાં આવનાર લગભગ 80 ટકા લોકો રસી લઈ ચૂક્યા છે.

    આ પણ વાંચો: 6,000 ફૂટની ઊંચાઈએ ઝૂલાનો આનંદ માણી રહેલી મહિલાઓ સાંકળ તૂટતા નીચે ખાબકી, હૃદય ધબકારા ચૂકી જાય તેવો વીડિયો 



    ખેલાડીઓ જાતે જ મેડલ પહેરશે

    ટોક્યો ઓલિમ્પિકમાં આ વખતે ખેલાડીઓને મેડલ ગળામાં નહીં પહેરાવવામાં આવે. આ ઉપરાંત ઓલિમ્પિક સમારંભ દરમિયાન કોઈ એકબીજા સાથે હાથ પણ નહીં મિલાવે. કોઈ એકબીજાને ગળે પણ નહીં મળે. મેડલ ખેલાડીઓને એક ટ્રેમાં આપવામાં આવશે, જેને તેમણે જાતે જ ગળામાં પહેરવાનો રહેશે. સાથે જ એવું પણ નિશ્ચિત કરવામાં આવશે કે ખેલાડીને આપવામાં આવનાર મેડલને કોઈએ સ્પર્શ નથી કર્યો. આ ઉપરાંત મેડલને ટ્રેમાં લાવનાર વ્યક્તિ કોરોનાની તમામ ગાઇડલાઇનનું પાલન કરશે.
    Published by:Vinod Zankhaliya
    First published: